Donald Trump ની પૌત્રીએ દાદાના અદ્યતન પ્રાઈવેટ જેટનો Video કર્યો શેર
- Kai Trump એ વિમાનની સુવિધાઓને વીડિયોમાં દર્શાવી
- Air Force One ની સીટ 24 કેરેટ સોનાની પરતથી તૈયાર
- સ્પેસએક્સ ઉપર એક ખાસ રોકેટ લોન્ચનું આયોજન કર્યું
Donald Trump's private jet : Donald Trump નું Private jet Boeing 757 એ પોતાની વિવિધતા માટે સૌથી લોકપ્રિય છે. તે ઉપરાંત આ Boeing 757 માં આલીશાન સુવિધાઓ આવેલી છે. એટલે કે, જ્યારે કોઈ વ્યક્તિ આ Private jet Boeing 757 માં મુસાફરી કરે છે, ત્યારે તેને દુનિયાની કોઈ સૌથી આલીશાન હોટેલમાં મળતી સુવિધાનો અનુભવ થાય છે. તો આ વિમાનની ખાસિયતોમાં સૌથી મોખરે માસ્ટર બાથરૂમમાં લગાવવામાં આવેલી સોનાની પરત સિંક અને અન્ય વસ્તુઓ પર લગાવવામાં આવી છે. તો તાજેતરમાં Donald Trump ની પૌત્રીએ પોતાના દાદાના આ Private jet Boeing 757 ની મજા માળી હતી.
Kai Trump એ વિમાનની સુવિધાઓને વીડિયોમાં દર્શાવી
ત્યારે Donald Trump ના Private jet Boeing 757 ની પ્રથમ ઝલક યૂટ્યૂબ પર શેર કરવામાં આવી છે. જોકે આ વીડિયો Donald Trump ની પૌત્રી Kai Trump દ્વારા પોતાની સત્તાવાર યૂટ્યૂબ ચેનલના માધ્યમથી શેર કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયોમાં તેણી જણાવી રહી છે કે, તેણી Donald Trump ના Private jet Boeing 757 થી એલોન મસ્ક સ્પેસએક્સ પહોંચશે. તો જ્યારે Kai Trump એ વિમાનની અંદર મળતી સુવિધાઓને આ વીડિયોમાં દર્શાવી છે. જોકે આ વીડિયોમાં Kai Trump સાથે અન્ય એક યુવતી પણ જોવા મળે છે.
આ પણ વાંચો: Japan નું રોકેટ લોન્ચિંગ થયું અસફળ, વિસ્ફોટ થતા સ્પેસ સેન્ટરને પહોંચ્યું નુકસાન
President-elect Donald Trump’s granddaughter Kai re-enacted his now signature YMCA dance moves onboard his private jet. https://t.co/5GgC2z3ceP pic.twitter.com/HyiOXxlM6R
— New York Post (@nypost) November 25, 2024
Air Force One ની સીટ 24 કેરેટ સોનાની પરતથી તૈયાર
ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, Donald Trump ના Private jet Boeing 757 ની અંદર ફાઈવ સ્ટાર હોટેલમાં મળતી તમામ સુવિધાઓ જોવા મળે છે. આ Air Force One માં ટીવી, આરામદાયક સોફા, ફ્રીજ અને એક ખાસ બેડરૂમ જોવા મળે છે. ત્યારે Air Force One એ એક નાનો હવામાં ઉડતો મહેલ સમાન છે. તે ઉપરાંત આ Air Force One ની સીટ 24 કેરેટ સોનાની પરતથી તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત Air Force One ના કેન્દ્રમાં એક સિનેમાઘરનો અનુભવ થાય, તેવો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્પેસએક્સ ઉપર એક ખાસ રોકેટ લોન્ચનું આયોજન કર્યું
જોકે Kai Trump તેના દાદા Donald Trump સાથે એલોન મસ્કે તેના સ્પેસ સેન્ટર સ્પેસએક્સ ઉપર એક ખાસ રોકેટ લોન્ચનું આયોજન કર્યું હતું. જોકે અમુક કારણોસર આ રોકેટને લોન્ચિંગ બાદ હિન્દ મહાસાગરમાં લેન્ડ કરાવવું પડ્યું હતું. તેની પાછળ પણ એક ખાસ રહ્યું હતું. તેથી આ એલોન મસ્કના આ રોકેટ લોન્ચિંગને નિષ્ફળ ગણાવવું એ યોગ્ય નિવેદન નથી. તો આગમી દિવસોમાં ફરી એકવાર આ રોકેટ લોન્ચિંગ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો: 970 વર્ષો પહેલા થયેલા સુપરનોવા વિસ્ફોટનો રાજ વૈજ્ઞાનિકોએ કર્યો ઉજાગર