Khyati Hospital 'કાંડ' માં ડો. પ્રશાંત વજિરાણીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર, કોર્ટમાં થઈ આ રજૂઆત
- Khyati Hospital 'કાંડ' કેસ મામલે મોટા સમાચાર
- ડો. પ્રશાંત વજિરાણીનાં 25 નવેમ્બર સુધીનાં રિમાન્ડ ગ્રાહ્ય
- સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર વિજય બારોટે કોર્ટમાં કરી રજૂઆત
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' અંગે (Khyati Hospital) મોટા સમાચાર આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે આરોપી ડો. પ્રશાંત વજિરાણીનાં 25 નવેમ્બર સુધીનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. જો કે, પોલીસે 7 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર વિજય બારોટ રજૂઆત કરતા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું કે, આરોપીએ રાજ્ય સરકારની તિજોરીને નુકસાન કર્યું છે.
આ પણ વાંચો - Gujarat Politics : શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીને મળ્યું આ ચૂંટણી ચિહ્ન!
ડો. પ્રશાંત વજિરાણીનાં 25 નવેમ્બર સુધીનાં રિમાન્ડ ગ્રાહ્ય
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' કેસમાં (Khyati Hospital) ગ્રામ્ય કોર્ટે આરોપી ડો. પ્રશાંત વજિરાણીનાં (DR. Prashant Vajrani) 25 નવેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, પોલીસ દ્વારા 7 દિવસનાં રિમાન્ડની માગણી કરાઈ હતી. કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટે (Vijay Barot) રજૂઆત કરતા કહ્યું હતું કે, આરોપીએ રાજ્ય સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. ખોટા દસ્તાવેજ બનાવી રાજ્ય સરકારની યોજનાઓનો ખોટો ઉપયોગ કર્યો છે. સમગ્ર ગુજરાતમાંથી હાલનાં તબક્કે ફરિયાદો મળી રહી છે. આ સાથે ખ્યાતિ હોસ્પિટલનાં કારણે અનેક લોકોનાં મોત થયા હોવાની રજૂઆત પણ કરાઈ હતી.
આ પણ વાંચો - Banaskantha : પાલનપુરનાં જગાણા નજીક ભેખડ ધસી પડતા 1 શ્રમિકનું મોત, 1 ગંભીર
'દર્દીઓ પાસથી સહમતી લેતા લેટર કોણે તૈયાર કર્યા ? તે અંગે તપાસ જરૂરી'
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું કે, આખું ષડયંત્ર સુનિયોજિત હોવાનું ખુલ્યું છે. આ કેસની કાર્યવાહીમાં ગઈકાલે બે મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા, જેની તપાસ કરવી જરૂરી છે. આરોપી મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલ છે એટલે મેડિકલ ટીમ અને આરોપીને સાથે રાખી તપાસ કરવા માગીએ છીએ. દર્દીઓ પાસથી સહમતી લેતા લેટર કોણે તૈયાર કર્યા ? તે અંગે તપાસ કરવી જરૂરી છે. આરોપ છે કે, મહેસાણા (Mehsana) જિલ્લાનાં બોરીસણા ગામનાં કુલ 19 લોકોને કેમ્પ કરી સમાન્ય સારવાર અર્થે લાવી ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) દાખલ કરાયા હતા. દર્દીઓને સામાન્ય તકલીફ હોવા છતાંય ઇરાદાપૂર્વક ડોક્ટર દ્વારા પરિજનોની મંજૂરી વગર એન્જિયોગ્રાફી (Angiography) કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન બાદ 2 દર્દીઓનો મોત નીપજ્યા હતા. આ કેસમાં ઝડપાયેલ ડો. પ્રશાંત સહિત કુલ 5 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયા છે. અન્ય આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે JCP શરદ સિંઘલનું નિવેદન
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે JCP શરદ સિંઘલે (JCP Sharad Singhal) જણાવ્યું કે, આરોપી પ્રશાંત વજિરાણી રિમાન્ડ પર હતા. કોર્ટમાં રજૂ કરતા વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. JCP એ આગળ કહ્યું કે, ક્રાઇમ બ્રાન્ચે મેડિકલ ટીમ સાથે રાખી ડોક્યુમેન્ટસ જપ્ત કર્યા છે. ખ્યાતિ હોસ્પિટલનાં CCTV કેમેરાની તપાસ ચાલુ છે. સાથે જ ખ્યાતિ હોસ્પિટલનું બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવશે. જેસીપીએ કહ્યું કે, 19 જેટલા લોકોનું ઓપરેશન કર્યુ તેની ફાઈલ મળી ગઈ છે. હોસ્પિટલ (Khyati Hospital) દ્વારા 13 જેટલા ગામમાં મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા હતા. એક ગામમાંથી 15 લોકોને અમદાવાદ લાવ્યા હતા. વધુ 3 જેટલી જાણવાજોગ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને (Vastrapur Police Station) મળી છે. 5 આરોપી સાથે 2 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ વેગવંતી થઈ, રાજ્ય ચૂંટણી પંચે કર્યો આદેશ!