Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, ખોટા ચમત્કારના નાટક બંધ થવા જોઈએઃ શંકરસિંહ વાઘેલા

સુરતમાં જ્યારથી બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ...
ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે  ખોટા ચમત્કારના નાટક બંધ થવા જોઈએઃ શંકરસિંહ વાઘેલા
Advertisement

સુરતમાં જ્યારથી બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ, સુરત અને અમદાવાદમાં યોજાવાનો છે. જેને લઈને તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. તો આ મામલે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.

શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વાર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભાજપનું માર્કેટિંગ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ખોટા ચમત્કારના નાટક બંધ થવા જોઈએ. તેમણએ કહ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, તે ધર્મના નામે રાજકારણ કરી રહ્યા છે. ભાજપ ધર્મના નામે ધતિંગ કરાવી રહી છે. ધ કેરલા સ્ટોરી, બજરંગબલી બધુ ભાજપનું કોલાબ્રેશન છે.

Advertisement

આપણ  વાંચો- અમદાવાદના શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદને લઇ વિવાદ

Advertisement

Tags :
Advertisement

.

×