Diwali 2024:કાશ્મીરથી લઈને દિલ્હી-મુંબઈ સુધી આખો દેશ રોશનીથી ઝગમગી ઉઠયો,જુઓ Photos
- સમગ્ર દેશમાં દિવાળી ધામધૂમથી ઉજવણી
- દેશના વિવિધ રાજ્યની દિવાળીની તસવીરો આવી સામે
- મુંબઈના છત્રપતિ શિવાજી પાર્ક ફટાકડાથી આકાશ ઝગમગી ઉઠ્યું
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ગુરુવાર 31 ઓક્ટોબરે દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના જુદા જુદા ભાગોમાંથી પણ દિવાળીની તસવીરો સામે આવી છે.
છત્રપતિ શિવાજી પાર્ક
ગુરુવાર 31 ઓક્ટોબરની સાંજે મુંબઈના છત્રપતિ શિવાજી પાર્કમાં દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન આકાશ ફટાકડાથી ઝગમગી ઉઠ્યું હતું.
કોલકાતામાં રોશનીથી ઝગમગી ઉઠ્યું
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કાલી પૂજા ઉત્સવ નિમિત્તે કાલીઘાટમાં આવેલ કાલી મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું.
અમૃતસરમાં સુવર્ણ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું
ગુરુવારે અમૃતસરમાં દિવાળીની ઉજવણી અને બંદીછોડ દિવસની પૂર્વ સંધ્યા દરમિયાન સુવર્ણ મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ભક્તો અહીં પ્રાર્થના કરવા માટે કતારોમાં ઉભા છે.
દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન રોશનીથી ઝગમગી ઉઠ્યું
દેશની રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવાર નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન અને સંસદને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે.
નિકેતનની જેલમાં દિવાળીની ઉજવણી
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મધુર માયી આદર્શ શિક્ષા નિકેતનની જેલ હોસ્ટેલમાં કેદીઓના બાળકોએ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી.
કર્ણાટકમાં રંગબેરંગી ઝગમગી ઉઠ્યું
ગુરુવારે દિવાળીના તહેવાર અને કર્ણાટક રાજ્યોત્સવના પર્વ નિમિત્તે રાજ્યની વિધાનસભાને રંગબેરંગી રોશનીથી ઝળહળતી કરવામાં આવી હતી.
શ્રી લક્ષ્મી નારાયણ મંદિ રોશનીથી શણગારાયું
દેશની રાજધાની દિલ્હીમાં દિવાળીના અવસર પર શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (બિરલા મંદિર)ને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
લાલ ચોકમાં દિવાળીની ઉજવણી
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લાલ ચોકમાં દિવાળીની ઉજવણી ચાલુ છે. પશ્ચિમન્નાયા શારદા પીઠમ દ્વારા આયોજિત, ઉત્સવમાં સ્થાનિકો અને પ્રવાસીઓ બંનેની ભાગીદારી જોવા મળી છે.
આ પણ વાંચો -'Tirumala માં તમામ કર્મચારીઓ હિન્દુ હોવા જોઈએ', નવા TTD અધ્યક્ષનું મોટું નિવેદન
ગુવાહાટી રોશનીથી ઝગમગી ઉઠ્યું
દિવાળીના અવસર પર આસામનું ગુવાહાટી શહેર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. આ ફોટો સાંજે 6.30 કલાકે ડ્રોન વડે શૂટ કરવામાં આવ્યો હતો
આ પણ વાંચો -Government Employees:આ રાજ્ય સરકારી કર્મચારીઓને આપે છે સૌથી વધુ DA!
ચંદીગઢ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું
કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ પણ દિવાળીના અવસર પર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. આ તસવીર ચંદીગઢના સેક્ટર 17ની છે.