Delhi પોલીસને મળી મોટી સફળતા, નકલી નોટોનું રેકેટ ઝડપાયું...
- Delhi પોલીસે નકલી નોટોના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ
- નકલી ભારતીય નોટો સાથે ચાર આરોપીઓની ધરપકડ
- આરોપીઓ પાસેથી 17,01,500 રૂપિયાની નકલી નોટો મળી
રાજધાનીમાં નકલી ચલણનું પ્રિન્ટિંગ અને સર્ક્યુલેશન અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ કેસમાં દિલ્હી (Delhi) પોલીસને મોટી સફળતા મળી છે. મોટી કાર્યવાહી કરતા પોલીસ ટીમે નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આઉટર નોર્થ ડિસ્ટ્રિક્ટના સ્પેશિયલ સ્ટાફની ટીમે નકલી ભારતીય ચલણી નોટો (FICN) ના પ્રિન્ટિંગ અને વિતરણમાં સામેલ એક આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે તેના ત્રણ સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી (Delhi) પોલીસને માહિતી મળી છે કે, નકલી નોટો છાપવાનું કામ ચાલી રહ્યું છે. આ અંગે તેઓએ સ્થળ પર દરોડો પાડી લાખો રૂપિયાની નકલી નોટો જપ્ત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી 17,01,500 રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો મળી આવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓના નામ વિકાસ ભારદ્વાજ, સત્યમ સિંહમ સચિન અને અનુરાગ શર્મા છે.
મુખ્ય આરોપી પાસે 399 નકલી નોટો મળી આવી...
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિકાસ ભારદ્વાજ પાસે 399 નકલી નોટો મળી આવી હતી, જેમાંથી 106 નોટોમાં સીરીયલ નંબર 9MN 689001, 103 નોટોમાં સીરીયલ નંબર 9MN 689002, 105 નોટોમાં સીરીયલ નંબર 9MN 689003 અને 85 નોટોના સીરીયલ નંબર 9MN 689004 રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : 4 વર્ષ પછી એકસાથે જોવા મળ્યા Rahul Gandhi-Jyotiraditya Scindia, અને પછી...
ત્રણ સાથીઓની પણ ધરપકડ...
દિલ્હી (Delhi) પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સત્યમ સિંહ અને સચિન પાસેથી 20,000 રૂપિયાની નકલી નોટો મળી આવી હતી, જ્યારે અનુરાગ શર્મા પાસેથી 2.4 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી A4 સાઈઝની શીટ્સના 2 બંડલ, 1 લેપટોપ, 1 કલર પ્રિન્ટર, 2 લેમિનેટર, 1 પેપર કટીંગ મશીન અને A4 સાઈઝના કાગળોના 9 બંડલ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો : Maharashtra Election માં 85% ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત, કોંગ્રેસ ટોચ પર
પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે...
પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહ્હી છે કે, આ આરોપીઓ નકલી નોટો છાપવાનું કેવી રીતે શીખ્યા અને તેઓ કોઈ મોટી ગેંગ કે નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ.
આ પણ વાંચો : શું બેલેટ પેપરથી દેશમાં થશે ચૂંટણી? અરજી અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો ખુબ મોટો આદેશ