સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ એક સ્વદેશી ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમ વિકસાવી છે, જે ડેવલપિંગ ફેજના ફાઇટર વિમાનોમાં સ્થાપિત કરવામાં આવશે,જેમાં તેજસ માર્ક-2 અને AMCAનો સમાવેશ થાય છે.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ ફાઇટર એરક્રાફ્ટ માટે જીવન બચાવનાર કટોકટી સ્થળાંતર પ્રણાલી, એટલે કે (Escape System) ઇજેક્શન સીટનું હાઇ-સ્પીડ રોકેટ-સ્લેડ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ પરીક્ષણ ભારતની આત્મનિર્ભરતા તરફ એક મોટું સીમાચિહ્ન સ્થાપિત થયું છે. આ સફળતા સાથે, ભારત હવે વિશ્વના એવા પસંદગીના દેશોના જૂથમાં જોડાયું છે જેઓ આ જટિલ ટેસ્ટ કરી શકે છે, અને હવે ભારતને વિદેશી કંપનીઓ પાસેથી મોંઘી ઇજેક્શન સીટ ખરીદવાની જરૂર નહીં રહે. ભારત જ હવે આ સિસ્ટમ બનાવશે .જ્યારે ઉડતા ફાઇટર જેટથી પાઇલટનો જીવ જોખમમાં હોય છે ત્યારે ‘એસ્કેપ સિસ્ટમ’ તેની છેલ્લી આશા હોય છે, જે તેને થોડીક સેકન્ડોમાં સુરક્ષિત રીતે બહાર નીકળવાની મંજૂરી આપે છે.
Escape System : આ પરીક્ષણમાં શું થયું?
આ મહત્વપૂર્ણ પરીક્ષણ ચંડીગઢમાં ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL) ખાતેની રેલ ટ્રેક રોકેટ સ્લેડ સુવિધામાં હાથ ધરવામાં આવ્યું હતું. પરીક્ષણ પ્રક્રિયા દરમિયાન, તેજસ (LCA) વિમાનનો આગળનો ભાગ બે રોકેટ સ્લેડ પર લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એક પછી એક અનેક ઘન-બળતણ રોકેટ મોટરો ફાયર કરવામાં આવી, જેનાથી સ્લેડ ખૂબ જ ચોક્કસ અને નિયંત્રિત હાઇ સ્પીડ પર આગળ વધ્યો. આ દરમિયાન, વિમાનનો કોકપીટ કેનોપી સચોટ રીતે તૂટી ગયો અને ઇજેક્શન સીટે યોગ્ય સમયે પાઇલટ ડમીને બહાર કાઢ્યો. પેરાશૂટ સફળતાપૂર્વક તૈનાત થયું, અને ડમી સુરક્ષિત રીતે જમીન પર ઉતર્યો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પાઇલટે અનુભવેલા થ્રસ્ટ, દબાણ અને પ્રવેગને એક ખાસ ડમી પર રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે હાઇ-સ્પીડ કેમેરાએ દરેક સેકન્ડનો વિડીયો કેદ કર્યો હતો.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપ્યા અભિનંદન
સંરક્ષણ મંત્રી અને DRDO ચેરમેને અભિનંદન પાઠવ્યાસંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કહ્યું કે આ ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આત્મનિર્ભર ભારત તરફ વધુ એક મજબૂત પગલું. DRDO, વાયુસેના, ADA, HAL અને ઉદ્યોગને અભિનંદન.ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે પણ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેજસ જેવા ફાઇટર એરક્રાફ્ટ અને આગામી એએમસીએ માટે આ ખૂબ જ જરૂરી સફળતા છે.
આ પરીક્ષણ આટલું ખાસ કેમ છે?
આ પરીક્ષણ એટલા માટે ખાસ છે કારણ કે વિશ્વના ફક્ત થોડા દેશો (યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ફ્રાન્સ) જ આવા હાઇ-સ્પીડ ડાયનેમિક ઇજેક્શન પરીક્ષણો કરી શકે છે. આ પરીક્ષણ સ્ટેટિક પરીક્ષણો કરતાં ઘણું મુશ્કેલ અને સચોટ છે, જે વાસ્તવિક ફ્લાઇટ પરિસ્થિતિઓમાં પાઇલટના અસ્તિત્વની સંપૂર્ણ ગેરંટી પૂરી પાડે છે.
આ સિદ્ધિમાં DRDO ટીમની સાથે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA), હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ભારતીય વાયુસેના (IAF) અધિકારીઓ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિનના નિષ્ણાતો પણ સામેલ હતા. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે આ સફળતાને ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગણાવી અને આત્મનિર્ભર ભારત તરફનું મજબૂત પગલું ગણાવ્યું. હવે, તેજસ માર્ક-1A, માર્ક-2, અને ભવિષ્યના 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ સંપૂર્ણપણે સ્વદેશી ઇજેક્શન સિસ્ટમ સાથે ઉડાન ભરશે, જેનાથી પાયલોટની સલામતી વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો : દિલ્હી પછી આતંકીઓના નિશાને Rajasthan? પીકઅપ વાનમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત