Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali 2024 : સુરતમાં બે બાઇક બળીને ખાખ, ભુજમાં હંગામી મુંબઈ બજારમાં લાગી આગ!

સુરતમાં કામરેજ ચાર રસ્તા પાસે કબાડીની દુકાનમાં આગ (Diwali 2024) શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા 2 બાઇક ઝપેટમાં આવી વર્ષોથી ચાલતી ભુજની હંગામી મુંબઈ બજારમાં આગ લાગી દિવાળીનાં તહેવારોમાં રાજ્યમાં ઇમર્જન્સી કેસ બમણા થયા દિવાળીનાં તહેવાર (Diwali 2024) વચ્ચે...
diwali 2024   સુરતમાં બે બાઇક બળીને ખાખ  ભુજમાં હંગામી મુંબઈ બજારમાં લાગી આગ
Advertisement
  1. સુરતમાં કામરેજ ચાર રસ્તા પાસે કબાડીની દુકાનમાં આગ (Diwali 2024)
  2. શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા 2 બાઇક ઝપેટમાં આવી
  3. વર્ષોથી ચાલતી ભુજની હંગામી મુંબઈ બજારમાં આગ લાગી
  4. દિવાળીનાં તહેવારોમાં રાજ્યમાં ઇમર્જન્સી કેસ બમણા થયા

દિવાળીનાં તહેવાર (Diwali 2024) વચ્ચે ગઈકાલે મોડી રાતે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આગનાં બનાવ બન્યા હતા. પાલનપુર, અમરેલી (Amreli) બાદ હવે સુરત અને કચ્છમાંથી આગનાં બનાવની ઘટના સામે આવી છે. સાથે જ દિવાળીનાં દિવસોમાં રાજ્યમાં 4885 ઇમરજન્સી કોલ નોંધાયા છે. જ્યારે, સામાન્ય દિવસોમાં 1800 થી 2000 જેટલા ઇમરજન્સી કોલ આવતા હોય છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં જ ઇમરજન્સીનાં 900 કોલ નોંધાયા છે.

સુરતમાં કબાડીની દુકાનમાં આગ લાગી, બે બાઇક બળીને ખાખ

દિવાળીનાં (Diwali 2024) મોડી રાતે કચ્છ અને સુરતમાં આગની ઘટના બની હતી. માહિતી, સુરતમાં (Surat) કામરેજ ચાર રસ્તા પાસે આવેલી કબાડીની દુકાનમાં આગની ઘટના બની હતી. બનાવને પગલે કામરેજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. માહિતી અનુસાર, શોર્ટ સર્કિટનાં કારણે લાગેલી આગની ચપેટમાં 2 બાઈક આવી જતાં બળીને ખાખ થઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : પાલનપુર હાઇવે પરની હોસ્પિટલમાં ડોક્ટર પર ચપ્પાથી જીવલેણ હુમલો!

Advertisement

ભુજની હંગામી મુંબઈ બજારમાં આગ લાગી

કચ્છની (Kutch) વાત કરીએ તો ભુજમાં (Bhuj) હંગામી મુંબઈ બજારમાં ભીષણ આગ લાગી હતી. વર્ષોથી ચાલતી આ હંગામી બજારમાં આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી. આગનાં બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરની ટીમે ત્વરિત ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ટીમે (Fire Department) 3-4 કલાક સુધી ભારે જહેમત ઊઠાવી હતી. બજારમાં ફટાકડાનાં કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો - Rajkot : દિવાળીની રાતે નજીવી બાબતે યુવકો વચ્ચે મારામારી, એકનું મોત

દિવાળીનાં તહેવારોમાં ઇમરજન્સી કોલ બમણા થયા

દિવાળીના તહેવારોમાં (Diwali 2024) ઇમરજન્સી કોલની વાત કરીએ તો રાજ્યમાં ઇમરજન્સી કેસ બમણા થયા છે. દિવાળીનાં દિવસે રાજ્યમાં 4,885 ઇમરજન્સી કોલ (Emergency Calls) નોંધાયા છે. જ્યારે, સામાન્ય દિવસમાં 1800 થી 2000 જેટલા ઇમરજન્સી કોલ આવે છે. અમદાવાદ શહેરમાં જ ઇમરજન્સીનાં 900 કોલ નોંધાયા છે. જ્યારે, સામાન્ય દિવસોમાં 500 જેટલા કોલ આવતા હોય છે.

આ પણ વાંચો - Diwali 2024 : દિવાળીની ઉજવણી વચ્ચે અમરેલીમાં બંધ મકાન, પાલનપુરમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Tags :
Advertisement

.

×