Ahmedabad: ધોલેરા-ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતા 3 ના મોત, 2 ઈજાગ્રસ્ત
- ધોલેરા ભાવનગર રોડ ઉપર અકસ્માતની ઘટના
- સાંઢિડા ગામ નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત
- બે કાર વચ્ચે અકસ્માત થતા 3ના મોત 2 ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
ધોલેરા-ભાવનગર રોડ પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકોને ઈજા પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાંઢિયા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.
બે કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત
બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યાર 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા હાઇવે પર થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિમ જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ ક્લીયર કર્યો હતો.
આ પણ વાંચોઃ Surat : કુખ્યાત સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડ, પૈસાની લેતી દેતીમાં ભત્રીજાના લમણે તાણી હતી પિસ્તોલ
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
અકસ્માત સર્જાતા ઈમરજન્સી 108 દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્કોર્પિયો કારમાં સવાર લોકો અમદાવાદ ખાતે રહેતા હતા
મળતી માહિતી મુજબ સ્કોર્પિયોમાં કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના હોવાની માહિતી મળી રહી છે. અને હાલમાં તેઓ સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હતા. જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad : મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ, મહેફિલ માણતી એક યુવતી સહિત 9 લોકોની ધરપકડ