સાહેબો અને ગુનેગારોની સેવામાં રહેતા Ahmedabad ના 13 પોલીસવાળાની બદલીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો
Ahmedabad : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ ખાડે ગઈ છે. પોલીસે શું કામગીરી કરવી જોઈએ તે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Saghavi) એ ઉચ્ચ IPS અધિકારીઓની મીટિંગ બોલાવી સમજાવવી પડે છે. Ahmedabad City Police માં ફરજ બજાવતા પોલીસવાળાઓ પૈકી કોઈ હત્યારો છે તો કોઈ લૂંટારૂને પણ શરમાવે તેવો મહા બદમાશ છે. સાહેબોના ઈશારે નોકરી કરતા ડઝન જેટલાં પોલીસવાળાઓની રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) એક સાથે જિલ્લા ટ્રાન્સફર કરી હતી. બદલી પામેલા પોલીસ જવાનો પૈકી કેટલાંક હાજર થઈ ગયા છે તો કેટલાકે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ના દ્વાર ખખડાવ્યા હોવાની ચર્ચા છે. કોના ઇશારે પોલીસવાળાઓએ આ પગલું લીધું છે તે વાત હોટ ટોપિક બની છે.
બદલી પાછળના મુખ્ય કારણો
આશાસ્પદ યુવાન પ્રિયાંશુ જૈનની અમદાવાદ શહેરમાં (Ahmedabad City) ફરજ બજાવતા વિવાદિત પોલીસવાળા વિરેન્દ્રસિંહ પઢેરિયા (Virendra Padheriya) એ કરેલી હત્યાએ આખા પોલીસ વિભાગ પર કાળી ટિલ્લી લગાવી છે. વિવાદિત પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની અમદાવાદ શહેરમાં ભરમાર છે. સાહેબોના ઈશારે તોડ અને ઉઘરાણામાં વ્યસ્ત રહેતી Ahmedabad City Police માં ફરજ બજાવતા બદમાશ પોલીસવાળાઓને સબક શિખવાડવો તેમજ કડક સંદેશો આપવો જરૂરી હતી. આ કારણોસર DGP Gujarat એ 13 કર્મચારીઓની તાજેતરમાં જિલ્લા બદલી કરી દીધી હતી.
આ પણ વાંચો -Ahmedabad : દારૂની ગાડીઓ લૂંટતા પોલીસવાળા સહિત અનેકની બદલી, નામ લીક થયાની ચર્ચા
નામ ભૂલથી બદલાયું કે કોઈએ રમત રમી ?
13 પોલીસવાળાઓની જિલ્લા બદલી (District Transfer) નો હુકમ થયો ત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો હતો. 'સૂકા ભેગું લીલું બળ્યું' હોય તેમ યાદીમાં એકાદ-બે નામને લઈને આજે પણ પોલીસ બેડામાં ચર્ચા છે. જ્યારે બદલીની યાદીમાં HC ફિરોજખાન મુનસફખાન પઠાણના બદલે સપ્ટેમ્બર-2020માં ડ્રગ્સ કેસમાં પકડાયેલા ASI ફિરોજખાન મનસુરખાન પઠાણ (સાચું નામ ફિરોજ નાગોરી) નું નામ હતું. આ મામલો ગાંધીનગર પોલીસ ભવન પહોંચતા Gujarat HoPF વિકાસ સહાય સહિતના અધિકારીઓ ચોંકી ગયા હતા. આ ભૂલ હતી કે કોઈની રમત તે અંગે કોઈ જાણકારી મળી નથી. મામલો ધ્યાને આવતાની સાથે જ હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણની બદલીનો હુકમ બોટાદ જિલ્લામાં કરી દેવાયો છે. અત્રે નોંધનીય છે કે, પોલીસ ભવનમાં ડઝન પોલીસવાળાની બદલી કરવામાં આવી તે જદિવસે Ahmedabad CP એ ફિરોજ પઠાણને સરખેજ પોલીસ સ્ટેશન (Sarkhej Police Station) થી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ખસેડ્યા હતા.
આ પણ વાંચો -ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા
બદલી અગાઉ જ માહિતી લીક થઈ ગઈ હતી
અમદાવાદ પોલીસ કમિશનર કચેરી (Police Commissioner Office Ahmedabad) ખાતે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આડે હાથ લીધા ત્યારથી જ કંઈક નવાજૂનીના એંધાણ વર્તાતા હતા. વહીવટદારોની બદલી આવશે તેવા સમાચારો પણ અખબારોમાં આવવા લાગ્યા હતા. પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) માં તૈયાર થઈ રહેલી યાદીમાં કોના નામ છે તેની જાણકારી કેટલાંક બદમાશ પોલીસવાળાઓ પાસે આવી ગયા હતા. યાદીમાં સામેલ કેટલાંક પોલીસવાળાઓએ તેમના નામ કઢાવવા માટે એડીચોટીનું જોર પણ લગાવ્યું હતું. એક ચર્ચા અનુસાર કોઈનું કામ થઈ ગયું અને કોઈ રહી ગયું.