Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના ગામોમાં આજથી દિવાહાના તહેવારની શરૂઆત

અહેવાલ--નયનેશ તડવી, છોટાઉદેપુર નસવાડીના કુકરદા ગામે વિશાળ મેળાવડા સાથે દીવાસા પર્વની અનોખી ઉજવણી એક સરખા રંગના વસ્ત્રો પહેરી આદિવાસી યુવતીઓએ રીધમથી નૃત્ય કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા દિવાસા સાથે વિશ્વ આદિવાસી દિવસ એક જ દિવસે હોય કુકરદામાં બેવડી ઉજવણી પિહા સહિત...
છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના ગામોમાં આજથી દિવાહાના તહેવારની શરૂઆત
Advertisement

અહેવાલ--નયનેશ તડવી, છોટાઉદેપુર

  • નસવાડીના કુકરદા ગામે વિશાળ મેળાવડા સાથે દીવાસા પર્વની અનોખી ઉજવણી
  • એક સરખા રંગના વસ્ત્રો પહેરી આદિવાસી યુવતીઓએ રીધમથી નૃત્ય કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા
  • દિવાસા સાથે વિશ્વ આદિવાસી દિવસ એક જ દિવસે હોય કુકરદામાં બેવડી ઉજવણી
  • પિહા સહિત આદિવાસી વાદ્યો ના તાલે યુવાદન ઝૂમી ઉઠ્યું
 છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લો એ ગુજરાતના મહત્તમ આદિવાસી વસ્તી (Tribal population)ધરાવતા જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. અહીંના આદિવાસીઓની બેનમૂન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા અને તેમના રિવાજો છે. વર્ષના અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રકારના તહેવારોની ઉજવણી ખુબ સુંદર રીતે કરતા હોય છે. દિવાહાનો તહેવાર એ અહીંના લોકો માટે કાંઈક અનેરુ મહત્વ ધરાવે છે. તેમાં પણ નસવાડી તાલુકાના કુકરદા ગામે આદિવાસી દિવાસા પર્વ (Diwaha festival)ની ઉજવણીની તો વાત જ નિરાળી છે.
ગામોનો સમૂહ દિવાસો ઉજવવા માટેની તારીખ નક્કી કરે છે
અહીં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના આગેવાનો જણાવે છે ચોમાસું બેસતા વાવણી વગેરે જેવા વર્ષ ની શરૂઆત ના મહત્વના કામોમાંથી થોડાક હળવાશ અને જાણે થાક ઉતારવાનો સમય એટલે દિવાહો..! સમગ્ર મધ્ય ગુજરાતમાં કુકરદામાં થતી દિવાસાની ઉજવણીની ખાસ નોંધ લેવાતી હોય છે. અત્રે દિવાસો ઉજવતા પૂર્વે મહિના બે મહિના પહેલા દિવાસો ક્યારે ઉજવવો તે અંગે તારીખ નક્કી થતી હોય છે. નસવાડીના ડુંગર વિસ્તારમાં સૌથી વિશાળ ક્ષેત્રફળ ધરાવતું કુકરદા ગામ દિવાસા પર્વની ઉજવણી માટે મશહૂર છે. અત્રેના કેટલાક ગામોનો સમૂહ દિવાસો ઉજવવા માટેની તારીખ નક્કી કરતી વેળા ભેગો થતો હોય છે. બધાની અનુકૂળતા પ્રમાણેની એક તારીખ નક્કી કરી તે દિવસે કુકરદા સહિતના વિસ્તારના ગામો ની પ્રજા દીવાસામાં ભેગી થતી હોય છે અને વિશાળ મેળાવડો જામતો હોય છે. ખાણી પીણી નૃત્ય અને દેવોના સ્તુતિ ગાન સાથે સમી સાંજથી આ ઉજવણી શરૂ થઈ બીજા દિવસે તેનું હર્ષોલ્લાસ સાથે સમાપન થતું હોય છે.
ગામ આગેવાનો દ્વારા ગામ ઢગલી વળવા (મિટિંગ ) કરવામાં આવે છે
આમ તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ દિવાસો ઊજવાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં દિવાહાનો રંગ જ કાંઈક અલગ છે. ગામેગામ દિવાસા ના તહેવાર માટે ગામ આગેવાનો દ્વારા ગામ ઢગલી વળવા (મિટિંગ ) કરવામાં આવે છે અને ગામ પટેલ, ગામ પૂજારા અને ડાહ્યા વ્યકતિની ઉપસ્થિતિમાં સર્વાનુમતે દિવાહો કાહના દાહડે વાળવા તે નક્કી કરવામાં આવે છે, જેમાં ગામો પ્રમાણે કેટલાક ગામોમાં દેવે એટલે કે ગુરુવારે દેવ પુજવાનો નક્કી કરવામાં આવે છે તો અન્ય કેટલાક ગામોમાં દિતવારીયો દેવ એટલે કે રવિવારે દેવ પુજવાનુ રાખવામાં આવે છે તો કેટલાક ગામોમાં મંગળવારે કાતો બુધવારે પણ દેવ પુજાતો હોય છે, જે દરેક ગામમાં અલગ અલગ ખાસિયતો હોય છે જે વર્ષોથી ચાલી આવતી હોય છે.
