Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump નું મોટુ નિવેદન, ઈરાને ડરથી શરણાગતિ સ્વીકારી! "રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને માંગી માફી

વર્ષોથી મિડલ ઈસ્ટમાં દબદબો રાખનાર એક શક્તિશાળી દેશ હવે લાચાર દેખાઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. શું ખરેખર લશ્કરી હુમલાના ડરથી એક દેશે હાર સ્વીકારી પડોશીઓની માફી માંગી છે? ટ્રમ્પના આ દાવા પાછળ છુપાયેલું છે એક ભયાનક લશ્કરી રહસ્ય અને આગામી વિનાશક હુમલાઓનો સંકેત.
donald trump નું મોટુ નિવેદન  ઈરાને ડરથી શરણાગતિ સ્વીકારી    રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને માંગી માફી
Advertisement
  • ઈરાન હવે મિડલ ઈસ્ટનો લૂઝર: Donald Trump
  • અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના ડરથી ઈરાન ઝૂક્યું
  • પડોશી દેશોની માફી માંગી હુમલા રોકવાનું આપ્યું વચન
  • ભીષણ લશ્કરી દબાણને કારણે ઈરાને હાર સ્વીકારી હોવાનો દાવો
  • હવે તેહરાનના એવા સ્થળો પર થશે હુમલા જે પહેલા બાકી હતા
  • મિડલ ઈસ્ટના દેશોએ બદલાતી સ્થિતિ બદલ ટ્રમ્પનો માન્યો આભાર

અમેરિકાના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ઈરાન (Iran) અને મિડલ ઈસ્ટના તણાવને લઈને એક અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયેલ (Israel) ના સતત લશ્કરી હુમલાઓ અને દબાણના કારણે ઈરાને ઘૂંટણ ટેકવી દીધા છે. ટ્રમ્પના મતે, જે ઈરાન અત્યાર સુધી મિડલ ઈસ્ટમાં દાદાગીરી કરતું હતું, તે હવે "મિડલ ઈસ્ટનો લૂઝર" [Middle East Loser] બની ગયું છે.

પડોશી દેશોની માફી અને હુમલા રોકવાનું વચન

ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભીષણ લશ્કરી દબાણને કારણે તેહરાન (Tehran) એ પોતાના પડોશી દેશોની માફી માંગવી પડી છે. ઈરાને એવું વચન પણ આપવું પડ્યું છે કે તે હવે પડોશી દેશો પર મિસાઈલ કે ડ્રોન હુમલા (Drone Attacks) નહીં કરે. ટ્રમ્પના મતે, આ સ્થિતિ અમેરિકા અને ઈઝરાયેલની મજબૂત લશ્કરી નીતિનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે મિડલ ઈસ્ટના ઘણા દેશોએ આ બદલાવ માટે તેમનો આભાર પણ માન્યો છે.

Advertisement

Advertisement

"મિડલ ઈસ્ટનો બુલી હવે લૂઝર" Donald Trump

ઈરાન પર આકરા પ્રહારો કરતા ટ્રમ્પે કહ્યું કે, "ઈરાન હવે મિડલ ઈસ્ટનો બુલી [Bully] રહ્યો નથી. તે હવે એક હારેલો દેશ છે." તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન પોતાની હરકતોથી બાજ નહીં આવે, તો તેના પર અત્યાર સુધીના સૌથી કડક હુમલા કરવામાં આવી શકે છે. ટ્રમ્પે સંકેત આપ્યો કે હવે એવા લક્ષ્યો (Targets) પણ તેમની યાદીમાં છે, જેને અત્યાર સુધી નિશાન બનાવવાનું ટાળવામાં આવ્યું હતું. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે આગામી દિવસોમાં ઈરાન પર લશ્કરી દબાણ હજુ વધી શકે છે અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ એક નવો વળાંક લઈ શકે છે.

આ પણ વાંચો : Iran માં સૈન્ય તેનાતીથી US ને ખચકાટ!, ભવિષ્યમાં ચીન સામે નબળા પડવાનો ડર કારણભૂત?

Tags :
Advertisement

.

×