પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી પત્ની, પકડાઇ તો હાથ-પગના નખ પણ ખેંચી લીધા
નવી દિલ્હી : લગ્નબાહ્ય સંબંધનો ખુબ જ કરૂણ અંજામ આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં ઉત્તર-પૂર્વી દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક ઘરમાં યુવક પોતાની પરણિત પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો હતો. જ્યાં પરણિતાના પતિએ બંન્નેને રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી લીધા હતા. ગુસ્સે ભરાયેલા પતિ અને આસપાસના લોકોએ 21 વર્ષના યુવકને ઢોર માર મારતા મોત નિપજ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના સોમવારે સવારની છે. જ્યારે પીડિત રિતિક વર્માને આરોપીની પત્ની સાથે કથિત રીતે અશોભનિય અવસ્થામાં ઝડપી લેવાયો હતો.
ડીસીપી (ઉત્તર પૂર્વ) રાકેશ પાવરિયાએ કહ્યું કે, સોમવારે સવારે આશરે 11 વાગ્યે જ્યારે યુવકને મહિલા સાથે તેના ઘરમાં ઝડપી લેવામાં આવ્યો તો તેનો પતિ ગુસ્સે ભરાયો અને પોતાની પત્ની અને રિતિક વર્માને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો : સરકારી અધિકારીઓને 30 મિનિટ ઉભા રહીને કામ કરવાની સજા, આ IAS ની થઇ રહી છે વાહવાહી
નખ પણ ઉખાડી લીધા
મૃતકના કાકા બંટીના અનુસાર આરોપીઓએ રિતિકને ખુબ જ ક્રુરતા પૂર્વક માર્યો હતો. તેમની ક્રૂરતા એટલી હતી કે, રિતિકના નખ પણ ઉખાડી લીધા હતા. તેને ખુબ જ ઢોર માર માર્યો હતો. તેના શરીરના દરેક હિસ્સામાં ઇજાના નિશાન છે.
બંન્નેને ખુબ જ ઢોર માર મારવામાં આવ્યો
આ અંગે એક પાડોશીએ જણાવ્યું કે, આરોપિએ રિતિક અને મહિલા સાથે માર પીટ કરી હતી. રિતિકને એકથી વધારે લોકો ઢોર માર મારી રહ્યા હતા. પાડોશીઓએ જણાવ્યું કે, રિતિક ટેમ્પો ચલાવતો હતો અને પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો.
આ પણ વાંચો : GPSC નાં ઉમેદવારો માટે મોટા સમાચાર, પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ભરવી પડશે આટલી ડિપોઝિટ ફી!
સારવાર દરમિયાન યુવકનું મોત
અગાઉ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તે પહેલા જ ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે ઘાયલ રિતિકનું સારવાર દરમિયાન રાત્રે 9 વાગ્યે મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Gujarat Police : ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!