ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં 31 વિભાગો છતાં 58 ટકા RTI અરજી શહેરી વિકાસ, ગૃહ અને મહેસૂલમાં થઈ, માહિતી નહીં આપનારાઓ પાસેથી 1.07 કરોડનો દંડ વસૂલાયો

RTI કાયદાનો ફાયદો લેનારા અને તેનો ગેરફાયદો લેનારા છે. સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકારી આપતો આ કાયદો ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ સરકારના કેટલાંક વિભાગો આજે પણ માહિતી છુપાવવામાં રચ્યા પચ્યાં છે. માહિતી અધિકાર ગુજરાત પહેલસંસ્થાએ ગુજરાતમાં બે દસકા દરમિયાન થયેલી આરટીઆઈ અને આયોગે કરેલી કાર્યવાહીની વિસ્તૃત માહિતી જાહેર કરી છે.
04:40 PM Oct 12, 2025 IST | Bankim Patel
RTI કાયદાનો ફાયદો લેનારા અને તેનો ગેરફાયદો લેનારા છે. સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકારી આપતો આ કાયદો ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ સરકારના કેટલાંક વિભાગો આજે પણ માહિતી છુપાવવામાં રચ્યા પચ્યાં છે. માહિતી અધિકાર ગુજરાત પહેલસંસ્થાએ ગુજરાતમાં બે દસકા દરમિયાન થયેલી આરટીઆઈ અને આયોગે કરેલી કાર્યવાહીની વિસ્તૃત માહિતી જાહેર કરી છે.
Right_to_Information_act_2005_completed_20_years_despite_31_department_in_Gujarat_highest_RTI_in_Urben_development_Home_department_and_Revenue_Gujarat_First

Right to Information એટલે કે, માહિતી અધિકારી, આજે આ કાયદાને 20 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. આ કાયદાનો જેટલો ફાયદો છે તેટલો જ તેનો દુરઉપયોગ પણ થઈ રહ્યો છે. સત્તાને પ્રશ્ન પૂછવાનો અધિકારી આપતો આ કાયદો સરકારના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે. ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવવા માટે પણ આની મહત્વની ભૂમિકા છે. માહિતી અધિકાર ગુજરાત પહેલ (Mahiti Adhikar Gujarat Pahel) સંસ્થાએ ગુજરાતમાં બે દસકા દરમિયાન કેટલી આરટીઆઈ (RTI) થઈ, કેટલી અપીલ/ફરિયાદ થઈ અને હાલમાં કેટલાં કેસ પડતર છે ? તેની વિગતો જાહેર કરી છે.

21.29 લાખ RTI અરજીઓ, 58 ટકા ત્રણ વિભાગમાં

ગુજરાત સરકાર (Government of Gujarat) માં કુલ 31 વિભાગો આવેલાં છે. વર્ષ 2005ની તારીખ 14 મેના રોજ રાજ્ય માહિતી આયોગની રચના થઈ હતી. છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં થયેલી RTI Application નો આંકડો 21 લાખ 29 હજાર 614 છે. બે દસકામાં સૌથી વધુ આરટીઆઈ શહેરી વિકાસ વિભાગ (Urban Development Department Gujarat) માં 5 લાખ 63 હજાર 473 થઈ છે. બીજા ક્રમે રાજ્ય ગૃહ વિભાગ (Home Department Gujarat) માં થયેલી અરજીની સંખ્યા 4 લાખ 20 હજાર 430 છે. જ્યારે ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં 2 લાખ 59 હજાર 639 આરટીઆઈ થઈ છે. વર્ષ 24-25માં સૌથી વધુ ગૃહ વિભાગમાં 35,276, બીજા ક્રમે મહેસૂલમાં 35,039 અને શહેરી વિકાસમાં 30,509 અરજી થઈ છે.

RTI ના ભંગ માટે કરોડથી વધુનો દંડ વસૂલાયો

રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવતી RTI ની મોટાભાગની અરજીઓનો પ્રત્યુત્તર આપવામાં આવે છે. ભ્રષ્ટાચાર જાહેર થાય અથવા તો અધિકારીની સંડોવણી સામે આવે તેવા કિસ્સાઓ આરટીઆઈની માહિતી પ્રથમ અરજીમાં મળતી નથી અથવા ખોટી આપે છે. આ માહિતી મેળવા અપીલ કરવી પડે છે. અપીલમાં પણ માહિતી નહીં આપવાના પેંતરા રચાતા હોવાથી રાજ્ય માહિતી આયોગ (State Information Commission) સુધી મામલો પહોંચે છે. માહિતી આયોગે બે દસકામાં 1284 અધિકારી/કર્મચારીઓને 1 કરોડ 14 લાખ 91 હજાર 600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે પૈકી 1 કરોડ 7 લાખ 81 હજાર 850 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આયોગ પાસે સત્તા નથી, માત્ર ભલામણ કરી શકે છે

બે દસકામાં થયેલી 21.29 લાખથી વધુ RTI ની સામે 1 લાખ 37 હજાર 350 અપીલ/ફરિયાદ આયોગ સુધી પહોંચી છે. હાલમાં આયોગ પાસે 1248 કેસ પડતર છે. એટલે કે, લગભગ 3 મહિનામાં બીજી અપીલની સુનાવણી થાય છે. 20 વર્ષમાં આયોગે 74 અધિકારી/કર્મચારી સામે શિસ્તભંગના પગલા લેવા જે-તે વિભાગને ભલામણ કરી છે, પરંતુ તે મામલે શું કાર્યવાહી થઈ છે તેની માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાત માહિતી આયોગમાં છેલ્લાં 20 વર્ષમાં 22 આયુક્તની નિમણૂક થઈ છે. જેમાં સરકારી અધિકારી, નિવૃત્ત IAS અને નિવૃત્ત જજ રહી ચૂક્યાં છે. અત્રે નોંધનીય છે કે, પત્રકાર, સામાજિક કાર્યકર્તા કે અન્ય ક્ષેત્રમાંથી કોઈને પણ આજદીન સુધી સરકારે માહિતી કમિશનર તરીકે નિમણૂક આપી નથી.

બે વિવાદસ્પદ વિભાગોની વેબસાઈટ ચર્ચામાં

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (Food and Civil Supplies Department) તેમજ ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગની સરકારી વેબસાઈટ ચર્ચામાં છે. આ બંને વિભાગોમાં થતા વ્યાપક ગોટાળા અને ભ્રષ્ટાચાર સમયાંતરે મીડિયામાં ચમકતા રહે છે. અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ખુલતી નથી. આરટીઆઈ લિન્ક છે, પરંતુ સક્રિય જાહેરાત, વેબસાઈટ અપડેટની તારીખ અને બજેટ જોવા મળતું નથી. જ્યારે Industry and Mines Department Gujarat ની વેબસાઈટ પર આરટીઆઈ લિન્ક છે, પણ ખુલતી નથી અને સક્રિય જાહેરાત તેમજ બજેટની માહિતી ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો- Gujarat : પૂર્વ IPS કુલદીપ શર્મા પર કસાયો કાયદાનો ગાળિયો, એરેસ્ટ વોરંટ બાદ લૂકઆઉટ નોટિસ

Tags :
Bankim PatelFood and Civil Supplies DepartmentGovernment Of GujaratGujarat FirstHome Department GujaratIndustry and Mines Department GujaratMahiti Adhikar Gujarat PahelRevenue Department GujaratRight to InformationRTI ApplicationState Information CommissionUrban Development Department Gujarat
Next Article