ક્રાઇમ કોન્ફરન્સમાં DGP VIKAS સહાયનું મોટું નિવેદન : આપ્યા નિવૃત્તિના સંકેત! કહ્યું "હવે ક્યારે મળીશું ખબર નથી"
- DGP VIKAS સહાયના નિવેદનથી ચર્ચા : ક્રાઇમ કોન્ફરન્સમાં નિવૃત્તિના સંકેત, કહ્યું "હવે ક્યારે મળીશું- ખબર નથી"
- ગુજરાત DGP વિકાસ સહાયની નિવૃત્તિ નજીક : કોન્ફરન્સમાં આભાર અને સફળતાની વાત કરી
- ક્રાઇમ કોન્ફરન્સ સમાપ્ત : DGP વિકાસ સહાયે અધિકારીઓનો માન્યો આભાર, નિવૃત્તિ પર આપ્યા સંકેત
- "બે દિવસની કોન્ફરન્સ સારી રહી" : DGP વિકાસ સહાયનું મોટું નિવેદન, નિવૃત્તિના સંકેત વાયરલ
- ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની નિવૃત્તિ પહેલા કોન્ફરન્સમાં ભાવુક નિવેદન, આભાર વ્યક્ત કર્યો
DGP VIKAS સહાયના નિવેદનથી ચર્ચા : ગુજરાત પોલીસ વિભાગની બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સના સમાપન સમારોહમાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાની નિવૃત્તિના સંકેત આપતા કહ્યું કે, "હવે ક્યારે મળીશું તેની ખબર નથી." આ નિવેદનથી પોલીસ વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બની શકે છે, કારણ કે DGP વિકાસ સહાયની સર્વિસ એક્સ્ટેન્શન આ વર્ષના અંતે પૂર્ણ થઈ રહી છે. તેમણે કોન્ફરન્સને સફળ ગણાવી અને ઉપસ્થિત તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો.
વિકાસ સહાયનું ટૂંકું સંબોધન
તે ઉપરાંત ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયે પોતાના એકદમ ટૂંકા સંબોધનમાં ત્રણ ભાષાઓનો ઉપયોગ કર્યો હતો. સૌથી પહેલા તેમણે સરકાર અને તેમના સાથી અધિકારીઓને પોતાને આપવામાં આવેલી તક માટે આભાર માન્યો હતો. તે ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, આ ક્રાઈમ કોન્ફ્રન્સમાં બે દિવસની ક્રાઈમ કોન્ફ્રન્સમાં આપણે જે કંઈ પણ શિખ્યા છીએ તેનું ભવિષ્યમાં પોતાના એકમમાં ચોક્કસ ઇમ્પિલિમેન્ટ કરશો, તેવી આશા અને અપેક્ષા રાખી રહ્યો છું.
વિકાસ સહાય વિશે ટૂંકમાં પરિચય
DGP વિકાસ સહાય, જે 1989 બેચના IPS અધિકારી છે, માર્ચ 2023થી ગુજરાત પોલીસના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની મૂળ નિવૃત્તિની તારીખ 30 જૂન 2025 હતી, પરંતુ સરકારે તેમને છ મહિનાની એક્સ્ટેન્શન આપી હતી, જે 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થશે. આ એક્સ્ટેન્શનને "પબ્લિક ઇન્ટરેસ્ટમાં સ્પેશિયલ કેસ" તરીકે વર્ણવવામાં આવી હતી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે ડ્રગ્સ વિરોધી અભિયાન, સાયબર ક્રાઇમ કંટ્રોલ અને પોલીસ રિફોર્મ્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, "બે દિવસની ક્રાઇમ કોન્ફરન્સ ખૂબ સારી રહી છે. તમામ અધિકારીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો છે."
ક્રાઈમ કોન્ફરન્સના સમાપન સમારોહમાં DGPનું મોટું નિવેદન
DGP વિકાસ સહાયે નિવૃત્તિ પહેલા આપ્યા સંકેત
હવે ક્યારે મળીશું ખબર નથીઃDGP વિકાસ સહાય
બે દિવસની ક્રાઈમ કોન્ફરન્સ સારી રહીઃ વિકાસ સહાય
ઉપસ્થિત રહેલા અધિકારીઓનો માન્યો આભારઃ DGP@sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp… pic.twitter.com/isCky9e060— Gujarat First (@GujaratFirst) December 24, 2025
ક્રાઈમ કોન્ફ્રન્સમાં CM-DYCM ઉપસ્થિતિ
આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાં નેશનલ સિક્યુરિટી, સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ વિરોધી અભિયાનનો સમાવેશ થયો હતો. DGP વિકાસ સહાયે તેમના સમાપન ભાષણમાં ઉપસ્થિત અધિકારીઓનો આભાર માન્યો અને કહ્યું કે, આ કોન્ફરન્સથી પોલીસ વિભાગને નવી દિશા મળી છે. તેમના નિવેદનમાં નિવૃત્તિના સંકેતને લઈને અટકળો તેજ થઈ છે. કેટલાક સૂત્રો અનુસાર, તેમના પછીના DGP તરીકે અનેક વરિષ્ઠ અધિકારીઓના નામની ચર્ચા છે, પરંતુ સરકારે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
પોલીસ વિભાગમાં વિકાસ સહાયનું યોગદાન
વિકાસ સહાયની કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાત પોલીસને આધુનિક અને કાર્યક્ષમ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના નેતૃત્વમાં રાજ્યમાં ડ્રગ્સ માફિયા પર કડક કાર્યવાહી થઈ છે અને ક્રાઇમ રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કોન્ફરન્સમાં તેમણે પોલીસ વિભાગના ભાવિ પડકારો પર પણ પ્રકાશ પાડ્યો છે. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જ્યાં લોકો તેમની સેવાની પ્રશંસા કરી રહ્યા છે.


