Delhi Liquor Policy Case : Arvind Kejriwal ને મોટો ફટકો, 3 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયા...
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની મુશ્કેલીઓ એક પછી એક વધી રહી છે. પહેલા દિલ્હી હાઈકોર્ટે તેના જામીન પર સ્ટે મૂક્યો અને હવે CBI એ તેની ધરપકડ પણ કરી છે. CBI એ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા બાદ કોર્ટ પાસેથી કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. જેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને 3 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.
કેજરીવાલ 29 જૂને કોર્ટમાં હાજર થશે...
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે CBI ને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને 3 દિવસ પછી કોર્ટમાં હાજર કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે CBI અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને 29 જૂને સાંજે 7 વાગ્યા પહેલા કોર્ટમાં હાજર કરે.
दिल्ली के मुख्यमंत्री और आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल को दिल्ली के राउज एवेन्यू कोर्ट से ले जाया गया।
कोर्ट ने उन्हें एक्साइज पॉलिसी मामले में 3 दिन की सीबीआई रिमांड पर भेज दिया है। pic.twitter.com/7qtmSB5pXr
— ANI_HindiNews (@AHindinews) June 26, 2024
સુનિતા કેજરીવાલે શું કહ્યું?
આ સમગ્ર મામલે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની પત્ની સુનીતા કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. સુનીતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને 20 જૂને જામીન મળી ગયા. ED એ તરત સ્ટે મેળવ્યો. બીજા જ દિવસે CBI એ તેમને આરોપી બનાવ્યા અને આજે ધરપકડ કરી. સુનીતાએ આરોપ લગાવ્યો કે આખી સિસ્ટમ માણસને જેલમાંથી બહાર ન આવે તે માટે પ્રયાસ કરી રહી છે. આ કાયદો નથી. આ તાનાશાહી છે, આ ઈમરજન્સી છે.
ધરપકડને લઈને અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે...
દારુ કૌભાંડ કેસમાં CBI દ્વારા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જ્યારે CM કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ આને લઈને નારાજ છે, તેમણે કેજરીવાલની ધરપકડને તાનાશાહી ગણાવી છે, જ્યારે ઘણા AAP નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
આ પણ વાંચો : Arvind kejriwal ને લઈને સુનીતા કેજરીવાલે આપ્યું કંઇક આવું નિવેદન, જાણો શું કહ્યું…
આ પણ વાંચો : Delhi Excise Case : કોર્ટમાં અરવિંદ કેજરીવાલનો મોટો ખુલાસો, CBI ના દાવાને ફગાવ્યો…
આ પણ વાંચો : શું ખરેખર Rahul Gandhi અને Akhilesh Yadav વચ્ચે મતભેદ છે?, ગૃહમાં જોવા મળ્યા એવા દ્રશ્યો કે…