Israel માં મોટો આતંકવાદી હુમલો! ડ્રાઈવરે 35 લોકો પર ચઢાવ્યો ટ્રક Video
- હમાસ સાથે યુદ્ધ લડી રહેલા Israel પર મોટો હુમલો!
- તેલ અવીવ શહેરમાં ટ્રક ડ્રાઈવરે 35 લોકોને કચડ્યા
- પોલીસે ટ્રક ડ્રાઈવરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો
હમાસ અને હિઝબુલ્લાહ સાથે યુદ્ધ લડી રહેલા ઇઝરાયેલ (Israel)માં મોટો હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીંના તેલ અવીવ શહેરમાં એક વ્યક્તિએ બસ સ્ટોપ પર ઉભેલા 35 લોકો પર ટ્રક ચલાવી હતી. ઘાયલ થયેલા 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલો માની રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ બાદ જ આ અંગે વિગતવાર કંઈક કહી શકાશે. તે જ સમયે, ટ્રકના ડ્રાઇવરને પોલીસે ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ઘાયલ લોકોમાં મોટાભાગના વૃદ્ધો છે. આ લોકો થોડા સમય પહેલા મ્યુઝિયમ જવા માટે બસમાં આવ્યા હતા. બસ તેમને નીચે ઉતારીને જતી રહી હતી જ્યારે એક ટ્રકે તેમને ટક્કર મારતાં તેઓ ઘાયલ થયા હતા.
તપાસ અધિકારી મેગેન ડેવિડ એડોમના જણાવ્યા અનુસાર, ઘટના બાદ 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્લીલોટ બેઝ પાસે લોકો પટકાયા છે. 6 લોકોની હાલત ગંભીર છે. તે જ સમયે, 5 લોકોની સ્થિતિમાં સુધારો થયો છે. જ્યારે 20 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ચાર લોકોની હાલત હજુ સ્થિર છે. તમામ ઇજાગ્રસ્તોને તેલ અવીવની ઇચિલોવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્લીલોટ જંક્શન ખાતે સંદિગ્ધ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોની સારવાર ચાલુ છે. એક વ્યક્તિની હાલત વધુ ગંભીર છે. તેનો જીવ જોખમમાં છે.
There was a major terrorist truck ramming attack moments ago in Glilot, outside the IDF intelligence base.
A terrorist from Qalansawe rammed his truck full speed into a bus at a bus stop as well as pedestrians.
About 40 are injured, some critical. The terrorist was shot. pic.twitter.com/xqKo2EOE06
— Documenting Israel (@DocumentIsrael) October 27, 2024
આ પણ વાંચો : War Update: બંધકોની મુક્તિના બદલામાં હમાસે કંઈક એવું માગ્યું કે, ઈઝરાયલે ચોખ્ખી ના પાડી દીધી
ઈઝરાયેલમાં અગાઉ પણ આતંકી હુમલા થઈ ચૂક્યા છે...
પોલીસે તપાસ શરૂ કરી છે. આ પહેલા પણ ઈઝરાયેલમાં આતંકી હુમલા થઈ ચૂક્યા છે . ઇઝરાયેલી (Israel) દળો ગાઝામાં હમાસને ખતમ કરી રહ્યા છે. જે બાદ જ ઈઝરાયેલમાં આતંકી હુમલાઓ તેજ થયા છે. સપ્ટેમ્બરમાં જોર્ડન અને વેસ્ટ બેંક બોર્ડર પર હુમલો થયો હતો. જેમાં 3 ઈઝરાયેલના મોત થયા હતા. IDF અનુસાર, જોર્ડનના એક વ્યક્તિએ તેમના માણસો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. હુમલાખોરને પણ બાદમાં ઇઝરાયેલી (Israel) સેનાએ ઠાર માર્યો હતો. ઑક્ટોબરની શરૂઆતમાં, એક વ્યક્તિએ તેલ અવીવ નજીક ગોળીબાર કર્યો અને નવ ઇઝરાયેલી (Israel)ઓની હત્યા કરી.
આ પણ વાંચો : Israel Iran War: ઈઝરાયેલે ઈરાન પર કર્યો એટેક,હુમલામાં 10 જવાનો શહીદ


