DGP સામે બાંયો ચઢાવનારા વહીવટદારો Nirlipt Rai સામે ઘૂંટણિયે કેમ પડ્યા ?
DGP : પોલીસ વિભાગમાં વહીવટદારો સમયાંતરે કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં આવતા રહે છે. જો કે, આ વખતે Gujarat Police માં દાખલો બેસે તેવી કાર્યવાહી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) કરી છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દળના 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા ટ્રાન્સફર બાદ ત્રણ પોલીસ કર્મીએ ગુજરાત હાઇકોર્ટ (High Court Gujarat) ના દ્વાર ખખડાવ્યા હતા. સમગ્ર મામલાની તપાસ કરી રહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) વહીવટદારો પાસે માંગેલી માહિતીથી પરસેવો છૂટી ગયો હતો. બદલીના મુદ્દે હાઇકોર્ટ ગયેલા પોલીસ કર્મચારીઓએ પોતાની અરજી પરત ખેંચી છે.
DGP Gujarat એ કરી હતી 13 પોલીસ કર્મીની બદલી
ગુજરાત રાજ્યના પોલીસ વડા (Gujarat HoPF) વિકાસ સહાયે મહિના અગાઉ અમદાવાદના 13 પોલીસવાળાઓની જિલ્લા ટ્રાન્સફર કરી હતી. જિલ્લા ટ્રાન્સફર કરાયેલા કૉન્સ્ટેબલથી લઈને એએસઆઈ સુધીના પોલીસ કર્મચારીઓ સામે કોઈને કોઈ આરોપ લાગેલા હતા. મોટાભાગના પોલીસ કર્મચારીઓ અધિકારીઓનો વહીવટ કરતા હતા. તો કેટલાંક પોલીસવાળા વિદેશી દારૂ ભરેલી ગાડીઓ લૂંટવાના ધંધામાં સામેલ હતા. ત્રણેક પોલીસવાળાના કારનામા તો રીઢા ગુનેગારોને શરમાવે તેવા હતા.
Police વહીવટદારોની વાટ લાગી ગઈ
જિલ્લા બદલીના મુદ્દે 3 પોલીસ કર્મચારીએ DGPના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
DGP વિકાસ સહાયે મામલો Nirlipt Rai ને સોંપતા પોલીસ કર્મચારીઓની સંપતિ, નાના-મોટા આર્થિક વ્યવહારો સહિતની માહિતી માગી.
હાઇકોર્ટમાં અરજી કરનારા પોલીસ કર્મચારીઓએ પિટિશન પાછી…— Gujarat First (@GujaratFirst) December 23, 2024
બદલી રોકાવવા પ્રયાસ અને ખેલ પણ થયા
DGP વિકાસ સહાયે એક સાથે અમદાવાદના 13 પોલીસવાળાની જિલ્લા ટ્રાન્સફર કરતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. બદલી પામેલા પોલીસ કર્મચારીઓ પૈકી કેટલાંક બદમાશ પોલીસવાળાઓને પહેલેથી જ અણસાર આવી ગયો હતો. કેટલાંક પોલીસવાળાએ જિલ્લા ટ્રાન્સફર રોકાવવા ભારે પ્રયાસ કર્યા હતા. એક પોલીસ કર્મચારીનો હોદ્દો અને નામ બદલી દેવામાં ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) ની એક એજન્સીના પીએસઆઈએ ખેલ કર્યો હતો. જો કે, પાછળથી જે-તે પોલીસ કર્મચારીને બદલીનો હુકમ પકડાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -ગુજરાત ફર્સ્ટના Operation Asurના પડઘા બાદ કાર્યવાહી, શરાબના સોદાગરો સામે FIR દાખલ
જિલ્લા બદલી થતાં પોલીસવાળા હાઇકોર્ટમાં ગયા
જિલ્લા બદલી થતાં કેટલાંક વહીવટદારોનો DGP Vikas Sahay એ 'ગરાસ લૂંટાયો' હોય તેવો માહોલ ઉભો કર્યો હતો. 13 પૈકી ત્રણ પોલીસ કર્મચારી હે.કૉ. કેયુર ધીરૂભાઇ બારોટ, હે.કૉ. સિરાજ રજાકભાઇ મન્સુરી અને પો.કૉ. સમીઉલ્લા યાવરમિંયા ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં બદલીના વિરોધમાં અરજીઓ કરી હતી. આ મામલે High Court એ રાજ્ય પોલીસ વડા સામે નોટિસ કાઢી હતી.
આ પણ વાંચો -સરકારી શાળાનાં Teacher ના લાખો-કરોડોના હવાલા અને સંપત્તિની થશે તપાસ
Nirlipt Rai એ માહિતી માગતા વહીવટદારો દોડતા થઈ ગયા
અમદાવાદમાંથી એક સાથે 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા ટ્રાન્સફર બાદ મામલો હાઇકોર્ટમાં જતા DGP વિકાસ સહાય હરકતમાં આવ્યા હતા. વિકાસ સહાયે આ મામલે SMC DIG નિર્લિપ્ત રાયને તપાસ સોંપી જિલ્લા બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારીઓની મિલકતની માહિતી મેળવવા આદેશ કર્યો હતો. Nirlipt Rai એ 13 પોલીસ કર્મચારીઓ પાસે નીચે જણાવ્યાનુસાર માહિતી માગી છે.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોએ વિદેશ પ્રવાસ કર્યો હોય તો તેની સંપૂર્ણ માહિતી.
- પોલીસ કર્મચારી અને તેમના માતા-પિતા, પત્ની અને બાળકોના નામે આવેલી રહેણાંક-કોર્મશિયલ સ્થાવર મિલકતોના વેચાણ કરાર.
- પોલીસ કર્મચારી અને તેમના માતા-પિતા, પત્ની અને બાળકો માટે વસાવેલા કસરતના સાધનોની માહિતી.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યો માટે વસાવેલી મ્યુઝીક સિસ્ટમ, હોમ થિએટર, કૉમ્પ્યુટર, લેપટૉપ, ટેબ્લેટ, મોબાઈલ ફોન અને અન્ય ગેઝેટની ખરીદ તારીખ અને બીલની નકલ.
- પોલીસ કર્મચારીના ઘરમાં વસાવાયેલું ફર્નિચર, TV, વોશીંગ મશીન, AC તથા રેફ્રિજરેટર હોય તો તેની સંપૂર્ણ માહિતી.
- પોલીસ કર્મચારીના પરિવારના સભ્યોનું સરકારી બેંકમાં PPF Account હોય તો ચાલુ વર્ષનું સ્ટેટમેન્ટ.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે ક્રેડિટ કાર્ડ હોય તો ચાલુ વર્ષનું સ્ટેટમેન્ટ.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે સરકારી-સહકારી કે ખાનગી બેંકમાં લૉકર હોય તો તેની માહિતી.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે ખરીદવામાં આવેલા સોના-ચાંદી સહિતના દાગીનાના બિલો.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોનો મેડીક્લેમ અને કોઈ કલબની મેમ્બરશિપ હોય તો તેની માહિતી.