ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હીનું ઐતિહાસીક SHEESH MAHAL હવે લોકો નીહાળી શકશે, વાંચો વિગતવાર

SHEESH MAHAL : ઔરંગઝેબના રાજ્યાભિષેકનો સાક્ષી શીશ મહેલ શાલીમાર બાગની અંદર બનેલો છે, જે ચારે બાજુ વૃક્ષો અને છોડથી ઘેરાયેલો છે
08:03 PM Jul 12, 2025 IST | PARTH PANDYA
SHEESH MAHAL : ઔરંગઝેબના રાજ્યાભિષેકનો સાક્ષી શીશ મહેલ શાલીમાર બાગની અંદર બનેલો છે, જે ચારે બાજુ વૃક્ષો અને છોડથી ઘેરાયેલો છે

SHEESH MAHAL : દિલ્હીમાં ઘણી ઐતિહાસિક ઇમારતો છે. જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. હવે આ પર્યટન સ્થળોમાં બીજું નામ ઉમેરાયું છે, શીશ મહેલ (SHEESH MAHAL) . દિલ્હીના શાલીમાર બાગમાં (SHALIMAR BAG) આવેલી આ ભવ્ય ઐતિહાસિક ઇમારત, જે છેલ્લા 370 વર્ષથી બંધ હતી, તેને હવે પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે. જો તમે આ ઐતિહાસિક ઇમારતને નજીકથી જોવા માંગતા હોવ, તો તમારે ટિકિટથી લઈને સમય અને અહીં કેવી રીતે પહોંચવું તે બધું જ જાણી લેવું જોઈએ

શીશ મહેલ શાલીમાર બાગમાં બનેલો છે.

ઔરંગઝેબના રાજ્યાભિષેકનો સાક્ષી શીશ મહેલ શાલીમાર બાગની અંદર બનેલો છે, જે ચારે બાજુ વૃક્ષો અને છોડથી ઘેરાયેલો છે. જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હતું અને સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયું હતું. પરંતુ ઘણી મહેનત પછી, દિલ્હી વિકાસ સત્તામંડળ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આ બંધ ઐતિહાસિક ઇમારતને તેની ગરીમા સાથે પુનઃસ્થાપિત કરી છે. અને 2 જુલાઈથી, આ શીશ મહેલ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

શીશમહલ 17 મી સદીમાં બંધાયું હતું

શીશમહલ 17 મી સદીમાં શાહજહાંએ તેની પત્ની ઐઝુન્નિસાની યાદમાં બનાવ્યું હતું. આ ભવ્ય ઇમારતનો ઉપયોગ દિલ્હીમાં હાજર બ્રિટિશ અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવતો હતો. સમય જતાં આ ઇમારત જર્જરિત થઈ ગઈ હતી. સમારકામ પછી તે હવે લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

શીશ મહેલની મુલાકાત લેવાનો સમય

હાલમાં, શાલીમાર બાગમાં બનેલા આ મહેલની મુલાકાત લેવા માટે કોઈપણ પ્રકારની ટિકિટની કિંમત નક્કી કરવામાં આવી નથી. હાલમાં પ્રવેશ મુલાકાતીઓ માટે સંપૂર્ણપણે મફત છે. તમે સપ્તાહના અંતે અથવા તો રજાઓમાં આ મહેલની મુલાકાત સરળતાથી લઈ શકો છો. આ મહેલ સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

શાલીમાર બાગ કેવી રીતે પહોંચવું

શાલીમાર જવા માટે, તમારે પિંક લાઇન પર શાલીમાર મેટ્રો સ્ટેશનથી કોઈપણ ઇ-રિક્ષા અથવા ઓટો પકડવી પડશે અને તમે સરળતાથી શાલીમાર બાગ પહોંચી શકશો. ડીટીડીસી બસો પણ અહીં સરળતાથી ઉપલબ્ધ છે. બસો રૂટ નં. ૧૨૭, ૧૮૩,૬૩૧ અને ૧૬૦ શાલીમાર બસ સ્ટેન્ડ પહોંચે છે. તો આ સપ્તાહના અંતે, ઇતિહાસના ભવ્ય શીશ મહેલને જોવાની તક ચૂકશો નહીં.

આ પણ વાંચો ---- Health Tips : ઓફિસમાં ડેસ્ક વર્ક કરો છો અને તંદુરસ્ત રહેવા માગો છો ? તો આ 5 કસરતો કરી શકાય

Tags :
DelhiforGovtGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHistoricITmahalopenPublicRestoresheeshsuccessfully
Next Article