જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત
- જુનાગઢ બાદ હવે Rajkot માં પણ ધાર્મિક સ્થળમાં વિવાદ!
- ગેબનશાહ પીરની દરગાહમાં ટ્રસ્ટીની ચૂંટણી મુદ્દે CM, વક્ફ બોર્ડને લખાયો પત્ર
- કોંગ્રેસ નેતા યુનુસ જુણેજાએ લગાવ્યા ગંભીર આરોપ
જુનાગઢમાં (Junagadh) ચાલતો ગાદી વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે બીજી તરફ હવે રાજકોટમાં (Rajkot) પણ ધર્મિક સ્થળમાં વિવાદ શરૂ થાય તેવા એંધાણ મળ્યા છે. રાજકોટમાં આવેલી વર્ષોં જૂની ગેબનશાહ પીરની દરગાહનાં ટ્રસ્ટમાં ટ્રસ્ટીની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વક્ફ બોર્ડને (Waqf Board) પત્ર લખી પારદર્શી ચૂંટણી કરવા માગ કરાઈ છે.
આ પણ વાંચો - HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!
કોંગ્રેસ નેતા યુનુસ જુણેજાની CM, વક્ફ બોર્ડને રજૂઆત
માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) આવેલી વર્ષોં જૂની ગેબનશાહ પીરની દરગાહ ટ્રસ્ટનાં (Gebanshah Pir Dargah Trust) ટ્રસ્ટીઓની ચૂંટણીને લઈ કોંગ્રેસ માઈનોરિટી સેલનાં (Congress Minority Cell) ચેરમેન યુનુસ જુણેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને વક્ફ બોર્ડને પત્ર લખ્યો છે અને પારદર્શી ચૂંટણી થાય તેવી રજૂઆત કરી છે. યુનુસ જુણેજાએ પત્ર લખી આરોપ લગાવ્યો છે કે, હાજીબાપુનાં પુત્રે વહીવટ પચાવી પાડ્યો છે. તેમણે લખ્યું કે, વર્ષ 1992 થી 2019 સુધી હાજીબાપુ જાનમહંમદ પ્રમુખ રહ્યા હતા. હાજીબાપુનાં અવસાન બાદ તેના પુત્રે વહીવટ સંભાળી લીધાનો આક્ષેપ તેમણે કર્યો છે.
આ પણ વાંચો - અમદાવાદ એરપોર્ટ પરથી Gandhiji ની ગેલેરી હટાવાતા IPS Hasmukh Patel નારાજ! જાણો શું કહ્યું ?
યુસુફ ભાણુએ રેલવે વિભાગ સાથે છેતરપિંડી કરીઃ જુણેજા
આ સાથે કોંગ્રેસ નેતા યુનુસ જુણેજાએ (Yunus Juneja) આરોપ લગાવ્યો કે, યુસુફ ભાણુએ રેલવે વિભાગ સાથે છેતરપિંડી કરી છે. ટ્રસ્ટની અંદર ગેરવહીવટ અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનાં પણ આરોપ કરાયા છે. જુણેજાએ આક્ષેપ કર્યો કે, છેલ્લા 32 વર્ષથી છેતરપિંડી કરીને ચૂંટણી પ્રક્રિયા કરાય છે. આ સાથે યુનુસ જુણેજાએ પારદર્શી રીતે ચૂંટણી થાય તેવી રજૂઆત મુખ્યમંત્રી અને વક્ફ બોર્ડને કરી છે.
આ પણ વાંચો - Banaskantha : દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને નિવૃત્તિનાં વર્ષ પહેલા જ કરાયા ફરજિયાત નિવૃત્ત, જાણો કેમ ?