Ahmedabad: SG હાઇવે પર MD ડ્રગ્સ સાથે LCBની ટીમે એક શખ્સને ઝડપ્યો, તપાસમાં થયા અનેક ખુલાસા
- અમદાવાદ SG હાઇવે પર ડ્રગ્સ વેચનારની ધરપકડ
- મકરબા CNG પંપ પાસે પ્લોટમાંથી આરોપી ઝડપાયો
- આરોપી કામજી અલી ઉર્ફે મન્નુબાપુની કરી ધરપકડ
- પોલીસે 36.400 ગ્રામ MD ડ્રગ્સ સાથે આરોપીને પકડ્યો
અમદાવાદ ઝોન 7 અને LCBની ટીમ એસ.જી હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે, એસ.જી હાઈવે પર સરખેજ નજીક સી.એન.જી પંપની બાજુમાં એક શખ્સ પાસે એમડી ડ્રગ્સ છે. આ માહિતીના આધારે પોલીસની એક ટીમ પંપની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પહોંચી. ત્યાં કાજીમઅલી ઉર્ફે મુન્નુ બાપુ ઉર્ફે વસીમ લંબુ નામનો શખ્સ હતો.
તેની તપાસ કરતા મેફેડ્રોન ડ્રગ્સનો 37.140 ગ્રામ જથ્થો મળી આવ્યો. જેની બજાર કિંમત 37 લાખ 71 હજાર આસપાસ થાય છે. ડ્રગ્સ સાથે પોલીસે મોબાઈલ, રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. સરખેજ પોલીસ સ્ટેશન લાવી તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરવામાં આવી છે.
પોણા ચાર લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત!
આરોપી કાજીમઅલી પહેલીવાર પોલીસના હાથે નથી ઝડપાયો. અગાઉ પણ ડ્રગ્સ સાથે પકડાયેલો છે. ડ્રગ્સની હેરાફેરી કરવી તેની માટે કોઈ નવી વાત નથી. અગાઉ કાજીમ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન, શાહપુર પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. કાજીમ મેફેડ્રોન ડ્રગ્સ ક્યાંથી લાવતો અને કેટલામાં વેચતો હતો. તે બાબતે પૂછપરછ કરતા ચંડોળા કનેક્શન બહાર આવ્યું છે.
કેવી રીતે ડ્રગ્સની ડિલિવરી કરાતી
પોલીસના કહેવા મુજબ, કાજીમ ચંડોળા વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી ડ્રગ્સ લાવતો હતો. ચંડોળા વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી કાજીમ 5 ગ્રામ ડ્રગ્સ 9 હજારમાં લાવતો હતો. સરખેજ લાવી ગ્રાહકોને 2100થી 2200 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે વેચતો હતો. છેલ્લા બે વર્ષથી આરોપી ડ્રગ્સ વેચતો હતો. પરંતુ, કેટલા લોકો કાજીમ પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા. કેવી રીતે ડ્રગ્સની ડિલિવરી કરાતી હતી. તે દિશામાં તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ LIVE: Gujarat Rain: અમદાવાદ, ગાંધીનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુનાહિત ઈતિહાસ ધરાવતા કાજીમની તો પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ મોકલનાર ચંડોળા વિસ્તારના જે વ્યક્તિનું નામ આરોપીએ જણાવ્યું છે. તેના વિશે તપાસ પોલીસ કરી રહી છે. ચંડોળામાં રહેતો આરોપી પકડાયેલા કાજીમ સિવાય અમદાવાદમાં રહેતા કેટલા પેડલરો સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો. આ નેટવર્કનું મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે. તેના માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથધરી છે.
આ પણ વાંચોઃ Bhavanagar:પાલિતાણામાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી