ઠાકોર સમાજના નવા બંધારણ ઉપર નેતાઓએ આપી મહત્વપૂર્ણ પ્રતિક્રિયા
- ઠાકોર સમાજનો નવો અવતાર : ઓગડધામમાં 16 મુદ્દાનું બંધારણ જાહેર, કુરિવાજોને વિદાય
- ગેનીબેન-અલ્પેશ એક મંચ પર : સદારામ ધામ માટે જમીન અને દાનની જાહેરાતો
- વ્યસન અને ખર્ચા પર અંકુશ : ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઐતિહાસિક નિર્ણયો
- ઓગડધામમાં ઠાકોરોની એકતા : નવું બંધારણ અને શિક્ષણધામની રૂપરેખા
- ઠાકોર સમાજની ક્રાંતિ : ભાજપ-કોંગ્રેસ નેતાઓએ આપ્યા સુધારાના સંકલ્પ
ઠાકોર સમાજનો નવો બંધારણ જાહેર : બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા પવિત્ર ઓગડધામ ખાતે આજે એટલે કે 4 જાન્યુઆરી 2026ના રોજ ઠાકોર સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના હજારો ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા. મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વ્યાપ્ત કુરિવાજો અને દુષણોને દૂર કરીને સામાજિક સુધારા લાવવાનો હતો. આ પ્રસંગે સમાજ માટે 16-17 મુદ્દાનું નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું, જેમાં વ્યસનમુક્તિ, શિક્ષણ પર ભાર, લગ્ન-કરીયાવરમાં અતિરેકી ખર્ચ ઘટાડવો અને અન્ય સુધારાઓનો સમાવેશ થાય છે.
આ સંમેલનની ખાસ વાત એ હતી કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર આવ્યા હતા, જે સમાજની એકતા અને રાજકીય ભેદભાવ ભૂલીને સામાજિક કાર્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મંચ પર સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, લવિંગજી ઠાકોર, કેશાજી ઠાકોર, દિનેશજી ઠાકોર તેમજ મહિલા અગ્રણી જયાબેન ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ ગેનીબેન ઠાકોરનું ભાવુક નિવેદન અને મોટી જાહેરાત
સાંસદ ગેનીબેન ઠાકોરે સંમેલનમાં ભાવુક અપીલ કરતાં કહ્યું કે, "સમાજમાં દારૂના વ્યસનને કારણે 20-25 વર્ષના યુવાનો મૃત્યુ પામી રહ્યા છે અને નાની ઉંમરે દીકરીઓ વિધવા થઈ રહી છે. આ વેદના હું સાંસદ હોવા છતાં સહન કરું છું." તેમણે ઉત્તર ગુજરાતમાં સદારામ ધામ બનાવવા માટે ખોળો પાથરીને દાન માંગ્યું અને દરેક વ્યક્તિને 100-100 રૂપિયા દાન કરવાની અપીલ કરી. તેમણે આ દરમિયાન પોતે એક વીઘા જમીન દાનમાં આપવાની જાહેરાત કરી.
Thakor Samaj નું નવું બંધારણ: Geniben Thakor એ સમાજના નવા બંધારણ પર શું કહ્યું? જુઓ વીડિયો @GenibenThakor #GenibenThakor #ThakorSamaj #NewRules #Education #SocialReform #Diyodar #Banaskantha #GujaratNews #WeddingRules #SamajSudhara pic.twitter.com/tkA0O1zKqU
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
Thakor Samaj Maha Sammelan : "બંધારણનું પાલન ન કરનાર સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાશે"
ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ફેરફાર
દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન
સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા 16 નિયમો@GenibenThakor #Gujarat #NorthGujarat #Diyodar… pic.twitter.com/O2x1kjtBMg— Gujarat First (@GujaratFirst) January 4, 2026
અલ્પેશભાઈ ઠાકોરનું સંબોધન: બંધારણ નો અમલ અને વ્યસનમુક્તિ પર ભાર
ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે કહ્યું કે, "આ બંધારણ બનાવવાની જરૂર કેમ પડી? કારણ કે સમાજમાં કુરિવાજો અને દુષણો વધ્યા હતા. ગામે-ગામ સભાઓ યોજીને લોકોના મત લીધા અને આજે નવું બંધારણ લાવ્યા છીએ." તેમણે પોતાના લગ્નનું ઉદાહરણ આપતાં કહ્યું કે માત્ર 15,000 રૂપિયાનો ખર્ચ કરીને સાદા લગ્ન કર્યા હતા. તેમણે સદારામ આશ્રમ માટે 11 વીઘા જમીન આપવાની જાહેરાત કરી અને કહ્યું કે "ખોટા ખર્ચા બંધ કરો, આ બંધારણનું સમાજમાં કડકાઈપૂર્વક અમલ કરાવવામાં આવશે."
દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન
ઐતિહાસિક મહાસંમેલનમાં ઠાકોર સમાજનું શક્તિપ્રદર્શન
જય ઓગડનાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું દિયોદર
ઓગડધામના આંગણે આજે 'માનવ મહેરામણ' ઉમટ્યું
આગેવાનો અને જનમેદનીએ ઓગડનાથના આશિષ લીધા#Gujarat #NorthGujarat #Diyodar #Ogadthali #ThakorSamaj… pic.twitter.com/1U9zfq486Z— Gujarat First (@GujaratFirst) January 4, 2026
અન્ય ઠાકોર સમાજના આગેવાન અને નેતાઓએ શું કહ્યું?
સ્વરૂપજી ઠાકોર : "પહેલા આપણે વ્યસનોમાં ડૂબેલા હતા, પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સુધારા લાવ્યા. હવે બંધારણના 16 નિયમોનું ચુસ્ત પાલન કરીશું."
દિનેશજી ઠાકોર : "17 મુદ્દાનું બંધારણ બનાવ્યું અને શપથ લેવડાવ્યા. આગામી સમયમાં આર્થિક ફાયદા થશે."
ચંદનજી ઠાકોર : "આ મહાકુંભ જેવું સંમેલન છે. ગામડે-ગામડે જઈને બંધારણનું પાલન કરાવીશું. દર વર્ષે 4 જાન્યુઆરીને બંધારણ દિવસ તરીકે ઉજવીશું."
જયાબેન ઠાકોર : "ગેનીબેને મહિલાઓ માટે પહેલ કરી. કરીયાવર અને દાગીનામાં થતો ખર્ચ ઘટાડીને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે."
કેશાજી ઠાકોર : "સમયની માગ અનુસાર બદલાવ જરૂરી છે. 'એક સમાજ શ્રેષ્ઠ સમાજ'ના સૂત્રને સાકાર કરીશું."
લવિંગજી ઠાકોર : "ઓગડધામની પવિત્ર જમીન પર ત્રણ જિલ્લાના ઠાકોરો એકઠા થયા. સૌ નવા બંધારણનું અમલ કરશે."
Banaskantha: Alpeshji Thakor નું મોટું એલાન! હવે ઠાકોર સમાજમાં બંધારણનો કડક અમલ થશે @AlpeshThakor_ #AlpeshThakor #ThakorSamaj #Banaskantha #SocialReform #DivorceRules #NewConstitution #GujaratNews #Motivation #Unity #Diyodar pic.twitter.com/5oSHj2qCDO
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
સંમેલનમાં જાહેર થયેલા બંધારણમાં મુખ્યત્વે આ મુદ્દાઓ નીચે પ્રમાણે છે.
સગાઈમાં 21થી વધુ વ્યક્તિઓ ન જવા.
ઓઢામણામાં કપડા કે દાગીના ન લઈ જવા.
લગ્ન માત્ર વૈશાખ અથવા મહા મહિનામાં.
વ્યસનમુક્તિ અને શિક્ષણ પર ખર્ચ વધારવો.
ભાગીને લગ્ન કરનારને સમાજમાં સ્વીકાર ન કરવો.
આ મહાસંમેલન ઠાકોર સમાજ માટે એક માઈલસ્ટોન સાબિત થયું છે, જેમાં સમાજના સુધારા માટે સર્વસંમતિથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં ગામે-ગામ જઈને આ બંધારણનો અમલ કરાવવાના પ્રયાસો કરવામાં આવશે. આ સાથે જ ગેનીબેન ઠાકોર દ્વારા સદારામ ધામ બનાવવાની જે પહેલ કરવામાં આવી છે, તેના દ્વારા આગામી સમયમાં ઠાકોર સમાજ માટે દિશાસૂચક પગલું સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો- Banaskantha : અલ્પેશભાઈ ઠાકોરનું મોટું એલાન, ઠાકોર સમાજમાં હવે સામાજિક 'બંધારણ'નો થશે કડક અમલ


