ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતના જિલ્લાઓ જળબંબાકાર,સૌથી વધુ આ જિલ્લામાં વરસાદ

રાજ્યભરમાં જુલાઈની શરુઆત સાથે જ મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે.ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો...
10:41 AM Jul 01, 2023 IST | Hiren Dave
રાજ્યભરમાં જુલાઈની શરુઆત સાથે જ મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે.ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો...

રાજ્યભરમાં જુલાઈની શરુઆત સાથે જ મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે.ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં 7 ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. અહીં મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા આપવામાં આવ્યા છે.

ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં  સરેરાશ 87 પોઈન્ટ 33 ટકા વરસાદ થયો,.સૌરાષ્ટ્રમાં 41 પોઈન્ટ 18 ટકા અને  ઉત્તર ગુજરાતમાં વરસ્યો 27 પોઈન્ટ 33 ટકા વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો.

24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ

રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એનડીઆરએફની અલગ અલગ છ ટીમો રાજ્યના અલગ અલગ શહેરોમાં ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ,જામનગર સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચશે.

આગામી ત્રણથી પાંચ દિવસ સુધી હજુ પણ અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ ખેડા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા પાટણ મહેસાણા સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનો અનુમાન છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો અનુમાન છે.

આપણ  વાંચો -હજું પણ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ..! CM ની સ્થિતિ પર નજર

 

 

Tags :
gujarat rain forecastgujarat rain newsgujarat rain news today in gujaratigujarat rain todaygujarat weathergujarat weather ambalal patelgujarat weather news todaygujarat weather report todaygujarat weather todayGujaratRainIMDweather forecast
Next Article