અમદાવાદમાં ગર્ભ પરિક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયું, વાંચો, સમગ્ર મામલો
અહેવાલ----પ્રદિપ કચિયા, અમદાવાદ ગર્ભ પરીક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયુ બોડકદેવ-સોલામાં કરતાં હતાં ગર્ભ પરીક્ષણ 25 હજાર લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી સામે કાર્યવાહી લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરનારાઓનો પર્દાફાશ જિલ્લા આરોગ્ય તંત્રએ રેડ કરી...
11:53 AM May 06, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ----પ્રદિપ કચિયા, અમદાવાદ
- ગર્ભ પરીક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયુ
- બોડકદેવ-સોલામાં કરતાં હતાં ગર્ભ પરીક્ષણ
- 25 હજાર લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું
- ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી સામે કાર્યવાહી
- લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરનારાઓનો પર્દાફાશ
- જિલ્લા આરોગ્ય તંત્રએ રેડ કરી ઝડપી પાડ્યા
- ડોકટર દંપતીની બંને હોસ્પિટલમાં દરોડા
- બંને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સિલ કરાયા
- બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં રેડ
- સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં પણ રેડ
- અલ્ટ્રા સાઉન્ડ મશીન કરાયા સીલ
અમદાવાદમાં બોડકદેવ સોલા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયુ છે. ગર્ભ પરિક્ષણ કરવા બદલ સરકારે પ્રતિબંધ મુકેલો છે છતાં આ ડોક્ટર દંપતી ગર્ભ પરિક્ષણ કરી રહ્યા હતા.
ડો. નિકુંજ શાહ અને ડો.મિનાક્ષી શાહની હોસ્પિટલમાં દરોડા
અમદાવાદના બોડકદેવ સોલા વિસ્તારમાં તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા ડો. નિકુંજ શાહ અને ડો.મિનાક્ષી શાહ પોતાની ક્લિનીકમાં ગર્ભ પરિક્ષણ કરતા હોવાની જાણકારી અમદાવાજ જીલ્લા આરોગ્ય તંત્રને મળી હતી જેના પગલે આરોગ્ય તંત્રએ ડોક્ટર દંપતીની બે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા.
25 હજાર લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું
આરોગ્ય તંત્રએ બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા અને અલ્ટ્રા સાઉન્ડ મશીન અને બંને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા. તંત્રએ લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરનારાઓનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે હોસ્પિટલમાં 25 હજાર લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી સામે કાર્યવાહી કરી હતી.
Next Article