ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Diwali 2024 : દિવાળીનાં તહેવારમાં ક્યારે છે લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત ? વાંચો વિગત

દિવાળીનાં તહેવારનું સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન રામ (Lord Ram) સાથે સંબંધિત આ તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
10:22 PM Oct 24, 2024 IST | Vipul Sen
દિવાળીનાં તહેવારનું સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન રામ (Lord Ram) સાથે સંબંધિત આ તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
સૌજન્ય : Google
  1. દિવાળીનાં તહેવારનું સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે. (Diwali 2024)
  2. આ વર્ષે અમાવસ્યા તિથિ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરે આવી રહી છે.
  3. 31 ઓક્ટોબરે અમાવસ્યા તિથિ, પ્રદોષ કાળ અને નિશિતા કાળ મુહૂર્ત

દિવાળીનાં તહેવારને (Diwali 2024) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત વિશ્વભરમાં આ તહેવારની ઉજવણી કરવા માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીનાં તહેવારનું સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન રામ (Lord Ram) સાથે સંબંધિત આ તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ તહેવારને કેલેન્ડર અનુસાર કારતક (Kartik Amavasya) અમાવસ્યાનાં દિવસે ઊજવવાની પરંપરા છે.

જણાવી દઈએ કે, આ વર્ષે અમાવસ્યા તિથિ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરે આવી રહી છે, જેના કારણે દિવાળીની પૂજાને લઈને લોકોમાં પણ મૂંઝવણ છે. ચાલો જ્યોતિષ શાસ્ત્ર દ્વારા આ મૂંઝવણનો ઉકેલ લાવીએ અને જાણીએ કે માતા લક્ષ્મીની પૂજા (Laxmi puja) માટે શુભ સમય કયો રહેશે ?

આ પણ વાંચો - Ayodhya: 28 લાખ દીવાથી ઝગમગશે રામનગરી અયોધ્યા, બનશે વર્લ્ડ રેકોર્ડ!

લક્ષ્મી પૂજા માટે શુભ મુહૂર્ત!

દિવાળીમાં (Diwali 2024) લક્ષ્મીની પૂજાનું અનેરું મહત્ત્વ રહેલું છે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ માટે લોકો દિવાળીનાં તહેવાર દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરતા હોય છે. લક્ષ્મી પૂજા (Laxmi Puja) માટે સૌથી શુભ સમય પ્રદોષવ્યાપિની છે એટલે કે સૂર્યાસ્ત પછી ત્રિમુહૂર્તમાં, કારતક અમાવસ્યાનાં દિવસે મહાલક્ષ્મીની પૂજા કરી શકાય છે. પંચાંગ મુજબ, કારતક મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબર 2024 ના રોજ બપોરે 03:53 સુધી છે અને આ સમયે અમાવસ્યા તિથિ શરૂ થઈ જશે, જે 1 નવેમ્બરનાં રોજ સાંજે 06:17 સુધી રહેશે. આવી સ્થિતિમાં, 1 નવેમ્બર 2024 ના રોજ મહાલક્ષ્મી પૂજા માટે ખૂબ જ ઓછો સમય બાકી રહેશે. કારણ કે અમાવસ્યા તિથિ સાંજે ટૂંક જ સમયમાં સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચો - 365 દિવસો સુધી બંધ રહેતું આ મંદિરના કપાટ દિવાળી ઉપર જ ખુલે છે

વૈદિક પંચાંગ અનુસાર શુભ સમય!

વૈદિક પંચાંગ અનુસાર, દિવાળી (Diwali 2024) પર અમાવસ્યાની તારીખ અને સાંજે પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પછીથી મોડી રાત સુધી લક્ષ્મી પૂજા (Laxmi Puja) કરવા માટે નિર્ધારિત છે. આવી સ્થિતિમાં 31 ઓક્ટોબરે અમાવસ્યા તિથિ, પ્રદોષ કાળ અને નિશિતા કાળ મુહૂર્તમાં દિવાળીની ઉજવણી કરવી શુભ મનાય છે. અમાવસ્યા તિથિ 1 નવેમ્બરે સાંજે સમાપ્ત થશે.

આ પણ વાંચો - Rahu Shani આ 3 રાશિના લોકોને પહોંચાડી દેશે ઉન્નતિના આસમાને...

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ઉપર દર્શાવેલ કોઈપણ માહિતી કે માન્યતાનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈ પણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Tags :
AmavasyaAmavasya TithiBreaking News In GujaratiDiwaliDiwali 2024goddess-lakshmiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKartak AmavasyaLatest News In GujaratiLaxmi PujaLord RamMahalakshmi PujaNews In Gujarati
Next Article