Delhi on High Alert : દેશની રાજધાની દિલ્હીમાં 'એર રેઇડ સાયરન' ગૂંજશે
- ઇમરજન્સી સમયેની તૈયારી ચકાસવા એર રેઇડ સાયરન દેશની રાજધાનીમાં ગુંજશે
- ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી હજી પણ ચાલી રહી છે
- આ અગાઉ દિલ્હીમાં ભરચક સ્થાનો પર મોકડ્રિલ યોજીને લોકોને જાણકારી આપવામાં આવી હતી
Delhi on High Alert : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુરુવારે રાત્રે દુશ્મન દેશ દ્વારા જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના બદઇરાદાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ઇમરજન્સી સમયે પહોંચી વળવા માટે તાબડતોબ તૈયારીઓ ચાલી રહી છે. શુક્રવારે દિલ્હી (DELHI) માં બપોરે 3 વાગ્યે પરીક્ષણ તરીકે 'એર રેઇડ સાયરન' (AIR RAID SIREN) વાગશે. જે ઇમરન્સી સમયેની તૈયારીઓના ભાગરૂપે હશે.
Today, Directorate of Civil Defence will be testing Air Raid Sirens installed at PWD
HQ, ITO.The testing will commence at 3.00 PM and be carried out for a period of
15-20 minutes.It’s just an exercise, you need not to panic, kindly cooperate with the agencies. pic.twitter.com/98dgIMeEah
— Delhi Government (@DelhiGovDigital) May 9, 2025
પરીક્ષણ બપોરે 3 વાગ્યાની આસપાસ શરૂ થશે
જિલ્લા મેજિસ્ટ્રેટ (સેન્ટ્રલ) જી સુધાકર દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ITO ખાતે PWD મુખ્યાલયમાં સ્થાપિત એર રેઇડ સાયરનનું નાગરિક સંરક્ષણ નિર્દેશાલય દ્વારા પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ બપોરે 3 વાગ્યાની આસપાસ શરૂ થશે. અને 15 - 20 મિનિટ સુધી ચાલશે.
દિલ્હીમાં ઘણી જગ્યાએ મોક ડ્રીલ યોજવામાં આવી
વહીવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે, આ સાયરનને કારણે ગભરાવાની જરૂર નથી, તે ફક્ત તૈયારીઓ ચકાસવા માટે વગાડવામાં આવશે. અગાઉ, 7 મેના રોજ, દિલ્હીમાં ઘણી જગ્યાએ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં લોકોને હવાઈ હુમલાની સ્થિતિમાં પોતાને અને આસપાસના લોકોને કેવી રીતે સુરક્ષિત રાખવા તેની સમજ આપવામાં આવી હતી.
દિલ્હી પોલીસના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા સજ્જ કરી દેવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે, સરકારી ઇમારતો, ડ્રેનેજ શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, અદાલત અને વિદેશી દૂતાવાસો સહિત તમામ મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા બજાર, રેલ્વે સ્ટેશન, મોલ્સ, ઉદ્યાનો અને મેટ્રો સ્ટેશનો સહિત વધુ ભીડ ધરાવતા વિસ્તારોમાં પણ તકેદારી વર્તવામાં આવી રહી છે. દુશ્મન દેશ વચ્ચે વધતા તણાવ વચ્ચે ગુરુવારે રાત્રે દિલ્હી પોલીસના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર
અન્ય અધિકારીનું કહેવું છે કે, 'ખાસ કરીને રાત્રે તકેદારી વધારી દેવામાં આવી છે. અમે દરેક સંવેદનશીલ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરી રહ્યા છીએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'તમામ વિસ્તારોના સ્પેશિયલ કમિશનરો સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે બેઠકો કરી રહ્યા છે.' એક પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે, "તમામ પોલીસ ડેપ્યુટી કમિશનરો પોતપોતાના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પર નજર રાખી રહ્યા છે. દિલ્હી પોલીસ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો --- IPL ની ચાલુ મેચ રદ્દ કરતા ઉત્તેજના, ચિંતીત ચીયર લીડરનો વીડિયો વાયરલ