ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambaji : નડીઆદથી ભક્તો માતાજીની ચાંદીની મૂર્તિ સોનાના શણગારમાં ચાંદીના દંડા સાથે આવ્યા

અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમા આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.હાલમા અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો...
01:04 PM Sep 24, 2023 IST | Vipul Pandya
અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમા આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.હાલમા અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો...
અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમા આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.હાલમા અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે દૂર દૂરથી માતાજીના ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને અંબાજી ખાતે હાલમાં ભાદરવી મહાકુંભનો બીજો દિવસ છે ત્યારે ભક્તો માતાજીના મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચી ગયા છે. દેવસ્થાન ટ્રસ્ટ તરફથી માઈ ભક્તોને તકલીફ ન પડે તે માટે 29 અલગ અલગ કમિટી બનાવવામાં આવી છે.આજે અંબાજી મંદિર ખાતે નડિયાદ વિસ્તારના ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા લઈને આવ્યા હતા.
માતાજીની ચાંદીની મૂર્તિ સોનાના શણગાર સાથે લઈને આવીએ છીએ અને ધજાનો ડંડો પણ ચાંદીનો હોય છે
નડીયાદથી આવેલા ભક્તોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 27 વર્ષથી નડિયાદથી પગપાળા ચાલતા ચાલતા માતાજીના સ્મરણ કરીને અંબાજી ખાતે આવીએ છીએ અને અમે છ થી સાત દિવસમાં અંબાજી પહોંચી જઈએ છીએ. અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા સંઘમાં તમામ ભક્તો જઈએ છીએ. અમારા સંઘમાં 70 થી 80 લોકો હોય છે અને અમે દર વર્ષે માતાજીની ચાંદીની મૂર્તિ સોનાના શણગાર સાથે લઈને આવીએ છીએ અને ધજાનો ડંડો પણ ચાંદીનો હોય છે અને મંદીર પર શિખર ધજા ચઢાવીને પરત જઈએ છીએ.
અનોખી પરંપરા 
 સંઘના આગેવાન લોકેશ ભગતે જણાવ્યું હતું કે અમે છેલ્લા 27 વર્ષથી  ધજા લઈને સંઘમાં નડિયાદથી પગપાળા અંબાજી આવીએ છીએ. અમારા સંઘના મુખ્ય આયોજક વિક્રમ ભાઇ દેસાઇ છે અને અમે ચાંદીની મૂર્તિ સોનાના શણગાર સાથે લાવીએ છીએ. માતાજીના શિખર ઉપર ધજા અર્પણ કરીને પરત ઘરે જઈએ છીએ અને અમે આગળ પણ આ પરંપરા ચાલુ રાખીશું.
આ પણ વાંચો-----JETPUR : ભૂગર્ભમાં પ્રદૂષિત પાણી ઉતારતા કોઈ પકડાશે તો રૂ. 25 લાખનો દંડ ફટકારાશે 
Tags :
AmbajiBhadravi MelaBhadravi PoonamMataji
Next Article