તહેવારો પર આકર્ષક હેમ્પર્સની ભારે ડિમાન્ડ, સુગર ફ્રી મીઠાઇની માંગ વધી
- દિવાળી પર ગિફ્ટ હેમ્પર્સની ખરીદીનો ટ્રેન્ડ વધારે
- મીઠાઇ, ડ્રાઇફ્રૂટ, સુગર ફ્રી મીઠાઇને આકર્ષક પેકીંગમાં ખરીદવાને પ્રાથમિકતા
- સમય સાથે દિવાળીના ઉપહારો બદલાયા
Diwali Hampers : દિવાળીના (Diwali - 2025) તહેવારોમાં મીઠાઈઓથી લઈ અને ભેટ સોગાદો એકબીજાને આપીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડ બદલાયો છે. દિવાળીના તહેવારમાં હવે ડ્રાયફ્રુટ્સ (Dry Fruit Hampers) અને અવનવી મીઠાઈઓ સાથેનું આકર્ષક ગિફ્ટ (Diwali Hampers - Gift Box) બોક્સ આપવામાં આવે છે. ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓમાં કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે આ પ્રકારના ગિફ્ટ બોક્સ આપવામાં આવતા હોય છે. અમદાવાદમાં રૂ. 500 થી લઈને 10,000 સુધીની નવી મીઠાઈ, ફ્લેવરવાળા ડ્રાયફ્રૂટ્સ વગેરે અવનવી વેરાઈટી સાથેના ગિફ્ટ બોક્સનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
ઇનોવેટિવ ગિફ્ટ હેમ્પર્સનો ટ્રેન્ડ વધ્યો
આ સાથે જ દિવાળીના તહેવારો દરમિયાન લોકોમાં ભેટ સ્વરૂપે ચોકલેટ (Chocolate Box ) અને ડ્રાયફ્રૂટ્સના ગિફ્ટ હેમ્પરસ (Dry Fruit Gift Hampers) આપવાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રકારના ઇનોવેટિવ ગિફ્ટ હેમ્પર્સનો ટ્રેન્ડ પણ વધ્યો છે. દિવાળીની સ્વીટ હોય કે પછી ડ્રાયફ્રૂટ્સ તેને ડેકોરેશન કરીને આપવામાં આવે છે, જે દેખાવે આકર્ષક પણ લાગે છે, અને તેનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દેવાની જગ્યાએ તે અન્ય ઉપયોગમાં લેવાય તેવા પ્રયાસો પણ કરાય છે. જેમાં આ વખતે કાચની બોટલ, રેપર, વગેરેમાં આ બધી વસ્તુઓ રાખી તેને સુંદર સજાવીને આપવામાં આવે છે.
અલગ-અલગ ફ્લેવરમાં ડ્રાયફ્રૂટ્સ મળે
દિવાળીના તહેવારોમાં અત્યાર સુધી લોકો એકબીજાને મીઠાઈ આપતા હતા. પરંતુ હવે મીઠાઈનું સ્થાન હવે ડ્રાયફ્રૂટસે લઈ લીધું છે, માત્ર મીઠાઈ જ નહીં પરંતુ મીઠાઈની સાથે નમકીન ડ્રાયફ્રૂટ્સ અને જ્યુસ પેક સાથે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ સાથેના ગિફ્ટ હેમ્પર પણ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. સાથે જ આ વર્ષે અલગ-અલગ ફ્લેવરમાં ડ્રાયફ્રૂટ્સ પણ મળે છે. જેમાં બ્લુબેરી, બદામ રોઝ, પેટર્ન કાજુ મોર્નિંગ બ્રેકફાસ્ટ સીડ વગેરેની ડિમાન્ડ છે.
ગિફ્ટના બોક્સનું ધૂમ વેચાણ
બીજી તરફ મીઠાઈમાં રોઝ બહાર પિસ્તા, કીવી ડીલાઈટ, ડ્રાયફ્રુટ્સ મીઠાઈની સાથે સુગર ફ્રી મીઠાઈઓનું પણ વધુ વેચાણ થઈ રહ્યું છે. આ વખતે અમદાવાદમાં રૂ. 500 થી 10 હજાર સુધીની મીઠાઈની ગિફ્ટ, ફ્લેવરવાળા ડ્રાયફૂટ્સની વેરાયટી તેમજ અન્ય ગિફ્ટના બોક્સનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હવે લોકો પણ ઉત્સાહ અને ઉમંગથી ક્રિએટિવ ડિઝાઇન કરેલા બોક્સ સાથે જ ખરીદી કરવાનો આગ્રહ રાખી રહ્યા છે.
સુગર ફ્રી મીઠાઇની માંગ પણ વધી
આ વર્ષે નવી વસ્તુમાં ફ્લેવર વાળા ડ્રાયફ્રૂટ્સ છે, જેમાં અલગ અલગ ફ્લેવરમાં ડ્રાયફ્રૂટ્સ મળે છે, ખાસ કરીને બ્લુબેરી બદામ, રોઝ પેટર્ન કાજુ, મોર્નિંગ બ્રેકફાસ્ટ સીડ વગેરે ડ્રાયફ્રૂટ્સની વધારે માંગ જોવા મળી છે.આ સાથે સુગર ફ્રી મીઠાઈઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં રોઝ બહાર અને અંજીર ડિલાઇટની ભારે માંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વર્ષે લોકો મીઠાઇ ખરીદતા સમયે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા હોવાથી શુગર ફ્રી મીઠાઇઓનું માર્કેટ ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે.
આ પણ વાંચો ----- Exclusive : 'કાલ કોણે જોઇ, તહેવારમાં મજા કરી લેવાની', હિતુ કનોડિયાએ Gujarat First સાથે કરી ખાસ વાત