ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડીજીપી વિકાસ સહાયની વિડિયો કોન્ફરન્સ - "Diwali પર્વમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસ સજ્જ"

Diwali પહેલા સામાન્ય જનતાની સુરક્ષાને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાય એક્શન મોડમાં આવી ગયા છે. દેશના સૌથી મોટા તહેવાર દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગને સચેત રહેવા સહિતની ગાડઈલાઈન આપવા માટે એક પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી હતી. ડીજીપી વિકાસ સહાયે કોન્ફ્રન્સમાં રાજ્યના પોલીસ વિભાગના વડાઓને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સહિત ટ્રાફિક સંચાલનની ખાતરી કરવાનું કહ્યું છે. વાંચો- પોલીસ વિભાગ સામાન્ય જનતા કેવી રીતની તૈયારી કરી રહી છે
07:13 PM Oct 15, 2025 IST | Mujahid Tunvar
Diwali પહેલા સામાન્ય જનતાની સુરક્ષાને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાય એક્શન મોડમાં આવી ગયા છે. દેશના સૌથી મોટા તહેવાર દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગને સચેત રહેવા સહિતની ગાડઈલાઈન આપવા માટે એક પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી હતી. ડીજીપી વિકાસ સહાયે કોન્ફ્રન્સમાં રાજ્યના પોલીસ વિભાગના વડાઓને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સહિત ટ્રાફિક સંચાલનની ખાતરી કરવાનું કહ્યું છે. વાંચો- પોલીસ વિભાગ સામાન્ય જનતા કેવી રીતની તૈયારી કરી રહી છે

ગાંધીનગર : દિવાળી (Diwali) તહેવારના આનંદમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને વિગતવાર સમીક્ષા કરી છે. પોલીસ ભવનથી યોજાયેલી આ બેઠકમાં રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી), શહેર પોલીસ કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. ડીજીપી સહાયે દિવાળી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ટ્રાફિક મેનેજમેન્ટ, ડ્રોન સર્વેલન્સ, પેટ્રોલિંગ અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકતા સૂચનાઓ આપી છે. આ ઉપરાંત, ફટાકડા ફોડવા માટે 8થી 10 વાગ્યા વચ્ચે માત્ર બે કલાકની મર્યાદા અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરવા પણ આદેશ આપ્યા છે.

આ વિડિયો કોન્ફરન્સમાં ડીજીપી વિકાસ સહાયે દિવાળીના તહેવાર દરમિયાન વધતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ગીચ બજારો, માર્કેટ પ્લેસ અને જાહેર સ્થળો પર વિશેષ પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ, ખાસ કરીને સાંજના સમયે જ્યારે ભીડ ચરમસીમાએ પહોંચે છે. "રસ્તાઓ પર મહત્તમ પોલીસ હાજરી સુનિશ્ચિત કરો, જેથી નાગરિકો સુરક્ષિત રીતે તહેવાર મનાઈ શકે," તેમ તેમણે કહ્યું. વધુમાં, ભીડવાળી જગ્યાઓ પર નજર રાખવા માટે ડ્રોન દ્વારા હવાઈ સર્વેલન્સ (એરિયલ સર્વેલન્સ) હાથ ધરવાની સૂચના આપી, જેનાથી કોઈપણ સંભવિત જોખમને તાત્કાલિક શોધી શકાય.

આ પણ વાંચો- Narmada : ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ : ચૈતર વસાવાએ આપી આંદોલનની ચીમકી

ટ્રાફિક મેનેજમેન્ટ પર પણ ખાસ ભાર મૂકતા ડીજીપી સહાયે તહેવાર દરમિયાન વધતા વાહનોના દબાણને ધ્યાનમાં રાખીને યોગ્ય યોજના ઘડવા અને તેનું અમલીકરણ કરવાનો આદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે, મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક વહેતું સરળ રાખવા માટે વિશેષ ટીમો તૈનાત કરવી જોઈએ. મહિલાઓની સુરક્ષા માટે સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ટીમોને વ્યૂહાત્મક રીતે ડિપ્લોય કરવા પર પણ ભાર મૂક્યો, જેથી મહિલાઓ અને બાળકો સલામત રીતે ખરીદી કરી શકે. આ ઉપરાંત, જ્વેલરી શોપ માલિકો સાથે બેઠકો યોજીને જરૂરી માર્ગદર્શન આપવાનું કહ્યું, જેથી ચોરી કે લૂંટના કેસોને અટકાવી શકાય.

આ બેઠકમાં ફટાકડા ફોડવાના નિયમો પર પણ ચર્ચા થઈ, જેમાં ગુજરાત સરકારની ગાઇડલાઇન્સ અનુસાર માત્ર 8થી 10 વાગ્યા વચ્ચે બે કલાકમાં જ ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરી શકાય તેવું જણાવાયું. ગૃહ વિભાગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ આ નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપી છે, જેથી વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવી શકાય. ડીજીપી સહાયે તમામ અધિકારીઓને એલર્ટ રહેવા અને કોઈપણ અપ્રિય ઘટના ન બને તે માટે તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમ તેમણે કહ્યું કે, "દિવાળી આનંદનો તહેવાર છે, તેને સુરક્ષિત બનાવવું આપણી જવાબદારી છે."

આ વિડિયો કોન્ફરન્સ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા માટે યોજાઈ હતી. તેઓએ અગાઉ પણ વિવિધ વખતે વિડિયો કોન્ફરન્સ દ્વારા પોલીસ વ્યવસ્થાની સમીક્ષા કરી છે. આથી, દિવાળી દરમિયાન રાજ્યમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા અપનાવવામાં આવશે, જે નાગરિકોને વધુ આત્મવિશ્વાસ આપશે.

આ પણ વાંચો- દિવાળી પહેલા Banaskantha માં LCBની ઐતિહાસિક કાર્યવાહી, ₹1.37 કરોડ રૂપિયાનો ઝડપી પાડ્યો દારૂ

Tags :
#DevelopmentAid#FireworksLaw#SHOTeam#TrafficManagementDiwaliSecurityDroneSurveillanceGujaratPolicelawandorder
Next Article