Deodar : ST ડેપોમાં ડ્રાઇવરની LIVE આત્મહત્યા : ઇન્ચાર્જ અધિકારીના માનસિક ત્રાસથી ગટગટાવી ઝેરી દવા
- Deodar : ST ડેપોની ચકચાર કરતી ઘટના સામે
- ST ડેપોમાં ST બસના ડ્રાઇવરે ગટગટાવી ઝેરી દવા કર્યો આપઘાત નો પ્રયાસ
- ST બસના ડ્રાઈવરે વીડિયો બનાવી વીડીયોમા લાઇવ પી લીધી ઝેરી દવા
- દિયોદર ST ડેપોના ઇન્ચાર્જ અધિકારીના માનસીક ત્રાસમાં ગટગટાવી ઝેરી દવા
- ડેપોના હાજર લોકોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ST બસના ડ્રાઇવરને
- તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા ઝેરી દવા પી લેનાર ડ્રાઈવર સારવાર હેઠળ
- ઝેરી દવા પી લેનાર ડ્રાઈવર ભાઇરામ જોષી કિડની બીમારથી પીડીત
- સમગ્ર ઘટના મામલે પીડિતાના પરિવારને કરી દિયોદર પોલીસ જાણ
Deodar : વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા ST ડેપોમાં એક ડ્રાઇવરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ડેપોમાં કામ કરતા ભાઇરામ જોષીએ ડેપોના ઇન્ચાર્જ અધિકારીના કથિત માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટના ડેપોમાં દિવસની રજૂઆત દરમિયાન બની અને જોષીએ આ પહેલા તેનો વીડિયો બનાવીને લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું, જેમાં તેણે ત્રાસના કારણો જણાવ્યા હતા.
મળી રહેલી માહિતી અનુસાર, દિયોદર એસટી ડેપોમાં જ એસટી બસના ડ્રાઈવરે એક વીડિયો લાઈવ કરીને તેની સામે જ લાઈવ આત્મહત્યાની કોશિશ કરી છે. જોકે, ડેપોમાં હાજર લોકોએ એસટી ડ્રાઈવરને તાત્કાલિક સારવારે અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલમાં ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો- Stormy Rain : ગીરસોમનાથનું એક ગામ સંપર્ક વિહોણું, અમરેલીના રાજુલા-જાફરાબાદ-ખાંભામાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ
ડેપો ઇન્ચાર્જ અધિકારી સાથેના વિવાદમાં માનસિક તણાવના કારણે તેમને આત્મહત્યા કરવાની વાત પોતાના વીડિયોમાં કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને તેમાં તેઓ એસટી ઈન્ચાર્જ પર માનસિક ત્રાસ કરતા હોવાનો આરોપ મૂકીને બસ ડેપોમાં જ ઝેરી દવા ગટગટાવી જાય છે.
હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ થઈ અને તેમની સ્થિતિ ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે. આ સાથે જ એવી માહિતી પાણ મળી રહી છે કે, જોષીભાઈ પોતે પણ કિડનીના દર્દી પણ છે. આ ઘટના ST વિભાગમાં કર્મચારીઓના માનસિક તણાવ અને કાર્યસ્થળીય તણાવનો મુદ્દાને ઉજાગર કર્યો છે. ST વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, "ઘટનાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને કર્મચારીઓના માનસિક આરોગ્ય માટે કાઉન્સલિંગની વ્યવસ્થા કરીશું."
આ ઘટનાને લઈને દિયોદર પોલીસને જાણકારી આપવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. યોગ્ય તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં ડોક્ટરો એસટી ડ્રાઈવરનો જીવ બચાવવા માટે કોશિશ કરી રહ્યાં છે.
આ પણ વાંચો-Rajkot : રંગીલા રાજકોટમાં મહિલાનાં કારણે બે કુખ્યાત ગેંગ વચ્ચે ગેંગવોર? ફાયરિંગ કેસમાં 7 ની ધરપકડ


