Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં ડ્રગ માફિયાઓ પર મોટી કાર્યવાહી, NCB અને પોલીસે ₹262 કરોડનું મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું

રવિવારે NCB અને દિલ્હી પોલીસે નવી દિલ્હીમાં સંયુક્ત કાર્યવાહી કરીને ₹262 કરોડની કિંમતનો 328 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે આ સફળતા બદલ ટીમને અભિનંદન આપતા કહ્યું કે આ કાર્યવાહી ડ્રગ-મુક્ત ભારતના વિઝન માટે એજન્સીઓના સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે હેરોઈન સપ્લાયમાં સામેલ ભાગેડુ આરોપી તુષારને પણ ઝડપી પાડ્યો.
દિલ્હીમાં ડ્રગ માફિયાઓ પર મોટી કાર્યવાહી  ncb અને પોલીસે ₹262 કરોડનું મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું
Advertisement
  • Delhi Drugs Seizure:  દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
  • ₹262 કરોડની કિંમતનો ડ્રગ્સ કર્યો જપ્ત
  • અમિત શાહે પોલીસને અભિનંદન પાઠવ્યા

રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે નવી દિલ્હીમાં મોટી સફળતા હાંસલ કરતાં ₹262 કરોડની કિંમતનો 328 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યો. પોલીસે આ કાર્યવાહીમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો.દિલ્હીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પોલીસે પકડી પાડતા ગૃહમંત્રી અમિત શાહે પોલીસની આ સફળ કામગીરની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા.

Delhi Drugs Seizure: અમિતભાઇ શાહે NCB અને દિલ્હી પોલીસને અભિનંદન આપ્યા

આ મોટી કાર્યવાહી બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે NCB અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમને અભિનંદન આપ્યા હતા. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે અમારી સરકાર ઝડપથી ડ્રગ કાર્ટેલનો નાશ કરી રહી છે અને ડ્રગ-મુક્ત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે આ કાર્યવાહી વિવિધ એજન્સીઓ વચ્ચેના સીમલેસ સંકલનનું એક ચમકતું ઉદાહરણ છે.

Advertisement

Advertisement

પોલીસે ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યો 

આ જ અભિયાન હેઠળ, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ (WR-II) એ નવી દિલ્હીના મહાવીર એન્ક્લેવના રહેવાસી તુષાર (31) ની ધરપકડ કરીને આંતરરાજ્ય નાર્કોટિક્સ સિન્ડિકેટને મોટો ફટકો આપ્યો છે. તુષાર રાજધાનીમાં ઉચ્ચ-શુદ્ધતાવાળા હેરોઇન સપ્લાય કરવામાં સામેલ હતો. આ વર્ષે 770 ગ્રામ હેરોઇન જપ્ત કરવાના બે મોટા NDPS કેસોમાં તે ભાગેડુ હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹8 કરોડથી વધુ હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હર્ષ ઇન્દોરાની સૂચના પર, એસીપી રાજપાલ ડબાસની દેખરેખ હેઠળ ઇન્સ્પેક્ટર સતીશ મલિકની ટીમે 21 નવેમ્બરના રોજ એક ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખના આધારે મહાવીર એન્ક્લેવમાં છટકું ગોઠવ્યું હતું અને આરોપીને ગલી નંબર 5 માં પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો :  રાજનાથ સિંહનું મોટું નિવેદન, સિંધ એક દિવસ ભારતનો જ ભાગ હશે! PoK પર પણ કહી આ મોટી વાત

Tags :
Advertisement

.

×