ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Election Result : દિલ્હીમાં 'AAP' ની હાર બાદ Panjab માં થશે મોટો ઉલટફેર! માન સરકાર સામે પડકાર!

દિલ્હીમાં થયેલી હારથી પંજાબમાં (Panjab) ભગવંત માન સરકાર માટે પડકાર વધી ગયો છે, કારણ કે કેજરીવાલનું 'દિલ્હી મોડેલ' નિષ્ફળ ગયું છે.
09:36 AM Feb 09, 2025 IST | Vipul Sen
દિલ્હીમાં થયેલી હારથી પંજાબમાં (Panjab) ભગવંત માન સરકાર માટે પડકાર વધી ગયો છે, કારણ કે કેજરીવાલનું 'દિલ્હી મોડેલ' નિષ્ફળ ગયું છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણમાં AAP ની હાર બાદ Panjab પર સૌની નજર
જાબમાં પણ ઉલટફેર થવાની સંભાવનાઓ પ્રબળ બની
દિલ્હીની હાર બાદ ભગવંત માન સરકાર સામે મોટા પડકાર
શિરોમણી અકાલી દળ, કોંગ્રેસને નવી આશા જાગી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Election Result 2025) આમ આદમી પાર્ટીની (AAP) હાર અને ભાજપના વિજય એ પંજાબનાં રાજકારણની (Panjab Politics) ચર્ચાઓને વેગવંતી કરી દીધી છે. દિલ્હીમાં AAP ની કારમી હાર બાદ હવે પંજાબમાં શું થશે ? તેને લઈને અનેક તર્ક-વિતર્ક અને કયાસ લગાવવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં AAP ની હાર બાદ પંજાબમાં શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસને ખુશ થવાની તક મળી ગઈ છે. કારણ કે હવે પંજાબમાં પણ ઉલટફેર થવાની સંભાવનાઓ પ્રબળ બની છે.

દિલ્હીમાં AAP ની હાર, પંજાબમાં ઉલટફેરની વકી!

માહિતી અનુસાર, શિરોમણી અકાલી દળનાં નેતા સુખબીર સિંહ બાદલે આમ આદમી પાર્ટીનાં જુઠ્ઠાણા અને છેતરપિંડીને ઊજાગર કરવા બદલ દિલ્હીનાં (Delhi) લોકોને અભિનંદન આપ્યા છે. જ્યારે કોંગ્રેસનાં (Congress) નેતા પ્રતાપ સિંહ બાજવાએ એક મોટો દાવો કર્યો અને પંજાબમાં AAP ના વિભાજન અંગે આગાહી પણ કરી. રાજકીય નિષ્ણાતો માને છે કે દિલ્હીમાં થયેલી હારથી પંજાબમાં (Panjab) ભગવંત માન સરકાર માટે પડકાર વધી ગયો છે, કારણ કે કેજરીવાલનું 'દિલ્હી મોડેલ' નિષ્ફળ ગયું છે.

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં એક હોટલમાં ભીષણ આગ, 40 થી વધુ દુકાનો આગમાં લપેટાઈ

પંજાબમાં હવે AAP ની સરકાર સામે પડકાર!

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Election Result 2025) AAPની હાર બાદ પંજાબમાં રાજકીય ઉથલપાથલ થવાની શક્યતા વધી છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) હારથી આ આશંકા વધુ મજબૂત બની ગઈ છે. નોંધનીય છે કે, હાલ પંજાબ જ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં છે. વર્ષ 2022 ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ કુલ 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતીને કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળને (Shiromani Akali Dal) હાંસિયામાં ધકેલી દીધા હતા. કોંગ્રેસને માત્ર 18 બેઠકો અને અકાલી દળને 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે, BJP નું તો ખાતું પણ ખુલ્યું ન હતું. ત્યારે, આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ અને તેમના દિલ્હી મોડેલની છબીનો ફાયદો થયો હતો.

આ પણ વાંચો - કોંગ્રેસની કારમી હાર બાદ મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું, આ મુદ્દા ઉઠાવશે

પંજાબ અપેક્ષા કરતાં વહેલા ચૂંટણી મોડમાં આવી જશે

નોંધનીય છે કે, દિલ્હીની જેમ પંજાબમાં (Panjab) પણ મફત વીજળી, હાઇટેક શાળાઓ, મોહલ્લા ક્લિનિક્સ અને ઘરે-ઘરે રાશન પહોંચાડવા જેવી યોજનાઓ લાગૂ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાના વચને મહિલા મતદારોને ખૂબ આકર્ષિત કર્યા હતા. જો કે, આમાંના ઘણા વચનો હજુ સુધી પૂરા થયા નથી. દિલ્હીમાં હાર બાદ, હવે પંજાબ અપેક્ષા કરતાં વહેલા ચૂંટણી મોડમાં આવી જશે. કારણ કે માન સરકાર માટે પડકાર એ છે કે તે કાર્યકાળનાં બાકીનાં બે વર્ષમાં જનતાને આપેલા વચનો કેવી રીતે પૂરા કરશે ? આ સમયગાળા દરમિયાન, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન (Bhagwant Mann) માટે સરકારને સ્થિર રાખવી સરળ નહીં રહે.

આ પણ વાંચો - RG Kar Case: મૃતક ડોક્ટરના માતા-પિતા આરએસએસ વડા મોહન ભાગવતને મળ્યા, કાલે વિરોધ કરશે

Tags :
AAPArvind Kejriwalbhagwant-mannBJPCongressdelhi assembly election resultsdelhi election result 2025Delhi Election Result in GujaratiGujarat FirstGujarat first top newspanjabTop Gujarati News
Next Article