ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : બોપલમાં ડિસ્કવરી લેન્ડ પ્રિ સ્કૂલ BU પરમિશન વગર ધમધમી રહી છે

Ahmedabad : અમદાવાદ (Ahmedabad)ના બોપલમાં ડિસ્કવરી લેન્ડ પ્રિ સ્કૂલ BU પરમિશન વગર ધમધમી રહી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. Ahmedabad ની આ સ્કૂલને BU પરમિશન મળી ના હોવા છતાં નાના બાળકોને જીવના જોખમે ભણાવામાં આવી રહ્યા છે કારણ કે સ્કૂલની...
01:17 PM Feb 21, 2024 IST | Vipul Pandya
Ahmedabad : અમદાવાદ (Ahmedabad)ના બોપલમાં ડિસ્કવરી લેન્ડ પ્રિ સ્કૂલ BU પરમિશન વગર ધમધમી રહી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. Ahmedabad ની આ સ્કૂલને BU પરમિશન મળી ના હોવા છતાં નાના બાળકોને જીવના જોખમે ભણાવામાં આવી રહ્યા છે કારણ કે સ્કૂલની...
Discovery Land Pre School

Ahmedabad : અમદાવાદ (Ahmedabad)ના બોપલમાં ડિસ્કવરી લેન્ડ પ્રિ સ્કૂલ BU પરમિશન વગર ધમધમી રહી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. Ahmedabad ની આ સ્કૂલને BU પરમિશન મળી ના હોવા છતાં નાના બાળકોને જીવના જોખમે ભણાવામાં આવી રહ્યા છે કારણ કે સ્કૂલની દિવાલની બાજુમાં જ પેટ્રોલપંપ આવેલો છે.

સ્કૂલની દિવાલને અડીને જ પેટ્રોલ પંપ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ડિસ્કવરી લેન્ડ પ્રિ સ્કૂલ BU પરમિશન વગર ધમધમી રહી છે, કારણ કે સ્કૂલની દિવાલને અડીને જ પેટ્રોલ પંપ આવેલો છે. જો કોઇ દુર્ઘટના સર્જાશે તો તવાબદાર કોણ તે સવાલ પુછાઇ રહ્યો છે. સ્કૂલમાં આવી રહેલા નાના બાળકોનો જીવ જોખમમાં છે છતાં સ્કૂલ સંચાલકોએ BU પરમિશન વગર સ્કૂલ ચાલુ કરી દીધી છે.

સ્કૂલ સંચાલકે દોષનો ટોપલો કોર્પોરેશન પર ઢોળી દીધો

આ મામલે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા સ્કૂલ સંચાલકનો સંપર્ક કર્યો તો તેણે ફોન પર એવું કહ્યું કે કોર્પોરેશનનું કામ ધીમી ગતિએ ચાલે છે તેમાં અમારો શું વાક છે. સ્કૂલ સંચાલકે દોષનો ટોપલો કોર્પોરેશન પર ઢોળી દીધો હતો. કોર્પોરેશન ધીમી ગતિએ ચાલે છે પણ તેમણે ફુલ સ્પીડમાં પરમીશન વગર સ્કૂલ ચાલુ કરી દીધી હતી તે વાત ચોંકાવનારી છે. સરકાર અને કોર્પોરેશનની કામ ધીમી ગતિએ હોવાથી બીયુ પરમીશન મળી નથી તેવો દાવો સંચાલક દ્વારા કરવામાં આવ્યો છે.

જીવનું જોખમ તો નાના ભૂલકાઓનું છે તે કોઇ સમજતું નથી

જો કે આમ છતાં જીવનું જોખમ તો નાના ભૂલકાઓનું છે તે કોઇ સમજતું નથી. આમ પણ કોઇ દુર્ઘટના થાય ત્યાર બાદ જ તંત્ર જાગે છે. આ કિસ્સામાં આવું ના થાય તે તંત્રએ જોવાનું રહે છે.

આ પણ વાંચો---VAPI : ટલ્લી થયેલા ગેટમેને ફાટક બંધ કરી દીધા અને પછી….

ઇનપુટ--હાર્દી ભટ્ટ, અમદાવાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationBopalBU permissionDiscovery Land Pre SchoolGujaratGujarat First
Next Article