Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diwali 2024 : તહેવારમાં વધુ 2200 બસો દોડશે, 'ST આપને દ્વારે' પ્રોજેક્ટનો લાભ લેતા નાગરિકો

Diwali 2024 : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ તમામ ડ્રાઇવર-કંડક્ટર તેમ જ મિકેનિક સહિતનાં ST કર્મચારીઓને તેમની સેવા માટે અભિનંદન પાઠવ્યા છે.
diwali 2024   તહેવારમાં વધુ 2200 બસો દોડશે   st આપને દ્વારે  પ્રોજેક્ટનો લાભ લેતા નાગરિકો
  1. દિવાળીનાં પર્વે રાજ્યમાં ST વિભાગની વિશેષ વ્યવસ્થા (Diwali 2024)
  2. વધુ 2200 બસો દોડાવી 8 હજાર વધારાની ટ્રીપનું સંચાલન
  3. 11 હજાર કર્મચારીઓ સલામત સવારી સાથે આપણી સેવામાં ફરજરત
  4. 'ST આપને દ્વારે' પ્રોજેક્ટનો મહત્તમ લાભ લઈ રહ્યા છે નાગરિકો

દિવાળીનાં તહેવારોમાં (Diwali 2024) સૌ કોઇ પોતાનાં પરિવારજનો સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે ST નિગમનાં ડ્રાઇવર-કંડક્ટર પોતાનાં પરિવાર સાથે તહેવારો ઊજવવાની ઇચ્છાનો ત્યાગ કરીને આપણી સેવામાં ફરજરત હોય છે. આપણે સૌ આરામદાયક સવારી સાથે આપણા સગા-સ્નેહીઓ પાસે જઇને તહેવારની મજા માણી શકીએ તે માટે ખૂબ જ નિષ્ઠા સાથે ડ્રાઇવર-કંડક્ટર ઓવરટાઇમ કરીને પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ધનતેરસનાં દિવસે GST વિભાગનાં 'શ્રીગણેશ'! એકસાથે 3 પેઢી પર દરોડા

Advertisement

વાહન વ્યવહાર મંત્રીએ ડ્રાઇવર-કંડક્ટર-મિકેનિકને અભિનંદન પાઠવ્યા

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ તમામ ડ્રાઇવર-કંડક્ટર તેમ જ આ બસ સેવા કોઇ પણ તકલીફ વિના ચાલે તે માટે સતત ચિંતા કરતા મિકેનિક સહિતનાં ST નિગમનાં કર્મચારીઓને તેમની આ સેવા માટે અભિનંદન પાઠવ્યા છે. દિવાળીનાં તહેવારોમાં (Diwali 2024) કોઇને મુસાફરીમાં અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખીને એસ.ટી વિભાગ દ્વારા 22 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી 2200 વધુ બસો દોડાવી વધારાની 8 હજાર ટ્રીપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે લાભ પાંચમથી અગિયારસ દરમિયાન વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.

આ પણ વાંચો - આવતીકાલથી PM Modi ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે, અહીં વાંચો કાર્યક્રમોની વિગત

Advertisement

2200 વધારાની બસો દોડશે, દિવાળીમાં 'ST આપને દ્વારે' પ્રોજેક્ટ અમલમાં

પોતાના પરિવાર સાથે દિવાળીનો (Diwali 2024) તહેવાર મનાવવાની ઇચ્છાનો ત્યાગ કરીને આપણા સૌને સમયસર મુકામે પહોંચાડવા ST નિગમનાં 11 હજાર જેટલા ડ્રાઇવર, કંડક્ટર અને મિકેનિક સહિતનાં કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. નોંધનીય બાબત એ છે કે, આ કર્મચારીઓમાં 150 થી વધુ મહિલા કંડક્ટરનો પણ સમાવેશ થાય છે. તહેવારો દરમિયાન રાજ્યનાં નાગરિકોને ઘર આંગણે જ બસ સેવા ઉપલબ્ધ થાય તે માટે 'ST આપને દ્વારે' પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રૂપમાં વતન કે બહારગામ જવા ઈચ્છુક લોકો બસનું બુકિંગ કરી ઘર આંગણે સેવા મેળવી શકે છે. આ પ્રોજેક્ટનો તહેવારોમાં લોકો મહત્તમ લાભ લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ 5 જ દિવસમાં 289 બસોનું બુકિંગ થયું છે, જેમાં 4 હજાર લોકોએ આ સેવાનો લાભ લઈ લીધો છે અને 11 હજાર જેટલા લોકો દિવાળી અને નૂતન વર્ષનાં દિવસે ઘર આંગણે બસ સુવિધાનો લાભ લેશે.

આ પણ વાંચો - Surat : અનૈતિક સંબંધથી કંટાળી પત્ની પતિની પ્રેમિકાને મળવા ગઈ અને..!

Tags :
Advertisement

.