બાંગ્લાદેશના ઢાકા એરપોર્ટના કાર્ગો વિલેજમાં ભીષણ આગ, તમામ ફલાઇટ કરાઇ રદ
- બાંગ્લાદેશની રાજધાની Dhaka Airport પર લાગી ભીષણ આગ
- ભીષણ આગ લાગતા તમામ ફલાઇટ રદ કરાઇ
- આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમ સાથે આર્મી પણ જોડાઇ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ( Dhaka Airport )આવેલા હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિલેજ વિસ્તારમાં શનિવારે બપોરે લગભગ 2:30 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તારનો ઉપયોગ સામાન્ય રીતે આયાતી માલના સંગ્રહ માટે થાય છે, જ્યાં આગ લાગવાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને જોતા ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. આગના લીધે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબૂ મેળવવા ફાયર ટીમ સાથે બાંગ્લાદેશની આર્મી પણ જોડાઇ હતી.
બાંગ્લાદેશની રાજધાની Dhaka Airport પર લાગી ભીષણ આગ
ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગને કાબૂમાં લેવા માટે કુલ 36 જેટલા ફાયર યુનિટ્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બચાવ કામગીરીમાં માત્ર ફાયર સર્વિસ જ નહીં, પરંતુ બાંગ્લાદેશ વાયુસેના (Air Force), બાંગ્લાદેશ નૌસેના (Navy) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની ટીમો પણ જોડાઈ હતી. તમામ એજન્સીઓ સાથે મળીને સંયુક્ત રીતે આગ ઓલવવાના પ્રયાસો કરી રહી છે.
VIDEO | Dhaka, Bangladesh: A fire broke out at a section of the Cargo Village of Hazrat Shahjalal International Airport this afternoon. More details awaited.#Dhaka #AirportFire #HazratShahjalal
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/flGkHso2xq
— Press Trust of India (@PTI_News) October 18, 2025
Dhaka Airport પર હાલ તમામ ફલાઇટ રદ કરાઇ
સાવચેતીના પગલા તરીકે, એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે એરપોર્ટ પરની તમામ ઉડ્ડયન કામગીરી (લેન્ડિંગ અને ટેકઓફ) સ્થગિત કરી દીધી છે. જેના કારણે બે સ્થાનિક અને બે આંતરરાષ્ટ્રીય સહિત ચાર ફ્લાઇટ્સને ચટગાંવ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. એરપોર્ટના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે ત્યાં હાજર તમામ વિમાનો સુરક્ષિત છે અને તેમને નુકસાનથી બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ઝડપથી ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ ભારતને ફરીવાર પરમાણુ હુમલાની આપી ગીદડ ધમકી


