Ahmedabad : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું
- ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી
- 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ઉજવણી તિરંગા યાત્રા નીકળી
- ઓપરેશન સંદૂરને સન્માન આપવા મહિલાઓ નારાઓ સાથે આગેકૂચ કરી
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પહેલગામમાં થયેલ આતંકી હુમલાના પ્રત્યુત્તર રૂપે થયેલા 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ઉજવણી તિરંગા યાત્રા અને સભાના સ્વરૂપે કરવામાં આવી હતી. 26 મે, સોમવારના રોજ યોજાયેલી આ તિરંગા યાત્રા યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
આ રેલીમાં યુનિવર્સિટીના પદાધિકારીઓ, પ્રોફેસર્સ અને વિવિધ સેન્ટર્સના નિયામકઓ - વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં આ હીચકારી ભર્યા આતંકી હુમલામાં ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તો સાથે જે મહિલાઓએ આ હુમલામાં પોતાનું સિંદૂર ગુમાવ્યું હતું તેમની સહાનુભૂતિ અને ન્યાય અર્થે ઓપરેશન સંદૂરને સન્માન આપવા મહિલાઓ નારાઓ સાથે આગેકૂચ કરી હતી.
ભારતીય સેનાના અદમ્ય સાહસ અને શૌર્યને બિરદાવવા કાર્યક્રમનું આયોજન
આ યાત્રાને અંતે યુનિવર્સિટીના ગૌતમ હોલમાં ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ અને શૌર્યને બિરદાવનારા રાષ્ટ્રભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, ભારતીય સેના અધિકારી (સેવા નિવૃત્ત) એ ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતું કે આ હુમલો આતંકી હુમલો ન કહી શકાય, આ હુમલાને જેહાદ કહેવી જોઇએ. પાકિસ્તાનને તેના કર્મોનું ફળ મળ્યું છે. સિંદૂર સાતત્ય, માન્યતા અને વિશ્વાસનું પ્રતિક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પર ભારતીય સેનાએ તો જે પગલાં લેવાના હતા તે લીધા જ છે. હવે નાગરિક તરીકે આપણી પણ કેટલીક ફરજો આપણે અદા કરવાની રહે છે. આપણે સૌએ સોશિયલ મીડિયાનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
આ પણ વાંચોઃ Ahmedabad : ખાળકૂવાનું ખાડા સાથે જોડાણ કરવા ઉતરેલા ભાડુઆત સહિત ત્રણ જણા મોતને ભેટ્યા
ઓપરેશન સિંદૂર દિવ્ય અને ભવ્ય ભારતનો પાયોઃ અમી ઉપાધ્યાય
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દિવ્ય અને ભવ્ય ભારતનો પાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે બે મહીલાઓ - કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને ઓપરેશન સિંદૂરના બ્રીફિંગની જવાબદારી સોંપી હતી. તે દેશની નીતિ દર્શાવે છે. રક્તબીજનો નાશ કરવા માટે પણ દેવોએ ભેગા મળીને મહાકાળીની રચના કરી હતી. આજે આપણો દેશ વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક સત્તા બન્યો છે ત્યારે ઓપરેશન સિંદૂર ભારતનો એક સાંસ્કૃતિક જવાબ છે. આપણને સૌને આપણી સેના પર ખૂબ જ ગર્વ અને ગૌરવ હોવું જોઇએ. દેશની સુરક્ષા અને વિકાસ આપણા સૌની સામુહિક જવાબદારી છે.આ કાર્યક્રમ યુનિવર્સિટીના એક્સટેન્શન એક્ટિવિટી સેલ દ્વારા યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. નીતુબેન કનારાએ કર્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad: વડાપ્રધાનના રોડ શૉ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું