ચૂંટણીના માહોલ વચ્ચે AAP નું ઝડપાયું મોટું Hawala Scam, Surat થી Delhi સુધી તાર, જાણો સમગ્ર મામલો
- AAP Hawala Scam: સુરત-દિલ્હી વચ્ચે ચાલતા મોટા હવાલા રેકેટનો પર્દાફાશ
- હિમાંશુ પાહુજા દિલ્હીથી આંગડિયા મારફતે લાખોનું બ્લેક ફંડ મોકલતો હતો
- સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી આ નાણાંના મુખ્ય સંચાલક હતા
AAP Hawala Scam: સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા એક મોટા "પોલિટિકલ હવાલા કૌભાંડ"નો પર્દાફાશ કરતાં ચકચાર મચી ગયો છે. તપાસમાં ગેરકાયદેસર નાણાકીય નેટવર્કનો ખુલાસો થયો છે જેણે છેલ્લા ચાર મહિનામાં આંગડિયા પેઢીઓ દ્વારા દિલ્હીથી સુરતમાં કથિત રીતે ₹1 કરોડથી વધુની લેવડ દેવડ કરી હોવાનું બહાર આવ્યું છે. હાલ આ કૌભાંડ મામલે તપાસ તેજ કરાઈ છે.
Hawala Scam અંગે સનસનાટીભર્યો ખુલાસો
મળતી જાણકારી અનુસાર આમ આદમી પાર્ટીના બે મહત્વના ઓપરેટિવ્સ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાજ્ય 'હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ' (Political Funding Syndicate) નો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. દિલ્હીના હિમાંશુ પાહુજા (Himanshu Pahuja) અને સુરતના આકાશ મિશ્રા (Akash Mishra) તથા અજય તિવારી (Ajay Tiwari) ની ત્રિપુટી દિલ્હી હાઈકમાન્ડ માટે નાણાકીય વ્યવહારોનું સુનિયોજિત નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
AAP Hawala Racket Surat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPનું હવાલા રેકેટ! | Gujarat First
ખુદને "કટ્ટર ઈમાનદાર" કહેતી પાર્ટીની સાચી હકીકત જોઈ લો!
હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ પર સકંજો
સુરત પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી
દિલ્હીથી સુરત મોકલાતા ફંડિગ અંગે મોટો ઘટસ્ફોટ… pic.twitter.com/Ixe4QJG4MF— Gujarat First (@GujaratFirst) April 19, 2026
હિમાંશુ પાહુજા: સિન્ડિકેટનો મુખ્ય હેન્ડલર
તપાસમાં બહાર આવ્યું છે કે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા, જે અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો, તે હાલમાં AAP ના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ મનાય છે. પાહુજા આ આખી ચેઈનમાં મુખ્ય 'ફાઇનાન્સર' (Financier) તરીકેની ભૂમિકા ભજવે છે. તેનું મુખ્ય કામ દિલ્હીથી સુરત સુધી નાણાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPનું હવાલા રેકેટ!
હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ પર સકંજો
સુરત પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી
દિલ્હીથી સુરત મોકલાતા ફંડિગ અંગે મોટો ઘટસ્ફોટ
દર મહિને લાખો રૂપિયાનું ફંડ મોકલવામાં આવતું હતુંHawala Racket of AAP in Local Body Elections! Surat… pic.twitter.com/QPyFQ4w7jW
— Gujarat First (@GujaratFirst) April 19, 2026
સુરતનું કનેક્શન અને આકાશ મિશ્રાની ભૂમિકા
બીજી તરફ સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રા, જે પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પૂર્વ પીએ (PA) રહી ચૂક્યો છે, તે અજય તિવારી સાથે મળીને આ નાણાં મેળવતો હતો. તેઓ સુરતમાં 'ફાઇનાન્સિયલ રિસીવર' (Financial Receiver) તરીકે કાર્યરત છે. હિમાંશુ પાહુજા દિલ્હી હાઈકમાન્ડ અને આ સુરત સિન્ડિકેટ વચ્ચેની કડી (Bridge) સમાન છે.
આંગડિયા મારફતે બ્લેક મનીનો ખેલ
તપાસમાં બહાર આવ્યું છે કે દિલ્હી હાઈકમાન્ડના આદેશથી હિમાંશુ પાહુજા દર મહિને 'આંગડિયા' (Angadia) મારફતે લાખો રૂપિયાનું બ્લેક ફંડ સુરત મોકલતો હતો. આ ગેરકાયદેસર (Illegal) નાણાંનો ઉપયોગ સુરતમાં સ્થાનિક સ્તરે પાર્ટીના પ્રચાર-પ્રસાર, ચૂંટણીલક્ષી ગતિવિધિઓ અને કાર્યકરોના નેટવર્કને મજબૂત કરવા માટે કરવામાં આવતો હતો.
તપાસનો રેલો મોટા નેતાઓ સુધી પહોંચવાની શક્યતા
પોલીસ અને ઇન્કમટેક્સ (Income Tax) વિભાગ હવે આ મામલે સક્રિય થયા છે. આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સંકળાયેલા સુરતના અનેક મોટા રાજકીય નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ (Interrogation) માટે બોલાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આગામી દિવસોમાં આ તપાસના તાર અનેક મોટા માથાઓ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ Dhandhuka Murder case: ધર્મેશ ગમારાની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરું કે બીજું કંઈ? SIT ની તપાસમાં થશે ખુલાસા


