તહેવારોમાં કિફાયતી ભાવે હવાઇ મુસાફરી કરી શકાશે, DGCA કિંમતો પર રાખશે નજર
- તહેવારોમાં ફ્લાઇટની માંગને પહોંચી વળવા માટે મંત્રાલયે આદેશો જારી કર્યા
- વિવિધ કંપનીઓને ફ્લાઇટ કનેક્ટિવિટી વધારવા સૂચન
- લોકમાંગનો ફાયદો ઉઠાવનારા પર વિભાગ રાખશે નજર
Affordable Air Fair in Festivals : દિવાળી અને છઠ જેવા મુખ્ય તહેવારો દરમિયાન (Affordable Air Fair in Festivals) દર વર્ષે ઘરે પાછા ફરતા અને મુસાફરી કરતા લોકોની સંખ્યા વધે છે. આ સમય દરમિયાન હવાઈ મુસાફરીની માંગ પણ ટોચ પર હોય છે. પાછલા વર્ષોમાં, તહેવારો દરમિયાન એરલાઇન ટિકિટના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે, જેના કારણે મુસાફરોને અસુવિધાની બુમો ઉઠવા પામી હતી. આને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ વર્ષે કડક પગલાં લીધાં છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ જણાવ્યું છે કે, આ વખતે હવાઈ ટિકિટના ભાવ પર બારીક નજર રાખશે (Affordable Air Fair in Festivals). તહેવારો દરમિયાન ટિકિટના ભાવમાં અચાનક વધારાથી સામાન્ય મુસાફરો પ્રભાવિત ન થાય, તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભરવામાં આવશે.
ફ્લાઇટ ક્ષમતા વધારવા જણાવાયું
નોંધવું રહ્યું કે, હવાઈ ભાડાને લઇને કડક નિયમો નથી. એરલાઇન્સ તેમની સુવિધાના આધારે ભાવ નક્કી કરે છે. જો કે, જો જરૂરી હોય તો અસામાન્ય ભાવ વધારાને રોકવા માટે DGCA પાસે યોગ્ય પગલાં લેવાનો અધિકાર છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, DGCA એ તહેવારો પહેલા હવાઈ ટિકિટના ભાવ વલણોની સમીક્ષા કરી હતી (Affordable Air Fair in Festivals), અને મુસાફરો માટે પૂરતી ફ્લાઇટ્સ સુનિશ્ચિત કરવા માટે એરલાઇન્સને ફ્લાઇટ ક્ષમતા વધારવા વિનંતી કરી હતી.
ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ વધારશે ફ્લાઇટ
નિવેદન અનુસાર, ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસજેટ તેમની ફ્લાઇટ કામગીરીમાં વધારો કરી રહી છે. ઇન્ડિગો 42 રૂટ પર આશરે 730 વધારાની ફ્લાઇટ્સ ચલાવશે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ મળીને 20 રૂટ પર આશરે 486 વધારાની ફ્લાઇટ્સ ચલાવશે. સ્પાઇસજેટ 38 રૂટ પર આશરે 546 વધારાની ફ્લાઇટ્સ પણ ઉમેરી રહી છે. આ પગલાનો હેતુ તહેવારોની મોસમ દરમિયાન ટિકિટની અછત અને અચાનક ભાવ વધારાને રોકવાનો છે (Affordable Air Fair in Festivals). નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ સ્પષ્ટતા કરી છે કે, તે એરલાઇન્સની ફ્લાઇટ ક્ષમતા અને ભાડા પર સતત દેખરેખ રાખશે અને મુસાફરોના હિતોનું રક્ષણ કરશે.
વધારાની ફ્લાઇટ્સ ક્યારે શરૂ થશે ?
જો કે, મંત્રાલયે આ વધારાની ફ્લાઇટ્સ ક્યારે અથવા કેટલા સમય માટે શરૂ થશે તે સ્પષ્ટ કર્યું નથી. નિષ્ણાતો કહે છે કે, આ પગલાથી તહેવારોની મોસમ દરમિયાન ભારે મુસાફરોના ધસારો અને ટિકિટની માંગમાં વધારો થવાને કારણે રાહત મળશે (Affordable Air Fair in Festivals). ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઓછી કિંમતની એરલાઇન્સ દ્વારા વધારાની ફ્લાઇટ્સ ઉમેરવાથી મુસાફરોને દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા અને અન્ય મોટા શહેરોમાં ટિકિટ મેળવવાનું સરળ બનશે અને ભીડ ઓછી થશે.
આ પણ વાંચો ----- સોનાના ભાવમાં તેજીનો માહોલ, જાણો તમારા શહેરમાં શું છે 24 કેરેટ ગોલ્ડનો રેટ?