Dev Diwali 2024 : અંબાજી અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર, કિંજલ દવેએ મા અંબાનાં દર્શન કર્યા
- Dev Diwali 2024 નિમિત્તે અંબાજી-શામળાજી મંદિરે ભક્તોની ભારે ભીડ
- સિંગર કિંજલ દવેએ મા અંબાનાં દર્શન કરી આશીર્વાદ લીધા
- શામળાજીનાં મેળાનો આજે છેલ્લો દિવસ, લાખોની સંખ્યામાં ભક્તો પહોંચશે
Dev Diwali 2024 : આજે ગુજરાત સહિત દેશભરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામ અંબાજી (Ambaji) અને શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અંબાજીમાં શક્તિ દ્વારથી જ ભક્તોની લાંબી લાઈન જોવા મળી છે. જ્યારે, સિંગર કિંજલ દવે (Kinjal Dave) પણ પરિવાર સાથે મા અંબાનાં દર્શન કરવા માટે આવી હતી. જ્યારે, શામળાજીમાં આજે મેળાનો છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા છે.
આ પણ વાંચો - Dev Deepawali:દેવ દિવાળીની દિવસે ભગવાન શિવનો વિશેષ મહિમા..
અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, સિંગર કિંજલ દવે પરિવાર સાથે પહોંચી
આજે કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળી (Dev Diwali 2024) નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં (Ambaji) શક્તિ દ્વારથી ભક્તોની લાંબી લાઈન જોવા મળી છે. દેવ દિવાળી નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલ અને લાઇટોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જ્યારે, ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે (Kinjal Dave) પણ પોતાના પરિવાર સાથે મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. મંદિરનાં મહારાજ દ્વારા આશીર્વાદ અને ચુંદડી આપવામાં આવી હતી.
આ પણ વાંચો - Hinduism : તુલસીવિવાહની કથામાં ભારતીય દર્શનની કેવી સુંદરતા છે !
શામળાજીનાં મેળાનો આજે છેલ્લો દિવસ, લાખોની સંખ્યામાં ભક્તો પહોંચશે
બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં (Shamlaji) પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે શામળિયાનાં દર્શને હજારો ભક્તો ઊમટયા છે. આજે શામળાજીનાં મેળાનો છે છેલ્લો દિવસ હોવાથી દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો શામળિયાનાં દર્શન કરવા માટે આવવાના છે. આથી, સ્થાનિક તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ મુશ્કેલી વગર સરળ રીતે દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઈએ કે, દર વર્ષે કારતક સુદ ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્ય સહિત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.
આ પણ વાંચો - Surya Gochar : શનિનાં નક્ષત્રમાં સૂર્ય ગોચર,આ 3 રાશિનાં જાતકો રહો સાવધાન!