Amareli: પહલગામ આતંકી હુમલાને લઈ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા, આંતકવાદી જ્યાં હશે ત્યાં સફાયો થશે
- પહલગામ આતંકી હુમલાને લઈ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા
- દિલીપ સંઘાણીએ PM મોદીના નેતૃત્વના કર્યા વખાણ
- એકપણ આંતકવાદી ઓને છોડવામાં નહી આવે: સંઘાણી
- આંતકવાદી જ્યાં હશે ત્યાં સફાયો થશે: દિલીપ સંઘાણી
જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાને લઈ હજુ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પહલગામ આતંકી હુમલાને લઈ સહકારી આગેવાન દિલીપ સંઘાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણીએ વિપક્ષને ટોણો મારી મોદી નેતૃત્વના વખાણ કર્યા હતા. મુંબઈ આતંકવાદી હુમલો થયો તે અંગે કોઈ દિવસ ચર્ચાઓ ન થઈ હતી.
એકપણ આતંકવાદીઓને છોડવામાં નહી આવે
જ્યારે પહલગામના આતંકવાદી હુમલા બાદ એકપણ આતંકવાદીઓને છોડવામાં નહી આવે, જ્યાં હશે ત્યાં સફાયો થશે. ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની વિગતો બહાર આવી રહી છે. જ્યારે બોર્ડર પર અશાંતિ હોયને દેશની અંદર અશાંતિ ઉભી ન થાય એટલે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પહેલો એવો પ્રસંગ છે કે, પાકિસ્તાનીઓને ખદેડી મૂકવા, બાંગ્લાદેશીઓને ખદેડી મુકવા.
આ પણ વાંચોઃ Mahesana: શ્રી સિદ્ધી ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલનું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કર્યુ સન્માન
ઈંટનો જવાબ પથ્થરથી આપવાની શરૂઆત
બોર્ડર પર ઈંટનો જવાબ પથ્થરથી આપવાની શરૂઆત રોજ જોઈ રહ્યા છીએ. એ પૂર્વ તૈયારીઓ કહો, એક્શન કહો, દેશનો આત્મવિશ્વાસ વધે તે સ્થિતિમાં છે. એક વતા એક બરાબર બે એમ નહીં સ્વીકારવાની માનસિકતા ધરાવતું રાજકીય પીઠબળ છે. તે દરેક વાતનો વિરોધ કરે છે. લોકોને ગેરમાર્ગે ગેરસમજ ઉભી કરવાના પ્રયત્ન કર્યા છે. બાકી આ નેત્વ દેશને સમૃદ્ધ અને સલામત બનાવી શકે એમ છે. બાકી ભૂતકાળમાં અમે જોયું છે કે પગલા લેશું એટલું બોલી શકતા ન હતા. આ તો બોલે છે કે પરિણામ પણ લાવે છે.
આ પણ વાંચોઃ Rajkot: આરોગ્ય વિભાગ દ્વારા પાણી વિક્રેતાઓની સામે કાર્યવાહી, આરોગ્ય સામે ચેડા કરતા એકમોને ફટકારી નોટીસ