India-China વચ્ચે શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઈટ્સ : 5 વર્ષ પછી હવાઈ સેવા કરાશે પુન:સ્થાપિત
India-China વચ્ચે ૫ વર્ષ પછી સીધી ફ્લાઈટ્સ: IndiGo 26 ઓક્ટોબરથી કોલકાતા-ગ્વાંગઝૂ
Advertisement
- India-China વચ્ચે 5 વર્ષ પછી સીધી ફ્લાઈટ્સ : IndiGo 26 ઓક્ટોબરથી કોલકાતા-ગ્વાંગઝૂ
- ગાલવાન પછી મોટો બદલાવ: ભારત-ચીન વચ્ચે આ મહિનાથી ડાયરેક્ટ હવાઈ સેવા
- IndiGoની જાહેરાત: ઓક્ટોબર અંત સુધી ભારત-ચીન વચ્ચે સીધી ઉડાણો, વેપારને નવી તક
- વાંગ યીની સફર પછી સમજૂતી: ૫ વર્ષ પછી ભારત-ચીન વચ્ચે હવાઈ સંપર્ક પુનઃ જીવંત!
- ડોકલામથી કોવિડ સુધીના તણાવ પછી રાહત: ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરૂ
નવી દિલ્હી : ગાલવાન સંઘર્ષ તણાવના પાંચ વર્ષે ભારત અને ચીન વચ્ચે ( India-China ) લાંબા સમય પછી સીધી હવાઈ ઉડાણો પુનઃ શરૂ કરવા પર સહમતિ સંધાઈ છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આની સત્તાવાર જાહેરાત કરી છે. IndiGo એરલાઈન્સે જણાવ્યું કે તે 26 ઓક્ટોબરથી ભારત-ચીન વચ્ચે સીધી ઉડાણો શરૂ કરશે. આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને ધીમે-ધીમે સામાન્ય કરવાના સરકારી અભિગમનો ભાગ છે, જે ડોકલામ વિવાદ પછી બંધ થયેલી સેવાઓને પુનઃ જીવંત બનાવશે અને કોવિડ-19 મહામારીને કારણે વધુ મુલતવી રહી હતી. આ સમજૂતીથી વેપાર, પર્યટન અને લોકો વચ્ચેના સંપર્કને નવી ઊર્જા મળશે.

