Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AIR INDIA પર DGCA ની આકરી કાર્યવાહી, ત્રણ અધિકારીઓને હટાવવા આદેશ

AIR INDIA : લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ કર્યાના થોડા જ મિનિટોમાં ક્રેશ થયાના થોડા દિવસો બાદ આ આદેશ આપવામાં આવ્યો
air india પર dgca ની આકરી કાર્યવાહી  ત્રણ અધિકારીઓને હટાવવા આદેશ
Advertisement
  • એર ઇન્ડિયાના બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહીથી ફફડાટ
  • ડીજીસીએ એ દ્વારા ત્રણ સિનિયર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો
  • તમામ સામે આંતરિક તપાસ કરીને 10 દિવસમાં રિપોર્ટ સોંપવા જણાવ્યું

AIR INDIA : નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ શનિવારે એર ઇન્ડિયા (AIR INDIA) સામે કડક વલણ અપનાવ્યું છે. અને તેના ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ સિનિયર અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘનને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

જવાબદારીમાંથી તાત્કાલિક દૂર કરવા જોઈએ

પ્રોટોકોલ ઉલ્લંઘનમાં જવાબદાર ઠેરવવામાં આવેલા અધિકારીઓમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઈસ પ્રેસિડેન્ટ), પિંકી મિત્તલ (ચીફ મેનેજર - ક્રૂ શેડ્યુલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યુલિંગ - પ્લાનિંગ) નો સમાવેશ થાય છે. ડીજીસીએએ સ્પષ્ટતા કરી કે આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગની જવાબદારીમાંથી તાત્કાલિક દૂર કરવા જોઈએ.

Advertisement

મોનિટરિંગ સિસ્ટમમાં ગંભીર છબરડા

ડીજીસીએ દ્વારા 20 જૂનના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, આ અધિકારીઓની અનેક ગંભીર ભૂલો સામે આવી છે, જેમાં ક્રૂની અનધિકૃત અને અનિયમિત તૈનાતી, લાઇસન્સિંગ અને ક્રૂ માટે આરામના નિયમોનું ઉલ્લંઘન અને મોનિટરિંગ સિસ્ટમમાં ગંભીર છબરડાઓનો સમાવેશ થાય છે.

Advertisement

પ્લેન ક્રેશમાં 270 થી વધુ લોકોના મોત નીપજ્યા

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ કર્યાના થોડા જ મિનિટોમાં ક્રેશ થયાના થોડા દિવસો બાદ આ આદેશ આપવામાં આવ્યો છે, તે પ્લેન ક્રેશમાં 270 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં ફક્ત વિમાનમાં સવાર લોકો જ નહીં, તે સિવાયના પણ ઘણા લોકો પણ સામેલ હતા.

આંતરિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું

ડીજીસીએએ નિર્દેશ આપ્યો કે, એર ઇન્ડિયાએ તાત્કાલિક આ અધિકારીઓને તેમની ફરજ પરથી દૂર કરવા જોઈએ. ઉપરાંત, એર ઇન્ડિયાને આ અધિકારીઓ સામે આંતરિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા અને સાથે જ 10 દિવસની અંદર DGCA ને તેનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આગામી સૂચના સુધી કોઇ જવાબદારી નહીં સોંપાય

ડીજીસીએના આદેશમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, આગામી સૂચના સુધી, તેમને ફ્લાઇટની સલામતી અને ક્રૂ મેનેજમેન્ટ પર સીધી અસર કરતી કોઈપણ જવાબદારી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો ---INTERNATIONAL YOGA DAY : દિલ્હીથી લઇને ન્યુયોર્ક સુધી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી

Tags :
Advertisement

.

×