દુનિયાને નવો ઝટકો આપવાની તૈયારીમાં અમેરિકા, Green Card ના નિયમોમાં બદલાવના સંકેત
- અમેરિકા ગ્રીન કાર્ડના નિયમોમાં બદલાવ કરવા જઇ રહ્યું છે
- જે દેશોના નાગરિકોથી અમેરિકાને ખતરો હશે, તેના પર કડકાઇ દાખવાશે
- નવા નિયમોને ક્રાંતિકારી પરિવર્તન ગણવામાં આવી રહ્યું છે
US Green Card new Rules : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President - Donald Trump) યુએસ ગ્રીન કાર્ડ અંગે નવા નિયમો પ્રસ્તાવિત કર્યા (US Green Card new Rules) છે. જો તેને સ્વીકારવામાં આવે તો, અમેરિકા મુસાફરી પર પ્રતિબંધિત દેશોના લોકોને યુએસ ગ્રીન કાર્ડ અને અન્ય ઇમિગ્રેશન સેવાઓ નકારી કાઢવામાં આવશે. નવા નિયમો હાલના ગ્રીન કાર્ડ સંબંધિત વિવાદો, શરણાર્થીઓની અરજીઓ અને પેરોલ કેસ પર લાગુ થશે. અમેરિકાની નાગરિકતા માટેની અરજીઓ પર અસર થશે નહીં, પરંતુ નવા નિયમો પહેલાથી જ યુએસમાં રહેતા લોકો અને તેઓ જ્યાંથી આવે છે, તે દેશોના લોકો પર લાગુ થશે.
નવા પ્રસ્તાવોને ક્રાંતિકારી પરિવર્તન ગણાવાયા
ઇમિગ્રેશન નિષ્ણાતોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રસ્તાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો બાઇડેનના વહીવટ દરમિયાન ઇમિગ્રેશન વિભાગના એક વરિષ્ઠ અધિકારી ડગ રેન્ડે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રસ્તાવને ક્રાંતિકારી પરિવર્તન ગણાવ્યું હતું (US Green Card new Rules), અને કહ્યું હતું કે, તેમના રહેઠાણના દેશના આધારે લોકોને અરજી કરવી વાહિયાત વાત છે. આ નીતિ એવા લોકોને લક્ષ્ય બનાવશે, જેમની પહેલાથી જ ચકાસણી કરવામાં આવી છે, અને જેઓ અમેરિકામાં રહી રહ્યા છે. જો નવા પ્રસ્તાવિત નિયમો લાગુ કરવામાં આવે છે, તો અમેરિકાની સરકાર એવા દેશોના લોકો માટે પ્રવેશ પર કડક પ્રતિબંધો લાદશે, જે અમેરિકા માટે ખતરો હોઇ શકે છે.
અમેરિકાએ 12 દેશો પર પ્રતિબંધો લાદ્યા છે
જૂન 2025 માં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે 12 આફ્રિકન અને મધ્ય પૂર્વીય દેશો અફઘાનિસ્તાન, ચાડ, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, મ્યાનમાર, સોમાલિયા, સુદાન, યમન, વિષુવવૃત્તીય ગિની અને કોંગો પ્રજાસત્તાકના લોકો માટે યુએસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. સાથે જ બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાના નાગરિકો પર પણ આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તેમને કાયમી પ્રવેશ અથવા ચોક્કસ અન્ય પ્રકારના વિઝાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. જો કે, આ પ્રતિબંધો ગ્રીન કાર્ડ ધારકો (US Green Card new Rules), સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ માટે લાયક અફઘાન નાગરિકો અને 2026 વર્લ્ડ કપ અથવા 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે મુસાફરી કરી રહેલા ખેલાડીઓને મુક્તિ આપે છે.
આ પણ વાંચો ----- Mexico માં Gen-Z નો સરકાર વિરૂદ્ધ મોરચો, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, અથડામણમાં સેંકડો ઇજાગ્રસ્ત