ફળીયે ફળીયે જઇ ગામના કોટવાળ અને ગામ પટેલ દ્વારા સૂચના આપવામાં આવે છે
નક્કી કરવામાં આવેલ તહેવાર ની જાણકારી ફળીયે ફળીયે આપવા માટે ગામના કોટવાળને ગામ પટેલ દ્વારા સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે તે ફળીયે જઇને પોતાની આગવી શૈલીમાં..એ... દિવાસો કરવા નો છે અને તે અગાઉ નજીકના હાટ ભરાતા હોય તે પ્રમાણે હાટ કરી લેવા સુધી ની જાણકારી આપવામાં આવતી હોય છે જેને લઈને સૌ એ તે પ્રમાણે તહેવારમાં જોઇતી સામગ્રી લેવા માટે હાટમા ઉમટી પડતા હોય છે આમ અહીંના આદિવાસીઓ તહેવાર દરમિયાન ઉપયોગી વસ્તુઓની પણ સામુહિક રીતે ખરીદી કરતા હોય છે.
આદિવાસીઓ પ્રકૃતિને પૂજવામા માને છે
અહીંના આદિવાસીઓ પ્રકૃતિને પૂજવામા માં માને છે અને પ્રકુતી એજ પરમેશ્વર તેમ માનીને ધરતીમાતા ,વાયુ -પવન, અગ્નિ, પાણી, મેઘ, નદી નાળા પર્વતો ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજો ને જ પોતાના દેવ માનીને પુજવામા માને છે,જેઓ ને રાજી રાખવા માટે દિવાસાનો દેવ પુજવાનો હોય તેના આગલા દિવસે રાજીનુ ગાયણુ કરવામાં આવે છે જે દેવો ને રીઝવવા માટે ખુશ કરવા માટે કરવામાં આવે છે, કે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન કરવામાં વાવણીનો મબલખ પાક ઉતરે તેમજ વર્ષ દરમ્યાન ઢોર ઢાંખર અને પોતાના ઘરમાં અને ગામમાં સૌ સુખશાંતિ સૌની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દેવોને રાજી કરાતા હોય છે.
ડાળીયા સૌને વહેંચવાની દરેક ગામોમાં વર્ષો જૂની પરંપરા
આ વિસ્તારના લોકો દિવાહાનો તહેવાર ખાસ કરીને રાજીનુ ગાયણુ ઉપરાંત બીજા ત્રણ સુધી ઉજવતા હોય છે. એક પહેલા દિવસે દેવ પુજવા કે ગામમાં આવેલ પૌરાણિક દેવસ્થાનો નુ પૂજન, દરેક ગામોમાં લગભગ દુધીયો દેવ, કુવાજો દેવ, ભેહાઅંટો દેવ, ગાદરીયો દેવ, વેરાઈમાતા, ખેડાઈમાતા, વગેરે દેવો દરેક ગામોમાં હોય છે તે ઉપરાંત અન્ય દેવસ્થાનો પણ દરેક ગામમાં આવેલ હોય છે તેઓનું પૂજન કરવામાં આવે છે. બીજા દિવસે મુખ્ય તહેવાર,તે દિવસે ખાસ મનપસંદ વાનગીઓ ખાવાની પ્રથા હોય છે અને તહેવારનું એટલે કે તે દિવસે બપોરે જમ્યા બાદ ગામમાં વર્ષોથી નક્કી કરવામાં આવેલ જગ્યા પર સૌ એકત્રિત થતા હોય છે અને ચાલુ વર્ષે નવા લગ્ન કરેલ હોય તેવી જેટલી પણ ગામની યુવતીઓ હોય તે સૌ યુવતીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં અવનવા આદિવાસી આભૂષણો થી સજ્જ થઇને ચણાના ડાળીયા સૌને વહેંચવાની દરેક ગામોમાં વર્ષો જૂની પરંપરા છે,જેની શરૂઆત ગામના પટેલ અને પુજારા એ ગામના દેવસ્થાનમાં જરૂરી પુજન કર્યા બાદ કરાવતા હોય છે અને દરેકે દરેક ને એક મુઠ્ઠી ભરીને ડાળીયા વહેંચવામાં આવતા હોય છે.અહીં આ વર્ષે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આ વર્ષે કોરોના મહામારી ના લીધે આ વિસ્તારમાં લગ્નો જ નહિવત થયા હોવાથી ડાળીયા વહેંચવા માટે ખુબ ઓછી સંખ્યા રહેશે તેમ લાગી રહ્યું છે.
મોટલા પિહાની રમઝટ જામે છે
એ જ જગ્યાએ એક તરફ મોટલા પિહાની રમઝટ જામતી હોય છે તે ઉપરાંત પુરુષો અને મહિલાઓ સાથે મળીને ગરબા રમતા હોય છે. ગરબા એટલે સૌ કુંડાળે ઘુમતા એક તાલીએ એમના પૌરાણિક ગીતો ગાઇને રમવામાં આવતા ગરબાઓ જે અહીંના આગવા અંદાજમાં આગવા લહેકામા ગવાય છે, અને અને બીજા દિવસે વાહી તહેવારના નામે ઉજવણી કરતાં હોય છે. તે દિવસે જમવાની વાનગીઓ બનાવી ને જમવા ઉપરાંત પિહાઓ વગાડીને લોકો ખુબ નાચી કૂદી ને તેમજ ગરબાઓ રમીને દિવાસાનો તહેવાર ઊજવતા હોય છે.ત્યારબાદ ફરીથી પોતાના ખેતીકામમાં લાગી જતાં હોય છે.
Advertisement
Tags :
Advertisement

.

×