દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ATC સિસ્ટમ ખોરવાઇ, મુસાફરોને ભારે હાલાકી!
- IGI Airport ATC Malfunctioned: એરપોર્ટ પર ATC સિસ્ટમ ખોરવાતા મુસાફરોને મુશ્કેલી
- ATC સિસ્ટમની સમસ્યાના લીધે 400 ફલાઇટ પ્રભાવિત
- દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકી
શુક્રવારની સવારથી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI એરપોર્ટ) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઇ. આ ટેકનિકલ સમસ્યાના લીધે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી જ 100 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી, અને જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ સમસ્યા વધુ વણસી. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, આ ખામીના કારણે દિલ્હીથી વિવિધ સ્થળોએ જતી અને આવતી 400 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે, જેના કારણે દેશભરના હવાઈ સંચાલન પર વ્યાપક અસર પડી છે.
#WATCH | Delhi | On several flights delayed at Delhi’s IGI Airport due to a technical issue with the Air Traffic Control (ATC) system, Captain Sharath Panicker says, "...The failure of the system basically means that the flight plans, which each aircraft has to submit prior to… pic.twitter.com/8fqkGIcCUw
— ANI (@ANI) November 7, 2025
IGI Airport ATC Malfunctioned: દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમ ખોરવાઇ
વિલંબનું મૂળ કારણ ATC સિસ્ટમમાં આવેલી ટેકનિકલ સમસ્યા છે, જેને ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS) માં સોફ્ટવેર સંબંધિત ખામી તરીકે ઓળખવામાં આવી છે. આ સિસ્ટમ ATC ડેટાને સ્વચાલિત રીતે પ્રસારિત કરવાનું કામ કરે છે. સિસ્ટમ ખોરવાઈ જવાને કારણે, એર ટ્રાફિક કંટ્રોલર્સને ફ્લાઇટ પ્લાનની વિગતો મેન્યુઅલી (હાથેથી) દાખલ કરવાની ફરજ પડી હતી. ઓટોમેશનની જગ્યાએ મેન્યુઅલ પ્રક્રિયા ધીમી હોવાથી, વિમાનના ઉડ્ડયન અને ઉતરાણની ગતિ ઘટી ગઈ છે, જેના પરિણામે ટર્મિનલ્સ અને એરફિલ્ડ પર ભારે ભીડ સર્જાઈ છે. સ્પાઇસજેટની દરભંગા જતી ફ્લાઇટ સહિત અનેક ફ્લાઇટ્સ રદ અથવા ભારે વિલંબિત થઈ છે.
IGI Airport ATC Malfunctioned: ટેકનિક સમસ્યા મામલે એરલાઇન્સે માફી માંગી
એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અકાસા એર જેવી મુખ્ય એરલાઇન્સે મુસાફરોને વિલંબ અંગેની સૂચનાઓ જારી કરી છે અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ એક એડવાઇઝરીમાં જણાવ્યું છે કે ટેકનિકલ સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે DIAL સહિત તમામ સંબંધિત હિતધારકો અને ટેકનિકલ ટીમો સક્રિયપણે કામ કરી રહી છે. જોકે, આ સમસ્યા કેટલા સમય સુધી ચાલશે તેની કોઈ ચોક્કસ સમયરેખા આપવામાં આવી નથી, તેથી મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash માં પાઇલટને દોષી ઠેરવી શકાય નહીં - સુપ્રિમ કોર્ટ


