Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા PGVCL સ્ટોરમાંથી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોનો મુદ્દામાલ રિકવર
- Devbhoomi Dwarka: ખંભાળિયા પોલીસની કામગીરી
- PGVCL ના સ્ટોરમાંથી લાખોના વાયર ચોરનાર ગેંગ ઝબ્બે,
- લાલપુરના ભંગારના વાડામાંથી 5 શખ્સો ઝડપાયા
- દેવભૂમિ દ્વારકા પોલીસે ઉકેલ્યો PGVCL સ્ટોર ચોરીનો ભેદ
- કુલ 11.88 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ની વિભાગીય કચેરીના સ્ટોરરૂમમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ખંભાળિયા પોલીસે (Khambhalia Police) ટેકનિકલ એનાલિસિસ અને સચોટ બાતમીના આધારે લાલપુર પંથકમાંથી ચોરીના મુદ્દામાલ સાથે પાંચ રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ સરકારી મિલકતને નિશાન બનાવી લાખો રૂપિયાના એલ્યુમિનિયમ વાયરની તસ્કરી કરી હતી, જેના કારણે વીજ કંપનીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
Devbhoomi Dwarka: નર્સિંગ સ્કૂલ પાસેના સ્ટોરરૂમમાં તસ્કરોએ માર્યો હતો હાથ
ચોરીની આ ઘટના ખંભાળિયામાં નર્સિંગ સ્કૂલ નજીક આવેલા વીજ કંપનીના સ્ટોરરૂમમાં (Store Room) બની હતી. ગત તારીખ 9 થી 18 દરમિયાન અજાણ્યા તસ્કરોએ આ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. વીજ કંપની દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી એકત્રિત કરવામાં આવેલા એલ્યુમિનિયમના જૂના વાયર (Aluminum Wire) એટલે કે કંડક્ટરના ગુંચડાઓ અહીં રાખવામાં આવ્યા હતા. તસ્કરોએ તકનો લાભ ઉઠાવી ૧૨ જેટલા મોટા ગુંચડાઓની ચોરી કરી હતી. આશરે 3700 કિલો વજન ધરાવતા આ વાયરની બજાર કિંમત રૂ. 7 લાખ 77 હજાર જેટલી આંકવામાં આવી હતી. આ મામલે વીજ કંપનીના કર્મચારી યતીશભાઈ શિંગાળાએ ફરિયાદ (Complaint) નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
Devbhoomi Dwarka: લાલપુર પંથકમાં ઓપરેશન- 5 આરોપીની ધરપકડ
ઘટનાની ગંભીરતાને જોતા દેવભૂમિ દ્વારકા DYSP વિસ્મય માનસેતાના (DYSP Vismay Manseta) માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ (Surveillance) અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસને કડી મળી હતી કે ચોરીનો માલ જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં છુપાવવામાં આવ્યો છે. પોલીસે લાલપુરમાં આવેલા એક ભંગારના વાડામાં (Scrap Yard) દરોડો પાડીને ચોરાયેલા એલ્યુમિનિયમ વાયર શોધી કાઢ્યા હતા. આ કેસમાં પોલીસે અશોક કણઝારિયા, ધર્મેન્દ્ર મકવાણા, તાલબ સંઘાર, પીન્ટુ કાંજ અને સની ચુડાસમા નામના પાંચ શખ્સોની ધરપકડ (Arrest) કરી છે, જેમાંથી કેટલાક ખંભાળિયા અને કેટલાક લાલપુરના રહેવાસી છે.
આ પણ વાંચો---- Impact of the Iran-Israel War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ફાર્મા સેક્ટર પર સંકટ, ભાવમાં ધરખમ વધારાની શક્યતા
Devbhoomi Dwarka: 11.88 લાખનો મુદ્દામાલ જપ્ત અને વધુ તપાસ
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી માત્ર ચોરાયેલા વાયર જ નહીં, પરંતુ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ (Motorcycle) અને મોબાઈલ ફોન (Mobile Phone) સહિત કુલ રૂ. 11 લાખ 88 હજાર 350નો મુદ્દામાલ કબજે (Seized) કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગમાં મજૂરી અને ડ્રાઈવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સામેલ છે, જેમણે રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો. હાલમાં દેવભૂમિ દ્વારકા પોલીસ આ ગેંગ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંકળાયેલી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ (Investigation) ચલાવી રહી છે.
Devbhoomi Dwarka: ઝડપાયેલા આરોપીઓ
- અશોકભાઈ મોહનભાઈ કણઝારિયા (ઉંમર 42 વર્ષ)- તે મજૂરી કામ (Manual Labor) કરે છે, જામનગર જિલ્લાના લાલપુર (Lalpur) ખાતે 66 કે.વી. આશાબા પીરની દરગાહ પાસે રહે છે.
- ધર્મેન્દ્રભાઈ લાભુભાઈ મકવાણા (ઉંમર 26 વર્ષ)- તે વ્યવસાયે ડ્રાઈવિંગ (Driving) કરે છે, તે પણ લાલપુરમાં 66 કે.વી. આશાબા પીરની દરગાહ પાસેના વિસ્તારમાં રહે છે.
- તાલબ ઉર્ફે તાલબો કરીમાભાઈ સંઘાર (ઉંમર ૨29 વર્ષ)- મજૂરી કામ કરે છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા (Khambhalia) શહેરમાં અજમેર પીર ટેકરી વિસ્તારમાં રહે છે.
- પીન્ટુ ભીખાભાઈ કાંજ (ઉંમર 30 વર્ષ)- તે પણ મજૂરી કામ સાથે સંકળાયેલો છે, ખંભાળિયાના મિલન ચાર રસ્તા (Milan Char Rasta) વિસ્તારનો રહેવાસી છે.
- સની બાબુભાઈ ચુડાસમા (ઉંમર 28 વર્ષ)- તે પણ મજૂરી કામ કરે છે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડબાસણ ગામના (Dabasan Village) વતની છે.
આ પણ વાંચો---- Surat Impostor Baba: નકલી નોટના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ 'મહારાજ' પ્રદીપ જોટાંગીયા , સુરતના આશ્રમને લાગ્યા કાયમી તાળા!


