અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે USની 2028 ચૂંટણી પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
- અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ USની ચૂંટણીને લઇને આપ્યું નિવેદન
- અમેરિકાની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આ નેતાઓ દાવેદાર
- ટ્રમ્પે આગામી ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી લડવાની વાતને નકારી
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી હજુ વાર છે, પરંતુ રાજકીય ચર્ચાઓએ પહેલાથી જ જોર પકડ્યું છે. હવે, યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે એક મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાની આગામી ચૂંટણીને લઇને તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યો છે. તેમણે સંભવિત ઉમેદવારોની ચર્ચા કરી અને કેટલાક અગ્રણી રિપબ્લિકન પાર્ટીના નેતાઓના નામ આપ્યા જેમને તેઓ મજબૂત દાવેદાર માને છે. સાથે જ, તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાને પણ સ્પષ્ટપણે નકારી કાઢી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની વાત નકારી
નોંધનીય છે કે જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડવાની શક્યતાને નકારી રહ્યા છે, ત્યારે તેમણે રમૂજી રીતે જવાબ આપ્યો, "શું હું તેને નકારી રહ્યો છું? તમારે મને કહેવું પડશે!" જ્યારે ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "મને ગમશે. મારા આંકડા મેં ક્યારેય જોયા નથી તે શ્રેષ્ઠ છે.
Donald Trump એ USની આગામી ચૂંટણી માટે આ બે નેતાના નામ આપ્યા
ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને રાજ્ય સચિવ માર્કો રુબિયોનું નામ લેતા કહ્યું કે તેઓ બંને મહાન વ્યક્તિત્વ છે અને રાષ્ટ્રપતિ પદ માટે મજબૂત દાવેદાર સાબિત થઈ શકે છે. સોમવારે, ટ્રમ્પે 2028ની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી. તેમણે કહ્યું, "મને તે કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ હું તે કરીશ નહીં. તે ખૂબ જ સુંદર વિચાર છે. હા, હું તેને નકારું છું કારણ કે લોકોને તે ગમશે નહીં. તે યોગ્ય રહેશે નહીં."
યુએસ બંધારણ શું કહે છે?
યુએસ બંધારણના 22મા સુધારા હેઠળ, કોઈ પણ વ્યક્તિ ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકતી નથી. કેટલાક વિશ્લેષકોએ એક સંભવિત છટકબારી સૂચવી છે જેમાં ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે અને જો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રાજીનામું આપે, તો ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બની શકે છે. જોકે, ટ્રમ્પે આ વિચારને ફગાવી દીધો, તેને "ખૂબ જ સુંદર પરંતુ અવ્યવહારુ" ગણાવ્યો.
આ પણ વાંચો: યુએસ નેવીને મોટો ઝટકો: 30 મિનિટના અંતરે હેલિકોપ્ટર અને ₹60 મિલિયનનું ફાઇટર જેટ ક્રેશ