ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Taiwan : જોરદાર ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2 માપવામાં આવી, સુનામીની ચેતવણી...

તાઈવાન (Taiwan)ની રાજધાની તાઈપેઈ બુધવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 હતી. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ...
07:30 AM Apr 03, 2024 IST | Dhruv Parmar
તાઈવાન (Taiwan)ની રાજધાની તાઈપેઈ બુધવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 હતી. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ...

તાઈવાન (Taiwan)ની રાજધાની તાઈપેઈ બુધવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 હતી. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના પછી જાપાનના બે ટાપુઓ પર સુનામી આવી.

તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં ઈમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાની જેમ ઢળી પડે છે. તાઈવાનમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં પાંચ માળની ઈમારત પડતા પડતા બચી ગઈ છે અને આખી નમી ગઈ છે.

ભૂકંપના કારણે અનેક શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. અનેક લોકો ઈમારતોમાં ફસાયા હોવાની આશંકા છે. તાઈવાન (Taiwan)અને જાપાનમાં સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ...

તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જાપાનનું કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સુનામીમાં દરિયાઈ મોજા ત્રણ મીટર સુધી ઊંચા ઉછળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Istanbul Nightclub Fire: નાઈટ ક્લબમાં આગ લાગતા 29 લોકો ભડથું, 7 લોકોની હાલત અતિગંભીર

આ પણ વાંચો : TWA Boeing 727 Story: ઈ. સ. 1986 ના ઈતિહાસ પાનાઓ એથેન્સના આકાશમાંથી આંસુથી લખાયા

આ પણ વાંચો : PM Benjamin Netanyahu: ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ Al Jazeera પર લગાવી રોક અને ગણાવી આતંકવાદી ચેનલ

Tags :
Earthquake hits near Taiwanearthquake newsJapan tsunami alertTaiwan BhukampTaiwan tremorsworld
Next Article