Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali 2024 : દિવાળીની ઉજવણી વચ્ચે અમરેલીમાં બંધ મકાન, પાલનપુરમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમરેલી જાફરાબાદ બંદર ચોકમાં લાગી Fire (Diwali 2024) બંધ રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરી પાલનપુર હાઇવે ચિત્રકૂટની બાજુમાં ભંગારનાં ગોડાઉનમાં આગ દિવાળી ઉજવણી દરમિયાન ફાયરવિભાગને આવ્યા 80 કોલ દિવાળીની (Diwali 2024) રાતે લોકોએ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી હતી....
diwali 2024   દિવાળીની ઉજવણી વચ્ચે અમરેલીમાં બંધ મકાન  પાલનપુરમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Advertisement
  1. અમરેલી જાફરાબાદ બંદર ચોકમાં લાગી Fire (Diwali 2024)
  2. બંધ રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરી
  3. પાલનપુર હાઇવે ચિત્રકૂટની બાજુમાં ભંગારનાં ગોડાઉનમાં આગ
  4. દિવાળી ઉજવણી દરમિયાન ફાયરવિભાગને આવ્યા 80 કોલ

દિવાળીની (Diwali 2024) રાતે લોકોએ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી હતી. પરંતુ, બીજી તરફ રાજ્યમાં વિવિધ સ્થળે આગનાં બનાવો પણ બન્યા હતા. દિવાળીની ઉજવણી દરમિયાન ફાયરવિભાગને 80 જેટલા કોલ આવ્યા હતા. અમરેલી (Amreli) અને પાલનપુરમાં દિવાળીની મોડી રાતે આગનાં બનાવ બન્યા હતા. જો કે, ફાયર વિભાગની ટીમોએ બંને જગ્યા પર આગ પર કાબૂ મેળવી લેતા મોટું નુકસાન ટળ્યું હતું.

અમરેલી જાફરાબાદ બંદર ચોકમાં બંધ મકાનમાં આગ

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીનાં જાફરાબાદમાં (Jafarabad) દિવાળીની મોડી રાતે આગની ઘટના બની હતી. બંદર ચોકની ગોવિંદ ગલી વિસ્તારમાં આવેલા બંધ રહેણાક મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. પરંતુ, પાલિકાનું ફાયર ફાઈટર બંધ હોવાથી નર્મદા કંપની અને અલ્ટ્રાટેક કંપનીનાં ફાયર ફાઈટર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નહોતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Rajkot : બેફામ આવતા ફોર્ચ્યુનર કારચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા, 5 થી વધુને ઇજા

પાલનપુર હાઈવે પાસે ભંગારનાં ગોડાઉનમાં આગ

બીજી ઘટનાની વાત કરીએ તો પાલનપુર હાઇવે (Palanpur Highway) પર ચિત્રકૂટની બાજુમાં આવેલા ભંગારનાં ગોડાઉનમાં દિવાળીની (Diwali 2024) મોડી રાતે આગ લાગી હતી. અચાનક આગ લાગતા ગોડાઉનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થયો હતો. પાલનપુર નગરપાલિકાનાં ત્રણ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો અનુમાન છે.

આ પણ વાંચો - VADODARA : પાલિકાના પ્લોટમાં પડેલા કચરામાં આગ લાગતા ઉત્તેજના

દિવાળીની ઉજવણી દરમિયાન ફાયરવિભાગને 80 કોલ આવ્યા

દિવાળીનાં (Diwali 2024) તહેવારની ઉજવણી દરમિયાન ફાયર વિભાગને કુલ 80 જેટલા કોલ આવ્યા હતા. માહિતી મુજબ, કચરામાં આગ લાગવાનાં 35 કોલ, દુકાનમાં આગ લાગવાનાં 8 કોલ અને મકાનમાં આગ લાગવાનાં 20 કોલ આવ્યા હતા. અમદાવાદમાં મિર્ઝાપુર કબાડી માર્કેટમાં મોડી રાતે આગ લાગતા ફાયરવિભાગની (Fire Department) 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો - Rajkot : TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં બે તત્કાલીન મનપા કમિશનરને ક્લિનચીટ!

Tags :
Advertisement

.

×