Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ડો. KLN Rao ગુજરાતના નવા ઇન્ચાર્જ પોલીસ વડા : કેમ ન આપી કાયમી નિમણૂક?

વિકાસ સહાયને જૂન 2025માં નિવૃત્તિના દિવસે જ 31 ડિસેમ્બર સુધીનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે સમાપ્ત થયું છે. તેમની જગ્યાએ રાજ્ય સરકારે 1992 બેચના વરિષ્ઠ IPS અધિકારી ડો KLN Rao ને ઇન્ચાર્જ DGP તરીકે જવાબદારી સોંપી છે. આ નિમણૂકને લઈને પોલીસ વિભાગમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
ડો  kln rao ગુજરાતના નવા ઇન્ચાર્જ પોલીસ વડા   કેમ ન આપી કાયમી નિમણૂક
Advertisement
  • ગુજરાત પોલીસને નવા ઇન્ચાર્જ DGP : ડો. KLN Rao  ને મળી જવાબદારી, વિકાસ સહાય નિવૃત્ત
  • વિકાસ સહાયની વિદાય બાદ ડો. રાવ ઇન્ચાર્જ DGP : ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર
  • ડો. કે.એલ.એન. રાવ ગુજરાતના નવા ઇન્ચાર્જ પોલીસ વડા : કાયમી નિમણૂકની રાહ
  • વિકાસ સહાયના એક્સ્ટેન્શન પૂર્ણ થતાં ડો. રાવને ચાર્જ : પોલીસ બેડામાં ચર્ચા
  • ગુજરાત DGP પદે ડો. કે.એલ.એન. રાવ ઇન્ચાર્જ : સિનિયર અધિકારીને મળી કમાન

ડો. KLN Rao ગુજરાતના નવા ઇન્ચાર્જ પોલીસ વડા : ગુજરાત પોલીસ વિભાગમાં આજે 31 ડિસેમ્બર 2025ના રોજ મોટો ફેરફાર થયો છે. રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયનો 6 મહિનાનો એક્સ્ટેન્શન કાર્યકાળ પૂર્ણ થતાં તેઓ નિવૃત્ત થઈ ગયા છે. વિકાસ સહાયને જૂન 2025માં નિવૃત્તિના દિવસે જ 31 ડિસેમ્બર સુધીનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે સમાપ્ત થયું છે. તેમની જગ્યાએ રાજ્ય સરકારે 1992 બેચના વરિષ્ઠ IPS અધિકારી ડો. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ DGP તરીકે જવાબદારી સોંપી છે.

સરકારે ઇન્ચાર્જ વ્યવસ્થા અપનાવી

આ નિમણૂકને લઈને પોલીસ વિભાગમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. વિકાસ સહાયની વિદાય પછી કાયમી DGPની નિમણૂક માટે અવઢવ ચાલી રહી હતી, જેમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ પણ આગળ હતું. પરંતુ સરકારે હાલ તાત્કાલિક ધોરણે ઇન્ચાર્જ વ્યવસ્થા અપનાવીને ડો. રાવને ચાર્જ સોંપ્યો છે. ડો. રાવ રાજ્યમાં હાલના સિનિયર મોસ્ટ IPS અધિકારી છે અને તેમની નિવૃત્તિ ઓક્ટોબર 2027માં છે, એટલે તેમને કાયમી DGP બનાવવાની પણ શક્યતા છે. પરંતુ હાલમાં તેમને ઇન્ચાર્જ બનાવ્યા હોવાના કારણે પણ ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે તેમની નિવૃત્તિમાં બે વર્ષ બાકી હોવા છતાં તેમણે ડીજીપી બનાવવાની જગ્યાએ માત્ર ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તેથી સરકાર આગામી દિવસોમાં બીજા કંઈક મોટા ફેરફાર કરી શકે છે, તે તથ્યને પણ નકારી શકાય તેમ નથી.

Advertisement

Advertisement

RAO 1992 બેચના IPS અધિકારી

ડો. કે.એલ.એન. રાવની કારકિર્દી અત્યંત પ્રભાવશાળી છે. તેઓ 1992 બેચના IPS અધિકારી છે અને તેમણે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં SP તરીકે ફરજ બજાવી છે. તેઓ રાજકોટ રેન્જના DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. ખાસ કરીને, તેઓ લાંબા સમય સુધી ગુજરાતના જેલ વિભાગના વડા તરીકે રહ્યા, જ્યાં તેમણે જેલ સુધારણા અને કેદીઓના કલ્યાણ માટે અનેક કાર્યો કર્યા. તેમના સમયમાં અનેક કેદીઓને સજા પૂર્ણ થયા પછી પણ મુક્ત ન થતા હોય તેવા કેસોમાં માનવતા દાખવીને તેમને મુક્ત કરાવ્યા હતા.

રાવ CID ક્રાઇમમાં આપી રહ્યાં છે સેવા

હાલમાં ડો. રાવ CID ક્રાઇમ અને રેલ્વેના DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ કડક અને નિષ્પક્ષ અધિકારી તરીકે જાણીતા છે, અને કોઈ વિવાદ કે 'કેમ્પ' સાથે સંકળાયેલા નથી. તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પણ અનોખી છે. તેઓ Ph.D. ધારક છે અને IPSમાં જોડાતા પહેલાં બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરેટ કર્યું હતું. આવા અનુભવી અને વિવાદમુક્ત અધિકારીને ઇન્ચાર્જ ચાર્જ સોંપવાથી પોલીસ વિભાગમાં સ્થિરતા જળવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

DGPની કાયમી નિમણૂક ઉપર સસ્પેન્સ

વિકાસ સહાયના કાર્યકાળમાં પોલીસ વિભાગમાં આધુનિકીકરણ અને યુવા પોલીસિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમની વિદાય પછી ગાંધીનગર પોલીસ ભવનમાં વિદાય સમારંભ યોજાયો હતો. હવે ડો. રાવના નેતૃત્વમાં પોલીસ વિભાગ કાયદા-વ્યવસ્થા અને અપરાધ નિયંત્રણમાં નવા પડકારોનો સામનો કરશે. આ ફેરફારથી પોલીસ બેડામાં નવો ઉત્સાહ આવશે અને કાયમી DGPની કાયમી નિમણૂક માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે, પરંતુ સસ્પેન્સ યથાવત છે. જણાવી દઈએ કે, 1967માં જન્મેલા કેએનએલ રાવ તેલંગણાના વતની છે.

આ પણ વાંચો- BJPની નવી ટીમમાં ઝોનલ વિભાગ : મહામંત્રીઓની ઝોનવાઇઝ વહેંચણી કરાઇ જાહેર

Tags :
Advertisement

.

×