Delhi Accident: ચાણક્યપુરી પાસે થારચાલકે બે લોકોને કચડ્યા, એકનું મોત, કારમાંથી દારુની બોટલ મળી
Delhi Accident: દિલ્હીના ચાણક્યપુરીમાં ભયાનક અકસ્માતમાં એકનું મોત. થાર ચાલકની અટકાયત કરવામાં આવી છે, ઘટનાસ્થળેથી દારૂની બોટલ મળતા તપાસ ચાલુ છે.
Advertisement
- દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે અકસ્માતની ઘટના (Delhi Accident)
- 11 મૂર્તિ રોડ પાસે થયો જોરદાર અકસ્માત
- થારચાલકે બેફામ રીતે બે લોકોને કચડી નાખ્યા
- એક વ્યક્તિનું ઘટના સ્થળે જ થયુ મોત
- સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી
- અકસ્માત સ્થળ પાસેથી દારુની બોટલ મળી આવી
Delhi Accident: રવિવારે સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં (Delhi Accident) 11 મૂર્તિ રોડ પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. એક થાર ગાડીના ડ્રાઈવરે બેફામ રીતે બે લોકોને કચડી નાખ્યા, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો. આ ઘટનાસ્થળ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર 2 કિલોમીટર દૂર છે. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

