ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi માં ટ્રિપલ મર્ડર! માં-બાપ અને પુત્રીની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી...

Delhi ના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના ઘટનાના કારણે લોકોમાં સનસનાટી મચી ગઈ એક જ પરિવારના ત્રણ લોકોની છરી વડે હત્યા દિલ્હી (Delhi)ના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા લોકો દ્વારા માતા, પિતા અને...
10:54 AM Dec 04, 2024 IST | Dhruv Parmar
Delhi ના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના ઘટનાના કારણે લોકોમાં સનસનાટી મચી ગઈ એક જ પરિવારના ત્રણ લોકોની છરી વડે હત્યા દિલ્હી (Delhi)ના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા લોકો દ્વારા માતા, પિતા અને...
  1. Delhi ના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના
  2. ઘટનાના કારણે લોકોમાં સનસનાટી મચી ગઈ
  3. એક જ પરિવારના ત્રણ લોકોની છરી વડે હત્યા

દિલ્હી (Delhi)ના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા લોકો દ્વારા માતા, પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે પુત્ર બહાર ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ત્રણેયની હત્યા કરવામાં આવી છે. દિલ્હી (Delhi) પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ દિલ્હી (Delhi)ના નેબ સરાય વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની જેમાં એક વ્યક્તિ, તેની પત્ની અને પુત્રીનો સમાવેશ થાય છે, તેમની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારનો ચોથો સભ્ય તેમનો દીકરો બહાર ફરવા ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.

ધારદાર હથિયારથી કરાઈ હત્યા હત્યા...!

મૃતકોની ઓળખ રાજેશ (53 વર્ષ), કોમલ (47 વર્ષ) અને કવિતા (23 વર્ષ) તરીકે થઈ છે. ત્રણેયની છરી વડે હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ધટના બાદ બદમાશો ભાગી ગયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Sukhbir Singh Badal પર જીવલેણ હુમલો, Amritsar માં ગોળી ચલાવવામાં આવી

લગ્નની વર્ષગાંઠના દિવસે હત્યા થઈ...

પુત્ર સવારે 5:00 વાગ્યે ફરવા નીકળ્યો હતો અને બુધવારે સવારે 7:00 વાગ્યાની આસપાસ પાછો ફર્યો ત્યારે તેણે એક ભયાનક દ્રશ્ય જોયું. પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ જોઈને પુત્ર બેહોશ થઈ ગયો હતો. આ ઘટના કપલના લગ્નની વર્ષગાંઠ પર બની હતી. પોલીસને શંકા છે કે હત્યા સવારે 5:00 થી 7:00 ની વચ્ચે થઈ હતી. અધિકારીઓએ મૃતદેહનો કબજો મેળવીને કેસની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : કોણ બનશે Maharashtra ના CM? આજે યોજાશે ભાજપ ધારાસભ્ય દળની બેઠક...

પરિવાર હરિયાણાનો છે...

પાડોશીઓએ જણાવ્યું કે, જ્યારે તેઓ બૂમો સાંભળીને દોડી આવ્યા તો તેઓએ ઘરમાં ત્રણ મૃતદેહો જોયા અને પુત્રને બેભાન જોયો. તેણે તરત જ પોલીસને ફોન કર્યો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પૂછપરછ દરમિયાન પડોશીઓએ જણાવ્યું કે, મૃતકોના નામ 53 વર્ષીય રાજેશ, 47 વર્ષની કોમલ અને 23 વર્ષની કવિતા છે. આજે મૃતક પતિ-પત્નીના લગ્નની વર્ષગાંઠ હતી. પીડિતાનો પરિવાર મૂળ હરિયાણાનો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પરિવાર દક્ષિણ દિલ્હી (Delhi)ના દેવલી ગામમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં ત્રણેયના ગળા પર છરી વડે હુમલાના નિશાન મળી આવ્યા હતા.

આ પણ વાંચો : Telangana માં ધરતી ધ્રૂજી, હૈદરાબાદમાં પણ અનુભવાયા જોરદાર ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર આવ્યા

Tags :
Delhi NewsDelhi PoliceDelhi Triple murderGuajrati NewsIndiaNationalNeb Sarai triple murderTriple murder in Delhi
Next Article